ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત - mix vegetable bhajiya recipe in Gujarati
mage – Youtube/Sheetal's Kitchen - Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે શીખીશું ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત , જે ખુબજ સરળ છે અને ઘર ની દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે,mix vegetable bhajiya recipe in Gujarati.

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી નીચે મુજબ છે

ભજીયા માટે જરૂરી સામગ્રી

  • ૧ બટાકા છીણેલું
  • ૧ ગાજર છીણેલું
  • ૧ ડુંગરી જીની સુધારેલી
  • ૧ મકાઈ
  • ૧ કેપ્સીકમ જીનુ સુધારેલ
  • ૧ કપ જીની સુધારેલી પાન ગોબી
  • ૧-૨ લીલા મરચા સુધારેલ
  • અડધો કપ લીલા ધાણા જીના સુધારેલ
  • ૧-૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • પા ચમચી હળદર
  • પા ચમચી હિંગ
  • ૧ ચમચી અજમો
  • ૨-૩ ચમચી ચીલી ફ્લેક્સ
  • પા ચમચી ગરમમસાલો
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • પા ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૭-૮ ચમચી ચોખા નો લોટ
  • ૭-૮ ચમચી બેસન

ભજીયા ની ચટણી માટે જરૂરી સામગ્રી

  • પા કપ આંબલી
  • અડધો કપ ગોળ
  • ૧ ચમચી ધાણા પાવડર
  • ૧ ચમચી સેકેલ જીરું નો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધી ચમચી મરી પાવડર
  • અડધી ચમચી સંચળ
  • ૧ -૨ ચમચી લીલા મરચા, લસણ, લીલા ધાણા ની  પેસ્ટ
  • ૧ કપ પાણી

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ ગરમ પાણી કરો પાણી ગરમ થાય એટલે એમાં આખી આમલી નાખો ત્યારબાદ તેમાં ગોળ નાખી પાંચ મિનિટ ઉકાળો ત્યારબાદ ગેસ બંધ કરી આમલીના મિશ્રણને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુ થાય એટલે બ્લેન્ડરથી તેને પીસી લો

 ત્યારબાદ પીસેલી ચટણી ને ગરણી થી ગાડી લ્યો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ધાણાજીરું નો ભૂકો, સંચળ, મરી પાવડર, લસણ મરચાં અને લીલા ધાણા ની પેસ્ટ નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો

Advertisement

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા સૌ પ્રથમ બધા જ શાકભાજીઓને બરોબર ધોઇ સાફ કરી લો.ત્યારબાદ ગાજર અને બટાકા ને છીણી લો તેમજ ડુંગરી કેપ્સીકમ બધાની જીણા સુધારી લ્યો મકાઈના દાણા કાઢી લ્યો, તેમજ મરચા ને ધાણા પણ જીણા સુધારી લેવા

 હવે એક વાસણમાં છીનેલ ગાજર બટાકા , સુધારેલ કેપ્સિકમ ,ડુંગળી ,પાન કોબી, ઝીણા સુધારેલા લીલા મરચા , મકાઈ ના દાણા ,આદુ લસણની પેસ્ટ નાખી મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે તેમાં ચોખા નો લોટ ને બેસન નો લોટ નાખો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ, અજમો, લીંબુ નો રસ, ગરમ મસાલો, હિંગ, હળદર, સંચળ નાખી મિક્સ કરો જો જરૂર લાગે તો લોટ વધુ ઓછો કરી શકો છો

હવે કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ના મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન તરી લઈ ભજીયા તૈયાર કરી લેવા.ગરમ ગરમ ભજીયા આંબલી ગોળ ની ખાટી મીઠી ચટણી સાથે પીરસો

Mix vegetable bhajiya recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya recipe in Gujarati

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable cutlet recipe in Gujarati

મિક્સ વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત | Mix vegetable batata poha recipe in Gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe in Gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | Fada lapsi recipe in Gujarati

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh recipe in Gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement