બાજરી ના લોટ ના થેપલા બનાવવાની રીત | બાજરી ના લોટ ના ઢેબરા

બાજરી ના લોટ ના થેપલા બનાવવાની રીત - Bajra methi thepla banavani rit - બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત - bajri ni lot na dhebra banavani rit - Bajri na thepla Recipe in Gujarati
Image credit – Youtube/Ray Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના થેપલા બનાવવાની રીત શીખીશું. આમ તો આપને ઘઉં ના લોટના થેપલા બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘણા દિવસ રાખી શકાય એવા Bajra methi thepla banavani rit, બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત , bajri ni lot na dhebra banavani rit, Bajra methi thepla banavani rit ,Bajri na thepla Recipe in Gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

બાજરી ના લોટ ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી | bajri na lot na thepla banava jaruri samgri

  • બાજરાનો લોટ 1 ½ કપ
  • ઘઉંનો લોટ ⅓ કપ
  • મેથી સુધારેલી 2 કપ
  • આદુ , મરચા, લસણની પેસ્ટ 1-2 ચમચી
  • તલ 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • છીણેલો ગોળ 1 ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • દહીં 1 કપ
  • શેકવા માટે તેલ,કે  માખણ, કે ઘી

બાજરી ના લોટ ના થેપલા બનાવવાની રીત | Bajri na thepla Recipe in Gujarati

બાજરાના લોટના થેપલા કરવા સૌ પ્રથમ મેથી ને સાફ કરી સુધારી લેવી ને બે ત્રણ પાણી થી ધોઇ લેવી ને ત્યાર બાદ કોરી કરવા મૂકવી

દહીં ને વલોવી લેવું

Advertisement

હવે એક વાસણમાં બાજરાનો લોટ ચારી ને લ્યો એમાં ઘઉંનો લોટ ચારો

હવે એમાં મેથી સુધારેલ, આદુ, લસણ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું) , મરચાની પેસ્ટ, જીરું, અજમો, તલ, ચીલી ફ્લેક્સ, હળદર, હિંગ, છીણેલો ગોળ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ કરી વલોવેલું દહીં નાખતા જાઓ ને મિડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકવો

હવે બાંધેલો લોટ લઈ ફરી એક વાર મસળી લેવો ને એના મિડીયમ સાઈઝ ના લુવા બનાવી લેવા

હવે લુવા ને ઘઉંના અટામણ કરી  વેલણ વડે મીડયમ જાડી રોટલી બનાવી લેવી (રોટલી મીડીયમ કરવી જો પાતળી કારસો તો કડક થઈ જશે ને જાડી કારસો તો ચડવામાં વાર લાગશે ને પોચી બનશે)

રોટલી તમે ગોળ ત્રિકોણ કે તમને ગમતા આકારની બનાવી શકો છો

ગેસ પર તવી ગરમ કરો ને તવી ગરમ થાય એટલે એને ઘી થી ગ્રીસ કરો હવે એમાં તૈયાર કરેલી રોટલી નાખો ને મીડીયમ તાપે બને બાજુ ઘી થી ગ્રીસ કરી ગોલ્ડન શેકી લેવા( થેપલા ને બને બાજુ બરોબર શેકવા જેથી તે લાંબો સમય રાખી શકાય) આમ બધા જ થેપલા તૈયાર કરી લેવા (આ થેપલા તમે ક્યાંય ટ્રાવેલિંગ માં પણ લઈ જઈ શકો છો ને એ 4-5દિવસ સુંધી બગડશે નહિ)

તૈયાર બાજરીના લોટના થેપલા ને ગરમ ચા, દહીં કે અથાણાં સાથે ગરમ કે ઠંડા પીરસો

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri ni lot na dhebra banavani rit | Bajra methi thepla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit

ખારા શક્કરપારા બનાવવાની રીત | khara shakarpara recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement