સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani rit recipe in gujarati

સુરતી લોચો બનાવવાની રીત - surti locho banavani rit - surti locho recipe in gujarati
Image credit – Youtube/Shyam Rasoi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube આજે આપણે લોચા મસાલા, ચટણી સાથે  સુરતી લોચો બનાવવાની રીત – surti locho banavani rit શીખીશું. લોચો દરેક ગુજરાતીનો પસંદીદા નાસ્તો છે જે સાંજ ની હલકી ફૂલકી ભૂખ માં બનાવી ને ખાઈ શકાય છે તો ચાલો surti locho recipe in gujarati લોચા મસાલા, ચટણી સાથે  સુરતનો લોચો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લોચો બનાવવા માટેની સામગ્રી | locho recipe ingredients

  • ચણા દાળ 1 કપ
  • પૌવા ¼ કપ
  • અડદ દાળ ¼ કપ
  • ખાટું દહીં  3-4 ચમચી
  • લીલા મરચા 2-3
  • આદુ ની પેસ્ટ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 2 ચપટી
  • તેલ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ઇનો ¼ ચમચી

લોચા માટેની ચટણી બનાવવા માટેની સામગ્રી | locha chutney ingredients

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન 12-15
  • આદુનો 1 ઇંચ નો ટુકડો
  • લીલા મરચા 3-4
  • જીરું ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • દડિયા દાળ / ગઠીયા / ફરસાણ ¼ કપ
  • જરૂર મુજબ પાણી

લોચો મસાલો બનાવવા માટેની સામગ્રી | locha msala ingredients

  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી

લોચો નો મસાલો બનાવવાની રીત | surti locho masala recipe in gujarati

એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર છે લોચો મસાલો

લોચા માટેની ચટણી બનાવવાની રીત  | surti locho chutney recipe in gujarati

મિક્સર જાર માં ધોઇ ને સાફ કરી લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાન, આદુ, લીલા મરચા, જીરું, ખાંડ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, દડિયા દાળ / ગઠીયા / ફરસાણ જે હોય તે અને પા કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે લોચો માટેની ચટણી

Advertisement

સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati

લોચા મસાલા સાથે  સુરતી લોચો બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એકાદ ગ્લાસ પાણી નાખી ને પાંચ છ કલાક પલાળી મુકો ત્યારબાદ બીજા વાસણમાં અડદ દાળ લ્યો એને પણ બે ત્રણ પાણી થી ધોઈ લ્યો અને એક ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો

ત્યાર બાદ પૌવા ને બે ત્રણ પાણી ધોઇ લ્યો ને ત્યાર બાદ પૌવા ડૂબે એટલું પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો છ કલાક પછી દાળ નું અને પૌવા ની પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નીતરેલ દાળ અને પૌવા નાખો સાથે લીલા મરચા, દહી, આદુ નો ટુકડો અને અડધો ગ્લાસ પાણી નાખી સ્મુથ પીસી લ્યો

ત્યાર બાદ મિક્સર ને એક વાસણમાં નાખી ઢાંકી ને 8-10 કલાક આથો આપવા મૂકો દસ કલાક પછી મિશ્રણ માં આથો આવી જાય એટલે મિશ્રણ માંથી બે કપ મિશ્રણ અલગ વાસણમાં કઢી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો

ગેસ પર બે અલગ અલગ  કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો સાથે કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ને થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો

હવે લોચા ના મિશ્રણ માં એક કપ બીજું પાણી થોડું થોડુ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા ચમચી ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ થાળી ને કડાઈમાં મૂકી એમાં અડધુ મિશ્રણ નાખી ચપટી લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી દયો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી ચડવા દયો

અને બીજી કડાઈ માં પણ ગ્રીસ કરેલ થાળી મૂકી બચેલ મિશ્રણ નાખી લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર નાખી ઢાંકી ને વીસ મિનિટ ચડવા દેવું વીસ મિનિટ પછી બને લોચા બરોબર ચડી જાય એટલે એને બહાર કાઢી લ્યો

ગરમ ગરમ લોચો તવીથા થી એક પ્લેટ માં કાઢી લ્યો એના પર તેલ કે ઘી નાખી ઉપર લોચો મસાલો છાંટો અને ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણી સેવ અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે છીણેલું ચીઝ પણ નાખી ગાર્નિશ કરી સર્વ કરો લોચા મસાલા, ચટણી સાથે  સુરતી લોચો

surti locho banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri banavani rit

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati

રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit |rasa vada batata nu shaak recipe in gujarati

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement