ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit

ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત - ghau na lot ni bread recipe - ghau na lot ni bread banavani rit - ghau na lot ni bread recipe in gujarati
Image credit – Youtube/Adiras kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Adiras kitchen YouTube channel on YouTube આજે આપણે ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત – ghau na lot ni bread banavani rit શીખીશું. આ બ્રેડ ઓવેન કે યીસ્ટ વગર ઘર ની સામગ્રી માંથી ghau na lot ni bread recipe in gujarati તૈયાર કરવાની સરળ રીત શીખીશું જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

ઘઉંના લોટની બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી | ghau na lot ni bread ingredients

  • ઘઉંનો લોટ 3 કપ
  • બેકિંગ પાઉડર 1 ½ ચમચી
  • બેકિંગ સોડા 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • દૂધ 500 એમ. એલ.
  • લીંબુનો રસ 2 ચમચી
  • તેલ 2-3 ચમચી

ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe in gujarati

ઘઉંના લોટની બ્રેડ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી મૂકો એમાં ઘઉનો લોટ અને બેકિંગ પાઉડર ને બેકિંગ સોડા નાખી ને ચારી લેવો ત્યાર બાદ એમાં ખાંડ ને મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે એક તપેલીમાં  નવશેકું દૂધ લ્યો એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો (અહી તમે છાસ કે દહી થી પણ લોટ બાંધી શકો છો) દૂધ ફાટે એટલે એમાં તેલ નાખી મિક્સ કરી લ્યો  ( અહી તમે તેલ ની જગ્યાએ માખણ કે ઘી નો ઉપયોગ કરી શકો છો)

Advertisement

ત્યારબાદ ઘઉંના કોરા મિશ્રણ માં દૂધ નું મિશ્રણ નાખી હાથ વડે અથવા ચમચા વડે બધું બરોબર મિક્સ કરી લ્યો ને લોટ ને ત્રણ ચાર ચમચી કોરો લોટ છાંટી ને ત્રણ ચાર મિનિટ સુધી મસળી લ્યો

હવે જેમાં બ્રેડ તૈયાર કરવાની છે એ વાસણ ને તેલથી ગ્રીસ કરો ને એમાં તૈયાર લોટ ને એક સરખો ફેલાવો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પ્ર બ્રેડ વાળુ વાસણ મૂકી ઢાંકી ને 35-40 મિનિટ સાવ ધીમા તાપે ચડવા દયો 40 મિનિટ પછી ટૂથ પિક થી ચેક કરી લ્યો જો ટૂથ પિક કોરી આવે તો બ્રેડ ચડી ગઈ છે ગેસ બંધ કરી નાખો

(તમે બ્રેડ નો મોલ્ડ ના હોય તો ગ્રીસ કરેલ વાટકામાં કે કેક ટીન માં કે પછી ઈડલી સ્ટેન્ડ કે પછી સિલ્વર ફૉઇલ થી બનેલ ટ્રે માં પણ બ્રેડ તૈયાર કરી શકો છો)

હવે બ્રેડ વાળુ વાસણ બહાર કાઢી પાંચ દસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર બાદ ચાકુ થી ચારે બાજુ ફેરવી લ્યો ને વાસણ ઊંધું કરી બ્રેડ બહાર કઢી લ્યો હવે બ્રેડ ને 25-30 મિનિટ ઠંડી થવા દયો ત્યાર બાદ એના કટકા કરી લ્યો

ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Adiras kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત | makai na bhajiya banavani rit | makai pakoda recipe in gujarati

પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit | palak na pudla recipe in gujarati

તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala recipe in gujarati | tandoori masalo banavani rit gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banava ni rit

ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | fada lapsi recipe in gujarati

જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati

માવા ના ગુજીયા બનાવવાની રીત | મીઠા ઘૂઘરા બનાવવાની રીત | mava na gujiya banavani rit | mitha ghughra banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement