ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું | Dhaba stayle masaledar dum aalu

ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું - Dhaba stayle masaledar dum aalu - ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું બનાવવાની રીત - Dhaba stayle masaledar dum aalu banavani rit
Image credit – Youtube/Shyam Rasoi
Advertisement

ઘરે ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું બનાવવાની રીત – Dhaba stayle masaledar dum aalu banavani rit શીખીશું, do subscribe Shyam Rasoi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં દમ આલુ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. દમ આલુ ના શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. બે ની જગ્યા એ તમે ચાર રોટલી ખાઈ જાવ તેવું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં દમઆલુ નું શાક બનાવતા શીખીએ.

ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું બનાવવા જરૂરી સામગ્રી

  • બટેટા 200 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • ડુંગળી 2
  • લસણ ની કડી 6-7
  • આદુ ½ ઇંચ
  • તેજ પત્તા 1
  • જીરું 1 ચમચી
  • તજ 1 ઇંચ
  • એલચી મોટી 1
  • નાની એલચી 2
  • મરી 6-7
  • ટામેટા 2
  • પલાળેલા કાજુ 6-7
  • દહી 2 ચમચી
  • લીલાં મરચાં 3-4
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઘી 1 ચમચી

ઢાબા સ્ટાઈલ મસાલેદાર દમ આલું બનાવવાની રીત

દમ આલુ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને બાફી લ્યો. હવે તેને છોલી ને એક પ્લેટ માં લઈ લ્યો. દમ આલુ માટે નાના બેબી બટેટા લેવા. હવે તેને કાંટા વળી ચમચી ની મદદ થી છેદ કરી લ્યો ,ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાટા નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે એક કટોરી માં ધાણા પાવડર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર અને જીરું પાવડર નાખો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.

Advertisement

એક મિક્સર જારમાં સુધારેલી ડુંગળી, લસણ ની કડી અને આદુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો, તે જ જારમાં સુધારેલા ટામેટા અને પલાળેલા કાજુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

બટેટા તળી ને રાખ્યા હતા તે કઢાઇ માં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, જીરું, તજ, એલચી મોટી, નાની એલચી અને  મરી નાખો, હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

તેમાં મસાલા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પેસ્ટ નાંખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં તળી ને રાખેલા બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.

ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી દમ આલુ નું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દમ આલુ નું શાક ખાવાનો આનંદ માણો.

Dum aalo recipe notes

  • બેબી બટેટા ના મળે તો મોટા બટેટા ના ટુકડા કરી ને પણ દમ આલુ નું શાક બનાવી શકાય છે.

Dhaba stayle masaledar dum aalu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Shyam Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા આલું નું શાક બનાવવાની રીત | Masala aloo nu shaak banavani rit

ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત | Instant pauva uttapam banavani rit

રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત | Ragi soji ni idli banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement