ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe

ફરાળી ઢોસા બનાવવાની રીત - farali dosa banavani rit - farali dosa recipe in gujarati
Image credit – Youtube/bharatzkitchen HINDI
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મસાલા ઢોસા બનાવવાની રીત – farali dosa banavani rit શીખીશું, do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube If you like the recipe , અહી અમે ઢોસા માટેનું એક પ્રીમિક્સ બનાવેલા છે જે એક વખત તૈયાર કરી લીધા બાદ ડબ્બા માં ભરી લ્યો ને જ્યારે પણ ફરાળી વાનગી બનાવી હોય ત્યારે દસ મિનિટ પલાડી ને ઢોસા, ઢોકળા, અપમ બનાવી શકો છો પણ આજ તો આપણે એ મિશ્રણ માંથી ઢોસા બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ ફરાળી ઢોસા બનાવવાની રીત – farali dosa recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • સામો 1 કપ
  • સાબુદાણા 4 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

ઢોસા સાથે બટાકા નો ફરાળી મસાલો બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 1-2
  • લીલા મરચા સુધારેલા 1-2
  • જીરું 1 ચમચી
  • સીંગદાણા અધ કચરા પીસેલા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી 2 ચમચી

ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa recipe in gujarati

સૌ પ્રથમ આપણે ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઢોસા સાથે બટાકા નો ફરાળી મસાલો બનાવવાની રીત શીખીશું

ઢોસા નું મિશ્રણ બનાવવાની રીત

ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરી ને સામો, સાબુદાણા, ખાંડ  નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એમાં મરી પાઉડર અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો (અહી એક વાટકી લોટ માં બે વાટકી પાણી નાખવું એટલે કે ડબલ પાણી નાખવું )

Advertisement

ઢોસા સાથે બટાકા નો ફરાળી મસાલો બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરવા મૂકો ઘી /તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મરચા અને આદુ પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ,

હવે એમાં શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા નાખો સાથે બાફી ને રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો,

 ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે બટાકા નો ફરાળી મસાલો.

ઢોસા બનાવવાની રીત

તૈયાર કરેલ મિશ્રણ ને પંદર વીસ મિનિટ પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં અડધી ચમચી તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ઢોસા ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી ને ગરમ તવી પર ફેલાવી નાખો ઢોસો ચડવા આવે એટલે એના પર એકાદ ચમચી તેલ (જરૂર મુજબ તેલ ) નાખી ગોલ્ડન શેકી લ્યો.

આમ એક એક ઢોસા ને તૈયાર કરી લ્યો અને તૈયાર ઢોસા ને ફરાળી બટાકા ના મસાલા સાથે સર્વ કરો ફરાળી મસાલા ઢોસા.

farali dosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બેલ નો મુરબ્બો બનાવવાની રીત | Bel no murrabo banavani rit

રશિયન સલાડ બનાવવાની રીત | Russian Salad banavani rit

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement