કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati

કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત - Kachi keri na rice banavani rit - Raw mango rice recipe in gujarati
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રો મેંગો રાઈસ બનાવવાની રીત – કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત – Kachi keri na rice banavani rit શીખીશું, do subscribe HomeCookingShow YouTube channel on YouTube If you like the recipe , આજકાલ બજારમાં કાચી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આજ આપણે એમાંથી જ અલગ ફ્લેવર્સ ના ભાત બનાવશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતથી એક વખત ચોક્કસ બનાવવા જોઈએ. ભાત તો આપણે અલગ અલગ રીત થી વઘારી ને ઘણી વખત ખાતા હોઈએ છીએ પણ આજ એક નવી જ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ થી ભાત બનાવશું. તો ચાલો જાણીએ Raw mango rice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

કાચી કેરી ના રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા ભાત 2 કપ
  • કાચી કેરી 1
  • તેલ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ સુધારેલ ½ ચમચી
  • સીંગદાણા 1-2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati

રો મેંગો રાઈસ બનાવવા સૌપ્રથમ એક કપ ભાત ને ધોઇ ને પલાળી મૂકો ત્યાર બાદ પાણી નિતારી લ્યો ને કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પલાળેલા ભાત એમાં નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ભાત ને 80-90% ચડાવી લ્યો,

ત્યાર બાદ ચારણી માં કાઢી ને એને ઓસાવી લ્યો હવે કાચી કરી લ્યો એને છોલી ને મોટી છીણી વડે છીણી લઈ એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ, અડદ દાળ, જીરું, રાઈ, સૂકા લાલ મરચા અને સીંગદાણા નાખી ને શેકો,

સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં છીણેલી કાચી કરી નાખી  રોબ્ર મિક્સ કરી લ્યો,

કેરી ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને બરોબર શેકી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં ભાત નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રો મેંગો રાઈસ.

Kachi keri na rice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

શાહી ટુકડા બનાવવાની રીત | Shahi tukda banavani rit | Sahi tukda recipe

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement