ગુંદા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Gunda na fayda

ગુંદા ના ફાયદા - ગુંદા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત - gunda na fayda in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર ઉનાળા ની સીઝન મા જેનું અથાણું , શાક ગુજરાત રાજસ્થાન મા બનાવ્વવામાં આવે છે તેવા ગુંદા વિશે માહિતી આપશું, એ સાથે જણાવીશું ગુંદા ના ફાયદા, ગુંદા નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, Gunda na fayda in Gujarati

માહિતી વાંચવા લાગતો અંદાજીત સમય : 4 minutes

ગુંદા વિશે માહિતી

એક એવા ફળ વિશે વાત કરવાના છીએ કે જે શરીર ને તાકાતવર, અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને “ભારતીય ચેરી” તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

ગુંદા નું સેવન શરીર માટે ખુબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે.

ગુજરાતી માં તેને ગુંદા કહેવાય છે. હિન્દી માં તેને “લસોડા” કહેવાય છે અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે

ગુંદા હાડકા મજબૂત બને છે, મગજ નો વિકાસ થાય છે, શરીર માં લોહીની ઉણપ દૂર થાય છે.

કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે, પાકેલા ગુંદા મીઠા હોય છે અને તેની અંદર થી ગુંડ જેવો ચીકણો રસ નીકળે છે તે પણ મીઠો હોય છે.

ગુંદા ના વૃક્ષ નું લાકડું ઘણું જ ઉપયોગી છે, વિવિધ વસ્તુઓ બનાવવા માં તેનો ઉપયોગ કરવામાં આવે છે, આદિવાસી લોકો તેનો ઉપયોગ ખુબ જ કરે છે.

ગુંદા ના ફાયદા અને ઘરેલું ઉપચાર

પિત્ત ને મળ દ્વાર મારફતે કાઢી નાખે છે અને કફ અને લોહી ના વિકારો ને મટાડે છે.

ગુંદા નો ઉકાળો બનાવીને પીવાથી કફ અને પાતળા ઝાડા મટી જાય છે.

ગુંદા પેટ ને નરમ કરે છે અને ગળા ની ખરાશ દૂર કરવામાં મદદ કરે છે.

પેશાબમાં બળતરા, દમ ની બીમારી, સુખી ઉધરસ, અને છાતી ના દુખાવામાં ગુંદા ફાયદેમંદ છે.

ગુંદા ના કાચા ફળ ઠંડા, પાચક અને મધુર હોય છે. તેના સેવન થી પેટના કીડા, પેટનો દુખાવો, કફ, ફોડલા વગેરે મટી જાય છે.

ઘરેલું ઉપચાર મા ગુંદા નો ઉપયોગ અને ગુંદા ના ફાયદા

ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને ૨૦-૪૦ મિલી સવાર-સાંજ પીવાથી વારંવાર આવી જતા તાવ માં ખુબ જ ફાયદો કરે છે.

ગુંદા ના પાંદડા ને પીસીને તેનો રસ પીવાથી પ્રદર રોગ અને ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે.

ફોડલા ગુમડા પર ગુંદા ના પાંદ ને વાટીને તેની પોટલી બનાવીને બાંધવાથી તે ઝડપ થી મટી જાય છે.

ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી ગળા ના તમામ રોગો મટી જાય છે અને અવાજ પણ સારો બને છે.

Gunda na fayda ane gharelu upchar

ગુંદા ની છાલને પાણી માં ઘસીને પીવાથી અતિસાર માં ફાયદો થાય છે.

કોલેરા માં ગુંદા ની છાલ અને ચણા ની છાલ ને પીસીને તેને કોલેરા ના દર્દીને પીવડાવવાથી ઝડપ થી ફાયદો થાય છે.

ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને તે પાણીના કોગળા કરવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે.

ગુંદા ને સુકવીને ચૂર્ણ બનવવામાં આવે છે. આ ચૂર્ણ માં મેંદો, બેસન અને ઘી નાખીને લાડવા બનાવાય છે આ લાડુ ખાવાથી શરીર ને તાકાત મળે છે અને સ્ફૂર્તિ આવે છે.

સોજો થયો હોય તે ભાગ પર ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને તેમાં કપૂર નાખીને લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

ગુંદા ને સંબંધિત કેટલાક પ્રશ્નો

ગુંદા ને અંગ્રેજી મા શું કહેવાય

અંગ્રેજી મા ગુંદા ને fragrant manjack , Cordia myxa, Cordia dichotoma ના નામે ઓળખવામાં

લસોડા શું છે?

હિન્દી મા ગુંદા ને લસોડા ના નામે ઓળખવામા આવે છે

ગુંદા માથી ક્યાં પોષક્તાત્વો મળી આવે છે?

કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોશાક્ત્ત્વો ગુંદા માંથી મળી આવે છે.

શું ગુંદા નો ઉપયોગ કરી લાડુ બનાવી શકાય છે?

ગુંદા ને સુકવીને ચૂર્ણ બનવવામાં આવે છે. આ ચૂર્ણ માં મેંદો, બેસન અને ઘી નાખીને લાડવા બનાવાય છે આ લાડુ ખાવાથી શરીર ને તાકાત મળે છે અને સ્ફૂર્તિ આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu athanu banavani recipe

ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત | Bharela gunda nu shaak banavani recipe in Gujarati

તરબૂચ ના ફાયદા | તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા | તરબૂચ ની વાનગીઓ | tarbuch na fayda

દાડમ ના ફાયદા | દાડમ નો ઉપયોગ | દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો | dadam na faida gujarati | dadam na fayda

કપૂર ના ફાયદા અને નુકસાન | ઘરેલું ઉપચાર મા કપૂર નો ઉપયોગ | કપૂર કેવી રીતે બને | kapur na faida | kapur na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement