રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

રાજભોગ બનાવવાની રીત - Rajbhog banavani rit - Rajbhog recipe in gujarati
Image credit – Youtube/Bindaas Cooking with Ritu
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાજભોગ બનાવવાની રીત – Rajbhog banavani rit શીખીશું. આ એક બંગાળી મીઠાઈ છે જેને રસગુલ્લા પણ કહેવાય છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે do subscribe Bindaas Cooking with Ritu YouTube channel on YouTube  If you like the recipe,  અને ઠંડી કે ગરમ બને રીતે ખાઈ શકો છો તો ચાલો જાણીએ Rajbhog recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાજભોગ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 1 ½ લીટર
  • ખાંડ 250 + 350 ગ્રામ
  • વિનેગર / લીંબુ નો રસ 1-2 ચમચી
  • પિસ્તા ના કટકા 1-2 ચમચી
  • ખડી સાકર 1 ચમચી
  • કેવડાજળ / ગુલાબજળ 2-4 ટીપાં
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • પાણી જરૂર મુજબ

રાજભોગ બનાવવાની રીત | Rajbhog recipe in gujarati

રાજભોગ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉભરાવા લાગે એટલે ગેસ બંધ કરો ને ત્યાર બાદ એમાં બે ચમચી પાણી ને બે ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરેલ પાણી નાખતા જાઓ ને હલાવતા જાઓ પનીર ને પાણી અલગ થાય ત્યાં સુધી હલાવો

પાણી ને કોટન ના પાતળા કપડા માં કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ લ્યો ને ત્યાર બાદ વજન મૂકી ને અડધો કલાક દબાવી ને મૂકી દયો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ને હથેળી વડે મસળી ને સ્મુથ કરી લ્યો અને એમાં કેસર વાળુ પાણી અને કોર્ન ફ્લોર નાખી મસળી લ્યો

Advertisement

હવે એના નાના નાના ગોળા બનાવી લ્યો ને ગોળા બનાવતી વખતે વચ્ચે પિસ્તા ની કટકા ને ખડી સાકર મૂકી પાછો સ્મુથ ગોળો બનાવી લ્યો આમ બધા ગોળ બનાવી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક  વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને બીજા મોટા વાસણમાં 250 ગ્રામ ખાંડ ને ત્રણ લીટર પાણી નાખી ઉકાળો પાણી ઊકળવા લાગે એટલે એમ તૈયાર ગોળા ને હથેળી માં ફરી થી એક વખત ગોળ ફેરવી ને નાખતા જાઓ બધા ગોળા નાખી દીધા બાદ ઢાંકી ને દસ મિનિટ ચડાવો

 દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હળવે હાથે ફેરવી નાખો અને એમાં એક ગ્લાસ બીજા વાસણમાં ઉકળતું એક ગ્લાસ પાણી નાખો ને ફરી ઢાંકી ને મૂકો દસ મિનિટ પછી પાછો એક ગ્લાસ પાણી નાખો ને ફરી ઢાંકી ને દસ મિનિટ મૂકો દસ મિનિટ પછી ફરી એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો

આમ દસ દસ મિનિટે ગરમ ખાંડ નું પાણી નાખી  બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં બરફ નું ઠંડુ પાણી માં એક એક ગોળો નાખી એક બે કલાક ઠંડા થવા મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં 350 ગ્રામ ખાંડ અને એક થી બે કપ પાણી નાખી પાણી ને ઉકાળો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેવડાજળ અને કેસર નું પાણી નાખી ગેસ બંધ કરી નાખો ને થોડી ઠંડી થવા દયો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી ગોળા ને થોડા દબાવી પાણી નીચોવી ને ખાંડ ની ચાસણી માં નાખી દયો ને  બે ત્રણ કલાક મૂકો ત્યાર બાદ મજા લ્યો રાજભોગ

Rajbhog banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bindaas Cooking with Ritu ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

સાબુદાણા ના વડા બનાવવાની રીત | સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada banavvani rit | sabudana vada recipe in gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe in gujarati | masala puri banavani rit

રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement