ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

ડુંગળી ની ચટણી બનાવવાની રીત - dungri ni chutney banavani rit - dungri ni chutney recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ની ચટણી બનાવવાની રીત  – dungri ni chutney banavani rit શીખીશું. do subscribe Nirmla Nehra YouTube channel on YouTube  If you like the recipe આ ચટણી તમે રોટલી, પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો ને જે ખાવા માં તીખી ખાટી એમ ચટપટી લાગશે ને એક વખત બનાવી લીધા બાદ પંદર દિવસ સુંધી ખાઈ શકો છો તો ચાલો dungri ni chutney recipe in gujarati શીખીએ.

ડુંગળી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી 4-5
  • લસણ ની કણી 8–10
  • જીરું 1 +1 ચમચી
  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મંગરોડા ¼ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 4-5
  • તેલ ¼ + ⅛ કપ
  • રાઈ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • બીજ કાઢેલ આંબલી  2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney recipe in gujarati

ડુંગળી ની ચટણી બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી પાણી થી ધોઈ કોરી કરી લ્યો ને ચાકુ થી કાપી બે ભાગ કરી લાંબી લાંબી સુધારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી નાખો અને લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

Advertisement

ડુંગળી ચડવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સાફ કરેલ આંબલી નાખો અથવા આમચૂર પાઉડર નાખી મિક્સ કરી નાખો અને ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો

હવે બીજી કડાઈ માં આખા ધાણા, કાચી વરિયાળી અને જીરું નાખી ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી શકો ને છેલ્લે ગેસ બંધ કરી એમાં મેથીદાણા નાખી હલાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા કરવા મૂકો

મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો મસાલા પીસાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં શેકી રાખેલ ડુંગળી નાખી ને પીસી લ્યો હવે.

ત્યારબાદ બીજો વઘાર આપવા માટે ફરી એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ,અડદ દાળ મંગરેલા, લાલ મરચાનો પાઉડર અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પીસેલી ડુંગળી નાખી મિક્સ કરો

હવે એમાં તૈયાર કરેલ 2-3 ચમચી મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ¾ કપ પાણી જાર માં નાખી એ પાણી ચટણી માં નાખી મિક્સ કરો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો  (ચટણી બરોબર તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી જો કચાસ કે પાણી રહી જસે તો ચટણી જપાતે બગડી જસે) અને ઠંડી થાય એટલે જાર માં ભરી લો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો ડુંગળી ની ચટણી.

dungri ni chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese banavani rit

જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit | dudh no mavo recipe in gujarati

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement