ખસખસ નું સેવન કરી મેળવો ૨૦ થી વધુ સમસ્યા મા ફાયદો – khaskhas na fayda

khaskhas health benefits in Gujarati - ખસખસ ખાવાના ફાયદા - khaskhas na fayda – ખસખસ ના ફાયદા
Advertisement

આપણા ભારત માં અલગ અલગ પ્રકાર ના વ્યંજનો પ્રખ્યાત છે.પછી ભલે એ ખાદ્ય હોય કે સજાવટી હોય. આ વ્યંજનો ફક્ત આપનું પેટ જ નથી ભરતા પણ સાથે સાથે એનો આયુર્વેદિક રીતે પણ ઉપયોગ અને મહત્વ હોય છે. આજે અમે તમને ખસખસ વિશે કેટલીક માહિતી આપીશું, ખસખસ ના ફાયદા, ખસખસ ખાવાના ફાયદા, khaskhas na fayda , khaskhas health benefits in Gujarati

khaskhas na fayda – ખસખસ ના ફાયદા

“ખસખસ “  ખસખસ એ એક એવી વસ્તુ છે જે ખાલી ભોજન માં જ નથી વપરાતી પરંતુ અમુક દવાઈ માં પણ કામ લાગે છે. આજ ના લેખ માં અમે તમને ખસખસ કઈ રીતે આપણી શારીરિક સમસ્યાઓ ને દૂર કરે છે

એના અલગ અલગ રીતો વિષે તો જણાવશું  જ તેની સાથે તેનો ઉપયોગ કેવીરીતે કરવો, કેટલા પ્રમાણ માં કરવો, તેના ફાયદા, તથા થોડાઘણા નુકસાન વિષે જણાવીશું. પરંતુ એનાથી પહેલા આવો ખસખસ વિષે થોડી મહત્વ ની જાણકારી મેળવી લઈએ.

Advertisement

શું છે ખસખસ ?

ખસખસ એક પ્રકાર નું બીજડાં જેવું હોય છે. જેને અંગ્રેજી માં પોપી સીડ્સ થી ઓળખવામાં આવે છે. પોપી નામ ના ઝાડ માંથી તેને મેળવવામાં આવે છે તેમજ ૩ પ્રકારો પણ છે

લીલા રંગ ની ખસખસ :- આને આપણે યુરોપીય ખસખસ થી ઓળખી શકીએ છે. કારણ કે આનો વધારે પડતો ઉપયોગ બ્રેડ માં, સ્વીટ, અને ચોકલેટ માં થાય છે.

સફેદ ખસખસ :-  ભારત માં આનો ઉપયોગ વધારે થતો હોવાથી તેને ભારતીય ખસખસ ના નામ થી ઓળખવામાં આવે છે.

બીજું એક કારણ એ પણ છે કે આપણે ભારતીયો ખાવા ના શોખીન હોઈએ છીએ અને આ ખસખસ નો આપણે સૌથી વધારે ઉપયોગ અલગ અલગ પ્રકાર ના વ્યંજન બનાવવા માં કરતા હોઈએ છીએ.

ઓરિએન્ટલ ખસખસ :- આને ઓપિયમ પોપી પણ કહેવાય છે.         

khaskhas health benefits in Gujarati

શરીર માટે ખસખસ ના ફાયદા ખુબ જ છે. ખસખસ કબજિયાત ને દૂર કરવામાં મદદ કરે છે. નાના નાના બીજડા જેવો આ પદાર્થ કેલેરી, પ્રોટીન,ફેટ, ફાઈબર, કેલ્શિયમ, અને લોહતત્વ થી ભરપુર છે.ત્વચા ને લગતી સમસ્યાઓ માં તથા વાળ ને લગતી સમસ્યા માં પણ ખસખસ નો ઉપયોગ કરવામાં આવે છે.

ત્વચા ને સાફ કરે છે:-

બે ચમચી ખસખસ ને ચાર ચમચી દહીં સાથે મિક્ષ કરી ને ચહેરા પર રગડી ને મસાજ કરો. આ પેસ્ટ સ્ક્રબ નું કામ કરશે. અને ત્વચા ને સાફ કરી ને ગ્લોઈંગ બનાવશે,ખસખસ ખાવાના ફાયદા.

દ્રષ્ટિ માં સુધારો કરે છે :-

ખસખસ માં ઝીંક નું પ્રમાણ વધારે હોય છે. વધતી ઉમર ની સાથે સાથે આપની નજર પણ કમજોર થતી જાય છે. ત્યારે આપણે ઝીંક થી ભરપુર આ ખસખસ નું સેવન કરીએ તો નેત્રરોગો થી બચી શકીએ છીએ.

મગજ ને તેજ બનાવે છે :-

મગજ ના વિકાસ માટે પણ ખસખસ ના લાભ ઓછા નથી. ખસખસ માં રહેલા કેલ્શિયમ, આયરન, અને કોપેર જેવા પોશક તત્વો મગજ ને તેજ બનાવામાં ખુબ જ ઉપયોગી સાબિત થયા છે. ખસખસ માં રહેલું કેલ્શિયમ, ન્યુરોનલ ફંક્શન ને સંતુલિત રાખે છે, અને યાદશક્તિ વધારવાનું કામ કરે છે.

પથરી ના ઈલાજ માટે પણ ઉપયોગી :-

પથરી થી પરેશાન વ્યક્તિઓ માટે ખસખસ ખુબ જ લાભકારી નીવડી શકે છે. કારણ કે અમુક શોધખોળ માં જાણવા મળ્યું છે કે વધારે પડતું  કેલ્શિયમ  નું પ્રમાણ શરીર માં પથરી થવાની સંભાવના વધારી દે છે. તેવામાં ખસખસ નો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની માત્રા શરીર માં જળવાઈ રહે છે. અને પથરી થવાની સંભાવના ઘટી જાય છે.

થાઈરોઈડ માં લાભકારક :-

ખસખસ મા રહેલું સેલેનીયમ થાઈરોઈડ ફંકશન ને સારું થવા માં મદદ કરે છે.જેનાથી હાઈપો અને હાઈપર થાઈરોઈડ ના લક્ષણ ને સમાપ્ત કરે છે.

અનિંદ્રા ની સમસ્યા મા ફાયદાકારક :-

અનિદ્રા થી પરેશાન વ્યક્તિ ખસખસ નો ઉપયોગ કરી શકે છે. આદિકાળ થી ખસખસ નો ઉપયોગ અનિદ્રા ની સમસ્યા ને દૂર કરવામાટે થાય છે. બાજાર માં મળતી ખસખસ એક્દુમ સાફ કરેલી હોય છે, એટલે કે અફીણમુક્ત હોય છે.એટલે તમે એનો સીધો જ ઉપયોગ કરી શકો છો.

ખસખસ ના ફાયદા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે :-

ખસખસ માં રહેલા ઝીંક અને આયરન તમારી રોગપ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે. આયરન તમારા શરીર માં ઓક્સીજન પૂરી પડવાની ક્ષમતા માં મદદ કરે છે. જ્યાં ઝીંક નવા કોષ બનાવામાં અને તેની વૃદ્ધી માં મદદ કરે છે.

હાડકા મજબૂત બનાવે છે – khaskhas na fayda :

ખસખસ કેલ્શિયમ, કોપર, અને ઝીંક જેવા પોશાક તત્વો થી ભરપુર હોય છે. તેથી આપણે ખસખસ નો ઉપયોગ હાડકા ને લગતી બીમારિયો માં કરી શકીએ છીએ.ખસખસ હાડકા ને મજબૂત બનાવવા નું કામ કરે છે,khaskhas na fayda.

નાના બાળકો ને પણ જો ખસખસ આપવામાં આવે તો તેના હાડકા મજબૂત થાય છે અને તેના વિકાસ માં મદદરૂપ બને છે. કહેવામાં આવે છે કે મજબૂત હાડકા માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ  બન્ને ની માત્રા આપના શરીર માં હોવી જરૂરી છે. ખસખસ આ બન્ને  તત્વો થી ભરપૂર હોય છે.

મોઢા માં પડતા ચાંદા ની સમસ્યામા :-

મોઢા ના ચાંદા નાના થી લઇ ને મોટા દરેક વ્યક્તિ ને પરેશાન કરે છે. જેના કારણે ખાવામાં, દાંત સાફ કરવામાં પાણી પીવામાં પણ તકલીફ થતી હોયછે. ખસખસ ની તાસીર ઠંડી હોવાને કારણે તે પેટ ની ગરમી ને જલ્દી દૂર કરે છે. અને ચાંદા માં રાહત અપાવે છે.

હૃદય માટે પણ ફાયદાકારક છે :-

ખસખસ ડાયટ્રી ફાઈબેર થી ભરપૂર હોય છે. જે કોલેસ્ટ્રોલ ના સ્તરને ઓછુ કરે છે. એક અધ્યયન મુજબ ભોજન માં જો આપને ખસખસ ના તેલ નો ઉપયોગ કરીએ તો કોલેસ્ટ્રોલ  ની માત્રા ને ઘટાડી શકીએ છીએ. આના પર થી તો એમ કહી શકાય કે જો આપને આપના રોજીંદા આહાર માં ખસખસ ના તેલ નો ઉપયોગ વધારી દઈએ તો હૃદય ને સ્વસ્થ રાખી શકીએ છીએ.

ખોળા ને પણ દૂર કરે છે :-

એક ચમચી પલાળેલી ખસખસ ને બે ચમચી દહીં અને અડધી ચમચી સફેદ મરી સાથે પીસી ને સારી એવી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને વાળ ની પાથીએ પાથીએ નાખો. અડધા કલાક પછી શેમ્પૂ કરો. સારા પરિણામ માટે અઠવાડિયા માં બે વખત ઉપયોગ કરી શકો છો.

પાચનશક્તિ વધારે છે :-

પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ ને દૂર કરવામાં ખસખસ નો ઉપયોગ કરી શકાય છે. ખસખસ માં ફાઈબર ભરપુર માત્રા માં હોય છે.નિયમિત રીતે જો તેનું સેવન કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે.

ડાયાબીટીસ મા ફાયદાકારક – khaskhas na fayda :-

મધુમેહ થી પીડાતી વ્યક્તિ ખસખસ નું સેવન કરી શકે છે. ખસખસ ફાઈબર થી ભરપુર હોય છે, જે TYPE ૨ ડાયાબીટીસમાં સારું એવું કામ કરે છે. ખસખસ માં મેગ્નેશિયમ પણ ભરપુર હોય છે. કહેવામાં આવે છે કે મેગ્નેશિયમ ની ઉણપ ના કારણે ડાયાબીટીસ થવાનો ખતરો વધી જાય છે.ત્યારે ખસખસ નો ઉપયોગ કરવો તમારા માટે લાભદાયક નીવડી શકે છે.

ત્વચા ને નમી પૂરી પડે છે :-

૨ ચમચી ખસખસ ને ૧/૪ કપ દૂધ માં મિલાવી ને સારી રીતે પેસ્ટ બનાવી લ્યો. ધ્યાન રાખો કે પેસ્ટ ચીકણી થાય ત્યાં સુધી પીસવી અને પીસેલી ખસ ખસ દસ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી અને ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ નાખવું,khaskhas na fayda.

શરીર નું તાપમાન વધારવા મદદ કરેછે :-

ખસખસ ની તાસીર ભલે ઠંડી હોય પરંતુ તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ જેવા પદાર્થ તમારા શરીર નું તાપમાન વધારવા માં ખુબ જ મદદ કરે છે. આપણા શરીર માં જરૂરી ઉર્જા અને તેના સંતુલન માટે તમે ખસખસ નું સેવન કરી શકો છો,ખસખસ ખાવાના ફાયદા.

કબજિયાત ની સમસ્યા મા ફાયદાકારક – khaskhas na fayda :-

કબજિયાત જેવી જટિલ સમસ્યા ને દૂર કરવા માટે ખસખસ ખાવામાં આવે છે. ખસખસ ફાઈબર થી ભરપુર હોય છે. અને આપણા પાચનતંત્ર ને સક્રિય રાખવા માટેનું સૌથી અગત્ય નું તત્વ ફાઈબર છે. જે આપણને ખસખસ માંથી મળી રહે છે. ફાઈબર સ્ટુલ ને મુલાયમ બનાવે છે, અને મળત્યાગ કરવામાં મદદ કરે છે.

સ્વાછોસ્વાસ ની પ્રકિયા માટે :-

ખસખસ માં રહેલું ઝીંક અહિયાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. શ્વાસનળી માં થયેલા સોજા ને દૂર કરે છે. ફેફસાં ની તંદુરસ્તી માટે ઝીંક ને મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. જે અસ્થમા ના ઈલાજ માં કરગર નીવડે છે, ખસખસ ના ફાયદા.

દર્દ નિવારક :-

કોઈ પણ પ્રકાર ના દર્દ નિવારક માટે ખસખસ નો ઉપયોગ કરવામાં આવે છે. ખસખસ આપના શરીર ની નર્વસ સીસ્ટમ ને જાગૃત કરે છે. અને નર્વસ સીસ્ટમ માંથી મળતા pain signal ને જાગૃત કરી ને દર્દ માંથી તરત જ છુટકારો આપે છે,khaskhas na fayda

વાળ નો વિકાસ કરે છે, વાળ ઉતરતા બંધ થાય છે :-

આપને જાણીને નવાઈ લાગે કે આ નાના નાના બીજ શું કામ કરતા હશે વાળ ની સમસ્યા માં? પણ હા ખસખસ નો ઉપયોગ તમે વાળ ને લગતી સમસ્યા માં કરી શકો છો. ખસખસ વિટામીન ઈ થી ભરપુર હોય છે. તેથી તેમાં વાળ ને ખરતા અટકાવ નો ગુણ સમાયેલો છે.

તમારે ખસખસ ની પેસ્ટ બનાવી ને વાળ માં લાગવાની છે બસ. પેસ્ટ બનવા માટે ૧/૪ કપ નાળીયેર ના દૂધ માં એક નાની ચમચી ડુંગળી ની પેસ્ટ મિક્ષ કરી તેમાં ૨ ચમચી ખસખસ નાખી ને એકાદ કલાક સુધી પાલડી રાખો.

પછી સારી એવી પેસ્ટ બનાવી ને વાળ ની પાથીએ પાથીએ નાખીને એક કલાક સુધી વાળ માં રહેવા દો. અને પછી કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂ થી વાળ ધોઈ નાખો. આ નુસખો અજમાવા થી વાળ ના ગ્રોથ માં વધારો થાય છે. આનો ઉપયોગ તમે અઠવાડિયા માં બે થી ત્રણ વખત કરી શકો છો.

ખરજવું અને સોજા :-

ખસખસ લીનોલીક એસીડ થી ભરપુર હોય છે. જે એસીડ ખરજવું અને સોજા ને દૂર કરે છે.

તેના માટે તમારે ૨ થી ૩ ચમચી ખસખસ લઇ તેને ત્રણ થી ચાર કલાક પાણી માં પલાળો.ત્યાર બાદ મીક્ષર માં ક્રશ કરી ને તેમાં અડધી ચમચી લીમ્બૂ નો રસ નાખી ને પ્રભાવિત જગ્યા એ લા પેસ્ટ લગાવવી.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

વાંચો એસીડીટી થવાના કારણો અને એસીડીટી દુર કરવાના ૧૩ ઘરગથ્થું ઉપચાર

માથા નો ખોડો દુર કરવાના 13 અલગ અલગ ઘરગથ્થું ઉપાય

આ રીતે ફક્ત ગરમ પાણી પી ને આવી રીતે ઘટાડીએ વજન

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય

અપનાવો આ ઘરગથ્થું ઉપાય અને મેળવો ચશ્મા ના નબર થી છુટકારો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

Advertisement