વ્રત સ્પેશિયલ ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh

કેસર બદામ દૂધ બનાવવાની રીત - kesar badam doodh recipe in Gujarati
Image – Youtube/Gapar Chapar
Advertisement

મિત્રો ઉપવાસ દરમ્યાન વારી ઘડી કંઈ ખાઈ ન શકીએ તેથી આજ અમે લાવ્યા છીએ વ્રત સ્પેશિયલ ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત,kesar badam doodh recipe in Gujarati

કેસર બદામ દૂધ બનાવવા જરૂરી સામગ્રી

  • ૧/૨  લિટર ફૂલ ક્રીમ વારું દૂધ
  • ૨૨ નંગ બદામ
  • ૭-૮ ચમચી પાણી
  • ૫ ચમચી ખાંડ
  • ૫-૬ કેસર ના તાંતણા
  • ૧/૪ ચમચી એલચી પાવડર

કેસર બદામ દૂધ બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ લઈ તેને ગેસ પર ગરમ કરો.

દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બદામ નો પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં બદામ લઈ તેમાં થોડું પાણી ઉમેરીને પીસી લો.

Advertisement

હવે દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં પીસેલી બદામ ની પેસ્ટ અને કેસર ના તાંતણા અને ખાંડ નાખી ને દૂધ ઘાટું થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો. વચ્ચે વચ્ચે દૂધ ને હલવતા રહેવું.

દૂધ ઘાટું થાય એટલે ગેસ બંધ કરવો.

હવે દૂધ થોડું ઠંડું થાય ત્યાં સુધી દૂધ ને હલાવી હલાવી ને ઠંડુ કરી ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દો. હવે જ્યારે પણ તમારે દૂધ પીવું હોય ત્યારે ગ્લાસ માં લઇ બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો.

તૈયાર છે મસ્ત કેસર બદામ દૂધ જે ફરાળ માં વારી ઘડી લાગતી ભૂખ લાગતી ઓછી કરી એનર્જી પૂરી પાડશે.

Kesar badam doodh recipe

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી બદામ હલવો બનાવવાની રીત | Faradi badam halwa recipe in Gujarati

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની રીત | શીખંડ બનાવવાની રીત | Shrikhand recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement