ગોળ કે ખાંડ વગર સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak banavani recipe

ગોળ કે ખાંડ વગર સિંગ પાક ની રેસીપી - sing pak banavani recipe in gujarati - ગોળ કે ખાંડ વગર સિંગ પાક ની રેસીપી - sing pak banavani rit
Image credit – Youtube/Quick Simple & Delicious
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Quick Simple & Delicious YouTube channel on YouTube આજે આપણે ગોળ કે ખાંડ વગર સિંગપાક બનાવવાની રીત – gol ke khand vagar sing pak banavani rit શીખીશું. આ સીંગપાક બનાવો તો ખૂબ સરળ છે સાથે ખાવામાં ટેસ્ટી અને હેલધી છે તો ચાલો જાણીએ sing pak banavani recipe in gujarati સિંગ પાક ની રેસીપી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ગોળ કે ખાંડ વગર સિંગપાક બનાવવા જરૂરી સામગ્રી | gol ke khand vagar sing pak banava jaruri samgri

  • શેકેલ ફોતરા વગરના સીંગદાણા અથવા  300 ગ્રામ
  • ખજૂર 2 કપ અથવા 450 ગ્રામ
  • શેકેલ સફેદ તલ 1 કપ અથવા 140 ગ્રામ
  • સફેદ ચોકલેટ / ડાર્ક ચોકલેટ (ચોકલેટ નાખવી ઓપ્શનલ છે)

ગોળ કે ખાંડ વગર સિંગપાક બનાવવાની રીત | sing pak banavani recipe in gujarati

ગોળ કે ખાંડ વગર સીંગપાક બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એને સાવ ઠંડા કરી એના ફોતરા કાઢી નાખો

હવે મિક્સર જાર કે ફૂડ પ્રોસેસર માં પ્લસ સાઈડ ફેરવી ને પીસી ને ઝીણો ભૂકો કરી લ્યો (મિક્સર રોકી રોકી ને હલાવવું ને ભૂકો કરવા સમયે એમાંથી તેલ અલગ ના થાય એ વાત નું ધ્યાન રાખવું) તૈયાર ભૂકા ને એક વાસણમાં કાઢી લ્યો

Advertisement

હવે જો ખજૂરમાં બીજ હોય તો એ કાઢી લ્યો ને ખજૂરના કટકા કરી મિકસરમાં પીસી ને પેસ્ટ બનાવી લ્યો પીસેલી ખજૂર ના પેસ્ટ ને સીંગદાણા ના ભૂકામાં નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લોટ જેમ ભેગુ કરી લ્યો

 (અહી આ મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં એક સરખું ફેલાવી પથરી એના પર શેકેલ સફેદ તલ છાંટી દબાવી ને કટકા કરી ને પણ તૈયાર કરી શકો છો)

હવે એક વાસણમાં શેકેલ સફેદ તલ રાખો ને તૈયાર સીંગ ના મિશ્રણ ના નાના ગોળ લાડવા  બનાવી લ્યો ને લડવા ને તલમાં નાખી ફેરવી તલ નું કોટીગ કરી લ્યો આમ બધા જ લાડવા ને કોટિંગ કરી તૈયાર કરો ત્યાર બાદ હથેળી થી દબાવી પેંડા જેવો આકાર આપી દયો ને વેલણ ના એક છેડા થી એમાં હોલ કરી લ્યો

હવે સફેદ ચોકલેટ કે ડાર્ક ચોકલેટ ને ગરમ પાણી ના વાસણ પર મૂકી ઓગળી લ્યો ને સીંગાપાક માં કરેલ હોલમાં નાખો ને ચોકલેટ ને ઠંડી થવા દયો  આ સીંગપાક ને તમે ફ્રીઝ માં પણ મૂકી શકો છો તો તૈયાર છે ગોળ કે ખાંડ વગર સીંગપાક

ગોળ કે ખાંડ વગર સિંગ પાક ની રેસીપી | sing pak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Quick Simple & Delicious ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

તીખી સેવ બનાવવાની રીત | tikhi sev recipe in gujarati | tikhi sev banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement