દેશી ગાજર – કાળા ગાજર ખાવાના ફાયદા અને નુકસાન | Deshi gajar na Fayda

black carrot benefits in Gujarati - deshi gajar na fayda - દેશી ગાજર ના ફાયદા
Advertisement

આજે અમે ગુજરાત મા શિયાળા ની સીઝન ની અંદર ગામડાઓ મા વધુ સેવન કરવામાં આવતા એવા દેશી ગાજર વિશે કેટલીક મહત્વપૂણ માહિતી આપીશું, દેશી ગાજર ના ફાયદા, Deshi gajar na fayda.

દેશી ગાજર ના ફાયદા – Deshi gajar na fayda

શિયાળો આવતાની સાથે જ વિવિધ પ્રકાર ના શાકભાજી આપણને બજાર  માં જોવા મળે છે. જેમનું એક છે, ગાજર. ભારત માં ગાજર ની અલગ અલગ પ્રકાર ની વાનગીઓ બનાવવા માં આવે છે. અને બધાને સૌ થી વધારે  ફેવરીટ વાનગી હોય તો એ છે ગાજર નો હલવો.

પણ શું તમે ક્યારેય કાળા ગાજર વિષે સાંભળ્યું છે? જો ના તો તમને જણાવી દઈએ કે ગાજર ફક્ત લાલ રંગ ના જ નથી આવતા પરંતુ પર્પલ રંગ નું, કાળા રંગ નું, પણ આવે છે. અને તેનો પણ હલવો બનાવી શકાય છે.  

Advertisement

કાળા ગાજર જેને આપણે દેશીગાજર પણ કહીએ છીએ જે  તત્વો બ્લુબેરી, બ્લેકબેરી માં હોય છે એ તમામ તત્વો તમને આ કાળા ગાજર માં મળી જાય છે

કાળા ગાજર માં બીટા કેરેટીન નામ નું તત્વ હોય છે, જે  આપણી આંખો નું તેજ વધારવા માં ઉપયોગી સાબિત થાય છે.

તો ચાલો જાણીએ ગાજર ના આવા અલગ અલગ પ્રકાર ના તત્વો વિશે, તેને ખાવા થી મળતા દેશી ગાજર ના ફાયદા અને નુકસાન વિશે.

કાળા ગાજર માં રહેલા પોષકતત્વો

ગાજર નો રંગ ભલે ગમે તે હોય લાલ ,નારંગી કે કાળો તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન- સી, વિટામીન- એ, મળી રહે છે.

ગાજર માં કેલેરી ની માત્રા ઓછી  હોય છે તેથી  જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ગાજર  શ્રેઠ વિકલ્પ છે.

કાળા ગાજર માં ઝીંક, ફેનોલીક એસીડ, આયરન, ભરપુર માત્રા માં મળી રહે છે  જે તમારા હાડકા ને મજબૂત બનાવે છે,Deshi gajar na Fayda.

ચાલો જણાવીએ તમને કાળા ગાજર ખાવાના વિવિધ ફાયદાઓ

કાળા ગાજર ખાવાથી યાદશક્તિ માં વધારો થાય છે.

આજકાલ ના માતાપિતા ની લગભગ એક જ શિકાયત  હોય છે કે એમના બાળક ને કઈ યાદ રહેતું નથી અર્થાત એની યાદશક્તિ ઓછી છે. ઉમર વધતા ની સાથે (વૃદ્ધ વ્યક્તિઓ)  પણ આ સમસ્યા વધતી જાય છે તો આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે દરરોજ ગાજર નો જ્યુસ પીવાથી અચૂક ફાયદો થાય છે.

દેશી ગાજર – કાળા ગાજર ખાવાથી હૃદય રોગ થી બચી શકાય છે.

 તમે જાણતા જ હશો  કે ગાજર નો જ્યુસ પીવાથી લોહી ની ઉણપ ને દૂર કરી શકાય છે. તથા ગાજર નો જ્યુસ ખરાબ લોહીને  ને પણ સુધારવાનું કામ કરે છે. અને આપણને ખ્યાલ જ છે  કે હૃદય રોગ થવાનું મુખ્ય કારણ લોહી નું બગડવું અથવા તો લોહી નું જાડું થઇ જવું છે.

ગાજર માં એન્થોસાયનીન ભરપુર માત્રા માં હોય છે. જે લોહી ને શુદ્ધ કરવાનું કામ કરે છે.

વજન ઘટાડવા માં ઉપયોગી.

ગાજર માં ઘન તત્વ  નું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે  આપણને તે ખાધા પછી પેટ ભરાઈ ગયા જેવું લાગે છે. તથા ગાજર માં કેલેરી પણ ઓછી હોય છે. તેથી જ ગાજર ખાવાથી અથવા ગાજર નો જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે,દેશી ગાજર ના ફાયદા.

દેશી ગાજર – કાળા ગાજર ખાવાથી શુગર અને કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

જે વ્યક્તિઓ ને હાઈ બ્લડ પ્રેશેર, હાઈ બીપી,  કોલેસ્ટ્રોલ, લોહીનું જામી જવું, જેવી સમસ્યાઓ છે  તેઓએ કાળા ગાજર નો જ્યુસ નિયમિત પીવો જોઈએ. કાળા ગાજર માં એન્થોસાય્નીન નામનું તત્વ હોય છે જે આ બધી સમસ્યાઓ ને દૂર કરવામાં મદદ કરે છે,Deshi gajar na Fayda.

કઈ રીતે ખાવું કાળા ગાજર?

જેમ આપણે લાલ ગાજર નો હલવો બનાવીએ છીએ તેમ કળા ગાજર નો હલવો બનાવી શકાય છે,ઘણા લોકો દેશી ગાજર ની કાચરી બનાવી ને પણ તેનું સેવન કરે છે.

તમે કાળા ગાજર ની કાંજી બનાવી ને પણ પી શકો છો. એના માટે તમારે ગાજર ને ખમણી માં  છીણી ને પાણી માં નાખી ને થોડો સમય ઉકાળો. ઠંડુ પડી જાય પછી તેને ગાળી લ્યો. પછી તેમાં સરસીયા ના બીજ નો પાવડર અને મીઠું નાખી ને તડકા માં મૂકી દો, તૈયાર છે તમારી કાંજી.

કાળા ગાજર ખાવા થી થતા નુકસાન

આમ તો કાળા ગાજર ખાવા થી કોઈપણ  પ્રકાર નું નુકસાન નથી થતું પરંતુ જો જાણકારી ના અભાવ અને વધારે પડતી માત્રા માં જો સેવન થઇ જાય તો ચોક્કસપણે નુકસાન થાય છે.

જે વ્યક્તિઓ ને સેલેરી, પાર્સલે જેવી વસ્તુ થી એલર્જી હોય છે તેઓને ચોક્કસપણે કાળા ગાજર ખાવા થી એલર્જી થઇ શકે છે. તો તેઓએ કાળા ગાજર ખાવા જોઈએ નહિ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

વજન ઘટાડવા ઘરમ પાણી નો ઉપયોગ કરવાની રીત | ગરમ પાણી પી વજન ઘટાડવાની રીત | garam pani vade vajan ghtadvani rit

એવોકાડો ના ફાયદા | એવોકાડો નો ઉપયોગ | avocado na fayda | avocado no upyog | avocado benefits in gujarati

કબજિયાત દૂર કરવાના ઉપાયો | કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય | કબજિયાત નો ઈલાજ | kabjiyat mate ayurvedic dawa | kabjiyat no gharelu upay

લસણ ખાવાના ફાયદા | લસણ ના ફાયદા | લસણ નો ઉપયોગ | lasan na fayda | lasan no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement