
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે પ્રોટીન સલાડ બનાવવાની રીત શીખીશું. આ સલાડ ને તમે જમવા સાથે કે પછી તમને વજન ઘટાડવા માટે કોઈ ડાયટ કરતા હો તો એમાં પણ ખાઈ સકો છો તો ચાલો જોઈએ protein salad banavani rit gujarati ma, protein salad recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
પ્રોટીન સલાડ બનાવવા જરૂરી સામગ્રી | protein salad recipe ingredients
- ફણગાવેલ ચણા 1 કપ
- ફણગાવેલ મગ ½ કપ
- પનીરમાં કટકા ½ કપ
- ડુંગળી 1 ઝીણી સુધારેલી
- ટમેટા 2 નાના ઝીણા સુધારેલા
- શેકેલા સીંગદાણા 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- કાચી કેરી ના કટકા 2-3 ચમચી (ઓપ્શનલ છે)
- લીંબુનો રસ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
protein salad recipe in gujarati | protein salad banavani rit gujarati ma
પ્રોટીન સલાડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા લ્યો એને એક બે પાણી થી ધોઇ ને એક બે ગ્લાસ પાણી માં પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મગ ને પણ એક બે પાણી થી ધોઇ એક ગ્લાસ પાણીમાં પાંચ છ કલાક સુધી પલાળી રાખો
છ કલાક પછી ચણાનું પાણી નિતારી ને કોટન ના કપડામાં મૂકી બાંધી ને પોટલી બનાવી તપેલીમાં મૂકી ઢાંકી નાખી ને 10-12 કલાક સુંધી ફણગાવવા મૂકો ને વચ્ચે બે બે કલાકે એના પર થોડો પાણીનો છટકારો કરવો
એમ મગ નું પાણી નિતારી કોટન ના કપડામાં મૂકી પોટલી વારી તપેલીમાં મૂકો ને ઢાંકી નાખી ને 10-12 કલાક સુધી ફણગાવવા મૂકો
ચણા ને મગ ફણગી જાય એટલે એન તમે એર ટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં 4-5 દિવસ સ્ટોર પણ કરી જરૂર મુજબ વાપરી શકો છો
હવે એક મોટી તપેલી માં ફણગાવેલ ચણા ને મગ લ્યો એમાં પનીરના ટુકડા, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, ડુંગળી , ટમેટા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર , શેકેલા સીંગદાણા, કાચી કેરી ના કટકા, સંચળ, મીઠું સ્વાદ મુજબ ને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે પ્રોટીન સલાડ
પ્રોટીન સલાડ બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati
પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati
કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati
પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati
ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે