રાઘવદાસ લાડુ બનાવવાની રીત | Raghavdas ladoo banavani rit | Raghavdas ladoo recipe in gujarati

રાઘવદાસ લાડુ બનાવવાની રીત - Raghavdas ladoo banavani rit - Raghavdas ladoo recipe in gujarati
Image credit – Youtube/Cooking Time with Shraddha
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાઘવદાસ લાડુ બનાવવાની રીત – Raghavdas ladoo banavani rit શીખીશું, do subscribe Cooking Time with Shraddha YouTube channel on YouTube If you like the recipe , આ રાઘવદાસ લાડુ લાડુ ને નારણદાસ લાડુ અથવા સોજી નારિયળ ના લાડુ પણ કહેતા હોય છે આ લાડુ મહારાષ્ટ્ર માં ખૂબ જ પ્રખ્યાત છે જે આલગ અલગ વાર તહેવાર પર અને ઘરમાં નાના મોટા પ્રસંગમાં બનાવવામાં આવે છે આ લાડુ એક વખત તૈયાર કરી દસ પંદર દિવસ મજા લઈ શકાય છે તો ચાલો Raghavdas ladoo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાઘવદાસ લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • ઝીણી સોજી ½ કપ
  • તાજુ છીણેલું નારિયેળ 1 કપ
  • ખાંડ ¾ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • કાજુ ની કતરણ 1-2 ચમચી
  • બદામ ની કતરણ 1-2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • કીસમીસ 1-2 ચમચી
  • પાણી ½ કપ

રાઘવદાસ લાડુ બનાવવાની રીત | Raghavdas ladoo recipe in gujarati

રાઘવદાસ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળવા લાગે એટલે એમાં સાફ કરેલ ઝીણી સોજી નાખી મિડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો,

પાંચ સાત મિનિટ સોજી ને શેકતા સોજી નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે એમાં તાજુ નારિયળ છીણેલું નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો.

Advertisement

હવે બીજી કડાઈ માં ખાંડ અને પાણી લ્યો એને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ પર મૂકી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને ચાસણી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ચાસણી ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે સોજી નારિયળ નું મિશ્રણ ફરી ગેસ પર મૂકી ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી મિકસ કરી બે મિનિટ ધીમા તાપે શેકો,

ત્યાર બાદ એમાં તૈયાર કરેલ ચાસણી નાખો અને મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યો મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરવા મુકો.

મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા હોય એ સાઇઝ ના લાડુ બનાવી લ્યો ને ઉપર પિસ્તા ની કતરણ કે કીસમીસ મૂકી ગાર્નિશ કરી લ્યો ને મજા લ્યો રાઘવદાસ લાડુ.

Raghavdas ladoo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Time with Shraddha ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવાની રીત | Panjabi shaak ni safed greavy banavani rit

અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | aflatoon mithai banavani rit | aflatoon recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement