ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice banavani rit | Tomato Rice recipe in gujarati

ટમેટા રાઈસ બનાવવાની રીત - Tomato Rice banavani rit - Tomato Rice recipe in gujarati
Image credit – Youtube/Authentic Kerala
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા રાઈસ બનાવવાની રીત – Tomato Rice banavani rit શીખીશું, do subscribe Authentic Kerala YouTube channel on YouTube If you like the recipe , જ્યારે કઈ પણ બનાવવાની ઈચ્છા ન હોય પણ બનાવું પડે એમ હોય ત્યારે આ રીત થી રાઈસ / ભાત બનાવી ને તૈયાર કરી સર્વ કરશો તો બધા ખુશ થઈ ને ખાસે અને બીજી વખત બનાવવાનું પણ કહેશે તો ચાલો જાણીએ Tomato Rice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ટમેટા રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 ½ કપ
  • ટમેટા 5-6 પીસેલા
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લસણ સુધારેલ 1-2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • સ્ટાર ફૂલ 1
  • તમાલપત્ર 1
  • લવિંગ 1-2
  • તજ નો ટુકડો 1
  • એલચી 1-2
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ફુદીના ના પાન 8-10
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કાજુ ના કટકા 8-10
  • ઘી 3 ચમચી
  • તેલ 3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2 ½ કપ

ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice recipe in gujarati

ટમેટા રાઈસ બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા / સાદા ચોખા ને ધોઇ ને અડધો કલાક પલાળી રાખો ને ટમેટા ની પ્યુરી બનાવી એક બાજુ મૂકો સાથે ધાણા ને સાફ કરી ધોઇ ને સુધારી લ્યો ને ફુદીના ના પાંદ પણ ધોઇ સાફ કરી લ્યો ડુંગળી સુધારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કુકર માં તેલ અને ઘી નાખો ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, તમાલપત્ર, લવિંગ , સ્ટાર ફૂલ, એલચી અને વરિયાળી નાખી શેકો,

Advertisement

 ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને આદુ પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને થોડી ગોલ્ડન શેકો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો,

ટમેટા થોડા ચડી જાય એટલે એમાં કાજુ ના કટકા, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાંદડા નાખી મિક્સ કરી બરોબર ચડાવી લ્યો,

ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં પલાળેલા ચોખા નિતારી ને નાખો સાથે પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો , હવે ગેસ ને મિડીયમ કરો કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો.

Tomato Rice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Authentic Kerala ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit | Papaiya no sambharo banavani recipe

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement