મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit

મોતીચુર લાડુ બનાવવાની રીત - motichur na ladu banavani rit - motichoor na ladoo recipe in gujarati - મોતીચૂરના લાડુ બનાવવાની રીત - motichur na ladva banavani rit - motichur na ladoo banavani rit
Image credit – Youtube/4 You Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મોતીચુર લાડુ બનાવવાની રીત શીખીશું. મોતીચુર ના લાડવા નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે આ લાડવા ખાવા બધાના ખુબજ ગમે છે તો આજ આપણે કોઈ પણ જારા ની મદદ વગર ઘરે મોતીચૂરના લાડુ બનાવવાની રીત, motichur na ladu banavani rit, motichur na ladva banavani rit, motichur na ladoo banavani rit , motichoor na ladoo recipe in gujarati  શીખીએ.

મોતીચુર લાડુ બનાવવા જરૂરી સામગ્રી | motichur na ladoo ingredients

  • બેસન 1  કપ
  • ખાંડ ¾  કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • મગતરી બીજ 4-5 ચમચી /ડ્રાય ફ્રૂટ
  • ઓરેન્જ કલર બે ચપટી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠાં ની થેલી
  • એલ્યુમિનિયમ કપ / બોકસ

મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichoor na ladoo recipe in gujarati  

મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક મીઠા ની ખાલી થેલી લ્યો એને  કપડાથી બરોબર લૂઈ લ્યો અને એક બાજુ થી કાતરથી કટ કરી લ્યો ને બીજી બાજુ આખી પેક રહેવા દયો ને એક બાજુ સોઈથી કે ટાચની થી નાનો હોલ કરી લ્યો   

અથવા

Advertisement

 કેક ડેકોરેશન માટે જે પ્લાસ્ટિક બેગ આવે એ લ્યો એમાં નીચે સોઈ થી કાણું કરી લેવું

અથવા

એલ્યુમિનિયમ બોક્સ લ્યો એમાં થોડા થોડા (બે બે આંગળી નું અંતર મૂકી) અંતરે ટાચની કે સોઈ કે સેપટીપીન થી બોક્સ ની અંદર થી બહાર નીકળે એમ કાણા કરી તૈયાર કરી લ્યો

હવે એક કપ બેસન ને ચારણી થી ચારી લ્યો ત્યાર બાદ એક કપ પાણી લ્યો ને એમાં થી પા કપ પાણી અલગ કરી નાખો બાકી નું પાણી થોડું થોડું નાખતા જઈ ચમચા થી કે હાથથી હલાવતા રહો જેથી ગાંઠા ના પડે અડધા કપ પાણી નાખ્યા બાદ મિશ્રણમાં ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખો ને મિક્સ કરો હવે બચેલ પા કપ પાણી લ્યો ને એમાં થી થોડું થોડુ પાણી નાખી હલાવતા રહો ને પાતળું મિશ્રણ તૈયાર કરો ( આશરે પોણા કપ જેટલું પાણી નાખવું મિશ્રણ નું હાથ પર પાતળું પડ જેવું રહે એટલું પાતળું મિશ્રણ રાખવુ)

 ( પાણી થોડું વધુ ઓછું લાગી સકે એટલે તરવા થી પહેલા એક બે ટીપાં ગરમ તેલમાં નાખી જોવો જો  ટીપાં પડવા માં સમય લાગે તો ઘટ્ટ છે  તો થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખવું અથવા ઘણું પાતળું લાગે તો થોડો બેસન નાખી ઘટ્ટ કરી શકો છો)

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખવો

જે મીઠાની થેલી કે કેક બેગ લીધી એમાં મિશ્રણ નાખો ને ઉપર થી રબર થી પેક કરી લ્યો ને કોન બનાવી લ્યો એને કડાઈથી થોડો ઉપર હાથ રાખી આગળ પાછળ કે ગોળ ફરવો જેથી મિશ્રણ એક જગ્યાએ ના પડે તમે જેટલી બુંદી એક વારમાં તૈયાર કરી શકો એટલી કરો ને બુંદી ને અડધી થી એક મિનિટ ધીમા તાપે ચડાવો ત્યાર બાદ ગરણી થી કાઢી ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધી બુંદી તૈયાર કરી લ્યો

અથવા

એલ્યુમિનિયમ બોક્સમાં કાણા કરેલ હતા એ ને લ્યો ને એને તેલ ના વાસણ થી થોડું ઉપર પકડો ને બીજા હાથ થી જે બેસન નું મિશ્રણ તૈયાર કરેલ તેને ચમચાથી મિક્સ કરી થોડું બોક્સમાં નાખો ને બોક્સને હલાવવા હાથ ને થોડો હાથ ઉપર નીચે કરી નાખો અડધી મિનિટમાં  બુંદી ચડી જસે જેને જારા થી અથવા ગરણી થી કાઢી લ્યો ને એક વાસણમાં મૂકો

(બુંદી નાખતી વખતે ગેસ  મિડીયમ રાખવો પછી ધીમો કરી નાખવો એટલે કે બુંદી ને ગરમ તેલમાં જ નાખવી નહિતર ઠંડા તેલ માં બુંદી ચપટી થઈ જશે)

હવે જે બોક્સ છે એને નીચે થી કપડા થી સાફ કરી ને પાછું તેલ થી થોડું ઉપર રાખી બેસન નું મિશ્રણ નાખી બુંદી પાડો ને બુંદી ચડી જાય એટલે ગરણી થી કાઢી લ્યો આમ બધી બુંદી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક તપેલીમાં એક પોણો કપ ખાંડ લ્યો અને એમાં  પોણો કપ પાણી નાખી ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ઓગડવી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ચપટી ઓરેંજ ફૂડ કલર નાખો ને મિક્સ કરો

હાથ વડે થોડી ચાસણી ને લ્યો ને બે આંગળી વચ્ચે મૂકી ચેક કરો જો સહેજ ચિકાસ પડતી લાગે તો એમાં તૈયાર બુંદી નાખો ને ચમચાથી બરોબર મિક્સ કરો (જો  તમને વધારે મીઠા ભાવતા હોય તો એક કપ ખાંડ ને એક કપ પાણી નાંખવું)

હવે એમાં મગતરી બીજ / ડ્રાય ફ્રૂટ ને એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરો ને ગેસ બંધ કરી ફરી ઢાંકી ને પાંચ સાત મિનિટ બંધ કરો

સાત મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લાડવા ના મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો ત્યાર બાદ એના હાથ થી જે સાઇઝ ના લાડવા બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ થોડું થોડું દબાઈ ગોળ લાડવા બનાવી લ્યો ને ઉપર પિસ્તા ની કતરણથી ગાર્નિશ કરો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો તો તૈયાર છે મોતીચૂરના લાડુ

મોતીચૂરના લાડુ બનાવવાની રીત | motichur na ladva banavani rit | motichur na ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર 4 You Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe | veg kadai recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement