બેસન અને સોજી ની મીની ઈડલી બનાવવાની રીત | Besan soji ni mini idli banavani rit

બેસન અને સોજી ની મીની ઈડલી બનાવવાની રીત - Besan soji ni mini idli banavani rit
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટી બેસન અને સોજી નો નાસ્તો બેસન અને સોજી ની મીની ઈડલી બનાવવાની રીત – Besan soji ni mini idli banavani rit શીખીશું, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , બેસન અને સોજી ના મિશ્રણ થી આજે આપણે ટેસ્ટી મીની ઈડલી બનાવીશું અને સાથે ડુંગળી ની ચટણી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને પસંદ આવશે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલથી બેસન અને સોજી નો નાસ્તો અને ડુંગળી ની ચટણી બનાવતા શીખીએ.

ઇડલી બનાવવા માટેની સામગ્રી

  • બેસન ૧/૨ કપ
  • સોજી ૧ કપ
  • દહી ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧ ચમચી
  • પાવભાજી મસાલો ૧ ચમચી
  • પાણી ૧ કપ
  • ઇનો ૧ ચમચી

ઈડલી ઉપર વઘાર કરવા માટે ની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • રાઈ ૧ ચમચી
  • તલ ૧ ચમચી
  • મીઠો લીમડો ૭-૮
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧
  • ગ્રેટ કરેલા ગાજર અને બિંસ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાવભાજી મસાલો ૧/૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી

ડુંગળી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તેલ ૩ ચમચી
  • ચણા દાળ ૨ ચમચી
  • અડદ દાળ ૨ ચમચી
  • મેથી દાણા ૧/૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • આખા ધાણા ૧ ચમચી
  • વરિયાળી ૧ ચમચી
  • લસણ ની કડી ૧૦-૧૨
  • ૧ ડુંગળી ની સ્લાઈસ
  • કાશ્મીરી લાલ મરચું ૧ ચમચી
  • આમલી નું પાણી ૧/૨ કપ

ચટણી ઉપર વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ ૩ ચમચી
  • હિંગ ૧/૨ ચમચી
  • અડદ દાળ ૧/૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • કલોંજી ૧/૨ ચમચી
  • જીરા ૧/૨ ચમચી
  • મીઠો લીમડો ૬-૭
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગોળ નો પાવડર ૨ ચમચી

બેસન અને સોજી ની ઈડલી બનાવવા માટેની રીત

બેસન અને સોજી ની ઈડલી બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં બેસન નાખો. હવે તેમાં સોજી, દહી, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ફરી થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ માટે સેટ થવા દયો.

હવે પંદર મિનિટ પછી ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે મીની ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો.

Advertisement

હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચમચી ની મદદ થી તેને ઈડલી ના સ્ટેન્ડ માં નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમર માં મૂકો. હવે સ્ટીમર ને બંધ કરી દયો. હવે આઠ મિનિટ સુધી ઈડલી ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે ઈડલી ને સ્ટીમર માંથી બાહર કાઢી લ્યો. હવે ઈડલી ઠંડી થાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ઈડલી ઉપર વઘાર કરવા માટે ની રીત

ઈડલી ઉપર વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં તલ અને મીઠો લીમડો નાખો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ગ્રેટ કરીને રાખેલા ગાજર અને બીનસ તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખી અને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઈડલી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તૈયાર છે આપણી બેસન અને સોજી ની ટેસ્ટી મીની ઈડલી.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ નાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં મેથી દાણા, જીરું, આખા ધાણા અને વરિયાળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને લસણ ની કડીઓ ને નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં કસમિરી લાલ મરચું, આમલી નું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે ચટણી ના મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો ત્યાર બાદ તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં એક થી બે ચમચી જેટલું પાણી નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ચટણી ઉપર વઘાર કરવા માટેની રીત

ચટણી નો વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં અડદ દાળ નાખો. હવે તેમાં રાઈ, કલોનજી, જીરું અને મીઠો લીમડો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ગોળ નાખો. હવે ચટણી ને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચટણી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ડુંગળી ની ચટણી.

હવે તૈયાર છે આપણી બેસન અને સોજી ની ટેસ્ટી મીની ઈડલી અને ડુંગળી ની ચટણી. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ મીની ઈડલી સાથે ડુંગળી ની ચટણી ખાવાનો આનંદ માણો.

Besan soji ni mini idli recipe notes

  • પાવભાજી મસાલા ની જગ્યા એ તમે સંભાર મસાલા નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ચટણી ને તમે બે થી ત્રણ અઠવાડિયા સુધી ફ્રીઝ માં સ્ટોર કરી ને રાખી શકો છો અને બ્રેડ, પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો.

Besan soji ni mini idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવાની રીત | Unique Crispy Katori Chat banavani rit

શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત | singoda na lot barfi recipe in gujarati

રવાની કેક બનાવવાની રીત | રવો કેક બનાવવાની રીત | rava cake banavani rit

મગદાળ નો સલાડ બનાવવાની રીત | Moong dal salad banavani rit | Moong dal salad recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement