શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત | Sakariya no chevdo banavani rit

શક્કરીયા નો ચેવડો બનાવવા ની રીત - Sakariya no chevdo banavani rit
Image – Youtube/The Kitchen Series
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું કચ્છ નો ખુબજ પ્રખ્યાત ફરાળી ચેવડો જે છે શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત,આ ચેવડો મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો ચાલો જોઈએ, Sakariya no chevdo banavani rit.

શક્કરીયા નો ચેવડો

શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • તરવા માટે તેલ
  • શક્કરિયા ૫૦૦-૬૦૦ ગ્રામ
  • કાજુ, બદામ ના કટકા પા કપ
  • કીસમીસ ૪-૫ ચમચી
  • સીંગદાણા ૪-૫ ચમચી
  • લાલ મરચાનો પાવડર ૧ ચમચી
  • હળદર પા ચમચી
  • ખાંડ પીસેલી ૨-૩ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Sakariya no chevdo banavani rit

શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવા સૌ પ્રથમ શક્કરિયા ને પાણી થી બરોબર ધોઈ સાફ કરી કોરા કરી લ્યો,

ત્યાર બાદ તેને છોલી લ્યો ને છીણી વડે છીણી લ્યો ને છીણેલા શક્કરિયા ને પાણી મા નખી દયો જેથી તે કાળા ના પડે

Advertisement

એક શક્કરિયા ની ચિપ્સ કરી તેને પણ પાણીમાં નાખી દયો જેથી કાડી ના પડે.

હવે ગેસ પર મિડીયમ તાપે તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાણી માં પલાળેલા શક્કરિયા ના છીણ ને ચિપ્સ ને પાણી માંથી કાઢી કપડા માં કાઢી વા સુક્તા કરી લ્યો,

તેલ ગરમ થઇ જાય એટલે થોડા થોડા કરી ને ક્રિસ્પી મિડીયમ તાપે તરી ને એક ચારણી માં નાખો જેથી વધારા નું તેલ નીકળી જાય,

હવે એજ ગરમ તેલ માં સીંગદાણા ને પણ તરી લ્યો ને તેને પણ ચારણી માં કાઢી લ્યો  ને કાજુ બાદમ ના કટકા ને પણ તરી લ્યો ને ચારણી માં કાઢી લ્યો 

હવે તરેલાં શક્કરિયા ની સેવ ને ચિપ્સ, કાજુ, બદામ, સીંગદાણા ના મિશ્રણમાં લાલ મરચા નો પાવડર,સ્વાદ મુજબ મીઠું ને પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો ને તૈયાર છે શક્કરિયા નો ફરાળી ચેવડો.

Sakariya no chevdo recipe in Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શક્કરિયા નો હલવો બનાવવાની રીત | sakariya no halvo banavani rit

ફરાડી લોટ બનાવવાની રીત | Faradi Lot Recipe in Gujarati

શક્કરીયા ગાજર ખાવાના 8 ફાયદા અને નુકસાન | Sweet potato benefits in Gujarati

ફરાળી ઢોકળા બનાવવાની રીત | Faradi Dhokra Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement