હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

healthy roasted potato recipe - સેકેલા બટાકા ઓવન વગર
Image - Youtube - CookingShooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર જે તમે ઘરે ખુબજ સરળતાથી બનાવી શકો છો ઓવન વગર,healthy roasted potato recipe in Gujarati without oven, સેકેલા બટાકા ઓવન વગર, roasted potato recipe in Gujarati.

Roasted potato recipe in Gujarati

સેકેલા બટાકા બનાવવા જરૂરી સામગ્રી

  • ૧૦-૧૫ નાના બટાકા
  • ૨-૩ માખણ
  • ૭-૮ લસણ ની કની
  • ૧-૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચી મિક્સ હરબસ
  • ૧ ચમચી ઓરેગાનો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ ચમચી ચોખા નો લોટ
  • ૧-૨ દાડી લીલા ધાણા ઝીણા સુધારેલા

Healthy roasted potato recipe

સેકેલા બટાકા બનવા સૌપ્રથમ બટાકા ને બરોબર પાણી માં ધોઈ તેના ૨-૩ સાઇઝ માં કટકા કરી લ્યો ત્યાર બાદ બટાકા ના કટકા ને એક વાસણ માં લઇ તેમાં ૨-૩ ગ્લાસ પાણી ને જરૂર મુજબ નું પાણી નાખી પેલા ૨-૫ મિનિટ ફૂલ તાપે ઢાંકણ ઢાંકી ચડાવો ત્યાર બાદ ૧૦ મિનિટ ધીમા તાપે ચડાવો,

હવે એક નાની કડાઈ ના લસણ ની કણી ને સાણસી વડે થોડી દબાવી ને લ્યો ને તેમાં માખણ નાખી લસણ ને ૩-૪ મિનિટ તરી લ્યો ને તરી લીધા પછી એક બાજુ મૂકી દયો.

Advertisement

હવે બટેકા ને પાણી માંથી કાઢી લઈ એક વાસણ માં લઇ તેમાં જરૂર મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિત્ઝા સિસનીગ, મિક્સ હબસ, લસણની કણી વાળુ માખણ ને લીલા ઘણા સુધારેલા  નાખી બરોબર મિક્સ કરી છેલ્તેલે માં ચોખા નો લોટ નાખી ફરી હલકા હાથે મિક્સ કરી લ્યો.

તૈયાર બટાકા માંથી લસણ ની કણી કાઢી લઈ  ને એર ફાર્યર માં મૂકી ૨૦૦ ડિગ્રી પર ૧૦ મિનિટ ચડાવો ત્યાર બાદ બારે કાઢી બરોબર હલાવી ને ફરી બટાકા માં બારે મૂકેલી લસણ ની કણી નાખી  ૮-૧૦  મિનિટ ચડાવો બરોબર ચડી જાય એટલે તેને ગરમ ગરમ પીરસો, Roasted potato recipe in Gujarati.

જો એર ફાયર ના હોય તો તેને તમે કડાઈ માં મીડીયમ તાપે સેકી ને પણ બનાવી સકો છો

રેસીપી વિડીયો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્ધી બાજરી ના ચમચમીયા રેસીપી.

હેલ્ધી લસૂની દાળ ખીચડી જે ઘર ના દરેક સભ્ય ને પસંદ આવશે.

ફરાળી સિંધી બટાકા ટૂંક અથવા તો તે સિંધી આલું ટુક રેસીપી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement