ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni instant vefar banavani rit

ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત - બટાકાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવાની રીત - bataka ni instant vefar banavani rit - bataka ni instant vefar recipe in gujarati
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube આજે આપણે બટાકાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવાની રીત – bataka ni instant vefar banavani rit શીખીશું. બટેકા ની વેફર ની સૂકમની કરી ને તરી ને તો આપણે વેફર બનવતા જ હોઈએ છીએ પણ આજ આપણે બજાર માં મળતી વેફર ઘરે કોઈ પણ પ્રકાર ની સુક્મની વગર ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni instant vefar recipe in gujarati શીખીએ જેને બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | bataka ni vefar banava jaruri samgri

  • બટાકા 1 કિલો
  • તરવા માટે તેલ
  • ફરાળી મીઠું
  • પાણી
  • વેફર મશીન

ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni instant vefar recipe in gujarati

સૌ પ્રથમ બટાકા ને પાણી માં પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને સાફ કરી લ્યો

હવે એની છાલ ની છોલી લ્યો ને છીલેલા બટકા ને પાણી મા નાખી દયો જેથી બટકા કાળા ના પડે

Advertisement

ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો અને એક વાટકામાં એક કપ  પાણી લ્યો એમાં એક ચમચી ફરાળી મીઠું નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે વેફર મશીન માં એક બટેકા ને વેફર થી થોડું જાડું રહે એમ ઘસી ને વેફર બનાવી લ્યો ને તૈયાર કાચી વેફર ને પાણી મા નાખી દયો હવે એક જાડું કપડા પર પાણી માં મૂકેલ બટેકા નું પાણી નિતારી બટેકા ની વેફર ને જાડા કપડા પર મૂકી કોરી કરી લ્યો

આમ એક બટેકાની વેફર ને કોરી કરી તરો એ તરાઇ ત્યાં સુંધી બીજી બટેકા ની વેફર કરો એને પાણી માં નાખો ને પાણી માંથી કાઢી કપડા પર કોરી કરો આમ એક એક બટેકા ની વેફર બનાવતા જાઓ ને તરતા જાઓ

તેલ ગરમ થાય એટલે કોરી કરેલી વેફર ને એમાં એક એક કરી નાખો ને એક મિનિટ પછી એમાં એ થી દોઢ ચમચી ફરાળી મીઠા વાળુ પાણી નાખી જારા થી હલાવી દયો ને પાંચ થી સાત મિનિટ ફૂલ તાપે હલાવતા રહી તરી લેવી

વેફર બરોબર તરી લીધા બાદ એને બહાર કાઢી લ્યો એક સાથે એક થી વધારે બટેકા ની વેફર ના નાખવી નહિતર તેલ નું તાપમાન ઓછું થઈ જસે અને વેફર ક્રિસ્પી નહિ બને

ફરી તેલ થોડુ તપવા દયો ને  તેલ તપી જાય એટલે એમાં બીજા બટેકા ની વેફર નાખો ને એમાં પણ એક ચમચી મીઠા વાળુ પાણી નાખી ને તરી લ્યો આમ બધી વેફર તરી ને તૈયાર કરો

વેફર પર તમે માત્ર ફરાળી મીઠું છાંટી ને ખાઈ શકો છો અથવા એના પર મરી પાઉડર કે બીજા મસાલા જેમકે ટમેટા પાઉડર કે ફુદીના પાઉડર છાંટી ને પણ ખાઈ શકો છો.

બટાકાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવાની રીત | bataka ni instant vefar banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement