સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત - Soji bataka na parotha banavani rit
Image credit – Youtube/Food Facts By Nalini
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત – Soji bataka na parotha banavani rit શીખીશું, do subscribe Food Facts By Nalini YouTube channel on YouTube If you like the recipe , જ્યારે કઈ j બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે ખૂબ જ ઝડપથી બનાવી ને ઘરના સભ્યો અને આવેલ મહેમાન ને સર્વ કરી શકાય ને એક વખત જે ખાઈ લે એ બીજી વખત ચોક્કસ બનાવવા કહેશે અને પરોઠા બનાવવાની રીત પૂછી પણ જસે તો ચાલો જાણીએ સોજી બટાકા ના પરોઠા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી બટાકા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી ½ કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • બાફેલા બટાકા 3
  • જીરું 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી ½ કપ
  • તેલ જરૂર મુજબ

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત

સોજી બટાકા ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી નાખો સાથે અડધો કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો હવે છીણી વડે બાફેલા બટાકા ને છીણી ને પલાળેલી સોજી સાથે નાખો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, જીરું નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો.

 (જો લોટ નરમ લાગતો હોય તો ઘઉંનો લોટ થોડો થોડો નાખી ને મીડીયમ કઠણ કરી લેવો ને જો કઠણ થઈ ગયો હોય તો જરૂર મુજબ પાણી નાખી ને થોડો નરમ પણ કરી શકો છો ).

Advertisement

બાંધેલા લોટ પર બે ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો ને બે પ્લાસિક સાઈટ લઈ એના પર તેલ લગાવી લ્યો હવે એક લુવો તેલ લગાવેલ સાઈડ માં મૂકી એના પર બીજી તેલ લગાવેલ સાઈડ મૂકી ને વેલણ વડે હલકા હાથે વણી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વનેલો પરોઠા ને મૂકો ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ શેકી લ્યો. પરોઠા ને ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો ને રોલ બનાવી વચ્ચેથી કાપી ને કટકા કરી લ્યો આમ બીજા પરોઠા વણી ને શેકી ને તૈયાર કરી લ્યો.

આમ બધા જ પરોઠા શેકી ને તૈયાર કરી ને સોસ / ચટણી કે અથાણાં સાથે ગરમ ગરમ સર્વ કરી લ્યો ને મજા લ્યો સોજી બટાકા ના પરોઠા.

Soji bataka na parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Facts By Nalini ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito banavani rit

ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવાની રીત | gulkand no ice cream banavani rit

કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement