મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda banavani rit

મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત - methi na cheese stuffed pakoda banavani rit - methi na cheese stuffed pakoda recipe in gujarati
Image credit – Youtube/Poonam's Veg Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube આજે આપણે મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત – methi na cheese stuffed pakoda banavani rit શીખીશું. વરસાદ માં પકોડા ખાવા બધાને ખુબ ગમતા હોય છે અને  પકોડા જો ચીઝ ની સ્ટફિંગ વાળા હોય તો ખૂબ મજા આવતી હોય છે તો ચાલો methi na cheese stuffed pakoda recipe in gujarati શીખીએ.

મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • સ્ટફિંગ માટેની સામગ્રી
  • છીણેલું પનીર ½ કપ
  • છીણેલું ચીઝ ½ કપ
  • કેપ્સીકમ ઝીણા સમારેલા ¼ કપ (લાલ, પીળું ને લીલું કેપ્સીકમ માંથી જે તમારા પાસે હોય એ લઈ શકો)
  • લીલા મરચા ઝીણા સુધારેલા 1-2
  • આમચૂર પાઉડર ½ ચમચી / ચાર્ટ મસાલો ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • મકાઈ દાણા બાફેલ ¼ કપ

પકોડા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • મેથી સુધારેલ 1 કપ
  • આખા સૂકા દાણા 1 ચમચી
  • મરી ½ ચમચી
  • લીલા મરચાની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • લીંબુનો રસ ½ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda recipe in gujarati

મેથીના ચીઝ સ્ટફડ પકોડા નું સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં છીણેલું ચીઝ અને છીણેલું પનીર નાખો એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નાખો સાથે જો મકાઈના દાણા નાખવા હોય તો ક્રશ કરી ને નાખો હવે એમાં આમચૂર પાઉડર / ચાર્ટ મસાલા પાઉડર, ચીલી ફ્લેક્સ, લીલા મરચા ઝીણા સુધારેલ અને  સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના નાના નાના ગોળા બનાવી લ્યો.

પકોડા નું મિશ્રણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી થી ચારી લ્યો ત્યાર બાદ એમાં મેથી સાફ કરી ધોઈ ને નિતારી ને નાખો હવે એમાં આદુ ની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આખા ધાણા ને મરી ને અધ કચરા ફૂટી ને નાખો અને અજમાં ને હાથ થી મસળી ને નાખી દયો સાથે મીઠું ને જરૂર મુજબ પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે અમે બેકિંગ સોડા ને લીંબુનો રસ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ થોડુ ઘટ્ટ  રહેવા દેવું જેથી સ્ટફિંગ પ્ર કોતીગ બરોબર થાય

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સ્ટફિંગ બોલ ને પકોડા ના મિશ્રણ નાખી ચમચા થી કે હળવા હાથે બોળી ને તેલ માં નાખતા જાઓ

પકોડા ને તેલ માં બે મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લેવા ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો પકોડા ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજા પકોડા ને તરવા નાખો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મેથીના ચીઝ સ્ટફડ પકોડા.

methi na cheese stuffed pakoda banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચાર્ટ ચટણી બનાવવાની રીત | chaat chutney banavani rit | chaat chutney recipe in gujarati

પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai banavani rit | parwal ni mithai recipe in gujarati

મેંગો સુજી કેક બનાવવાની રીત | mango suiji cake banavani rit | mango suji cake recipe in gujarati

પ્રોટીન સલાડ બનાવવાની રીત | protein salad banavani rit | protein salad recipe in gujarati

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati

બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit | besan na pudla recipe in gujarati

બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement