ટેસ્ટી પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit

પાપડ ચવાણું બનાવવાની રીત - papad nu chavanu banavani rit
Image – Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે  ટેસ્ટી પાપડ ચવાણું બનાવવાની રીત શીખીશું જે  ખંભાત મા ખુબજ પ્રચલિત છે, papad nu chavanu banavani rit.

ટેસ્ટી પાપડ ચવાણું બનાવવાની રીત

 પાપડ ચવાણું બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

 • પાપડ ઓછો મરી વાળા ૮-૧૦ નંગ
 • મમરા ૩-૪ કપ
 • તેલ ૩-૪ ચમચી
 • હળદર ૧ ચમચી
 • જીની સેવ ૨ કપ
 • સ્વાદ મુજબ મીઠું
 • ખાંડ ૨-૩ ચમચી
 • લાલ મરચું ૨ ચમચી
 • હિંગ પા ચમચી
 • સેટ્રિક એસિડ(લીંબુ ના ફૂલ) ૨-૩ ચપટી(ઓપ્શનલ)/ આમચૂર પાઉડર
 • તેલ તરવા માટે

Papad nu chavanu banavani rit.

પાપડ ચવાણું બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને બધા પાપડ તરી લયો ને એક બાજુ મૂકો

હવે એક જાડા તરીયા વાળા વાસણ માં ગેસ પ્ર મમરા ને ધીમા તાપે ૪-૫ મિનિટ સેકો,

Advertisement

ત્યાર બાદ મમરા ને બીજા વાસણ માં કાઢો ને એજ કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી હળદર નાખી તેમાં મમરા નાખી ધીમા તાપે ૨-૩ મિનિટ સેકો,

પછી બાદ ગેસ બંધ કરી ને કડાઈ ગેસ પર થી ઉતારી તેમાં તરેલા પાપડ નો ભૂકો કરી તેમાં નાખો ત્યાંર બાદ તેમાં સેવ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો,

હવે તેમાં ૨-૩ ચમચી લાલ મરચાનો પાઉડર નાખો

હવે એક વઘરીયા માં ૧-૨ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ ને પા ચમચી હળદર નાખી ગેસ બંધ કરો,

તૈયાર કરેલ વઘાર ને મમરા પાપડ વાળા મિશ્રણ માં નાખી બધું બરોબર મિક્સ કરો ને મિશ્રણ એક દમ ઠંડુ થાય પછી તેમાં લીંબુ ના ફૂલ/ આમચૂર પાઉડર ને ખાંડ નો ભૂકો નાખી બધું બરોબર મિક્સ કરો ને તૈયાર છે પાપડ ચવાણું.

પાપડ ચવાણું બનાવવાની રીત

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો- testy Snack

ટેસ્ટી ઘઉં ની બનાના કેક | Banana wheat cake recipe

ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi recipe

ક્રીશ્પી કુરકુરે બનાવવાની સરળ રીત | Kurkure recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement