રેસ્ટોરેન્ટ જેવી ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy banavani rit

રેસ્ટોરેન્ટ જેવી ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત - Tameta ni greavy banavani rit - Tameta ni greavy recipe in gujarati - ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પંજાબી શાક માટેના ટમેટા ગ્રેવી બનાવવાની રીત શીખીશું, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , આ ટમેટા ગ્રેવી ને તમે એક વખત બનાવી મહિના સુંધી વાપરી શકો છો ને તમે આ ટમેટા ગ્રેવી કોઈ પણ ગુજરતી શાક, પંજાબી શાક કે કોઈ પણ ગ્રેવી વાળા શાક ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને આ ટમેટા ગ્રેવી તમે ચોખાઇ થી બનાવી ફરાળી વાનગી બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો જાણીએ ટમેટા ગ્રેવી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ટામેટા ની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી

  • ટમેટા 1 કિલો
  • મીઠું સ્વાદ મુજબ

ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy recipe in gujarati

ટમેટા ગ્રેવી બનાવવા સૌપ્રથમ સારા, તાજા ફ્રેશ ને મોટા મોટા ગર્ભ વાળા લાલ ટમેટા વાપરવા માટે લેવા ત્યાર બાદ ટમેટા ને પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી એના મોટા મોટા કટકા કરી લ્યો હવે તૈયાર કરેલ કટકા ને મિક્સર જાર માં નાખી ત્રણ ચાર વખત પીસી ને પ્યુરી કરી લ્યો

હવે પીસેલા ટમેટા ને ચારણીથી ચાળી લ્યો અને પીસેલા ટમેટા ને એક કડાઈ માં નાખો ને ગેસ ચાલુ કરી ટમેટા ને ચડાવ મૂકો ટમેટા થોડા ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ને ધીમો કરી ટમેટા ને ચડાવી લ્યો  ( જો તમે ઈચ્છા હોય તો ડુંગળી ને લસણ ની કણી ટમેટા સાથે નાખી દર દરા પીસી લેવા )

Advertisement

થોડી થોડી વારે હલાવતા રહો ને ગ્રેવી બરોબર ચડી ને ઘટ્ટ થાય એટલે સુંધી ચડાવી લ્યો અને ગ્રેવી ચડવા આવે એટલે ગ્રેવી માંથી પાણી સુકાઈ  જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી  ગ્રેવી ને ઠંડી થવા દયો

ગ્રેવી બિલકુલ ઠંડી થાય એટલે એને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રીઝ માં કે બહાર મૂકી દયો ફ્રીઝ માં મૂકશો તો ગ્રેવી લાંબો સમય રાખી શકો છો તો જ્યારે પણ ગ્રેવી વાળુ શાક બનાવવું હોય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરો

અથવા આઈસ ટ્રે માં તૈયાર ગ્રેવી નાખો ને ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ને જામી જાય એટલે દી મોલ્ડ કરી બરણી માં ભરી ફ્રીઝર માં મૂકી જ્યારે ને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કાઢી ને વાપરો તો તૈયાર છે ટમેટા ગ્રેવી.

Tameta ni greavy banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe

જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement