કંટોલા ના ફાયદા | કંકોડા ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Kantola na fayda

કંટોલા ના ફાયદા - કંકોડા ના ફાયદા અને ઘરેલું ઉપચાર - kantola na fayda - spiny gourd benefits in Gujarati

આજ ના આર્ટીકલ નિયા અંદર કંટોલા કે જેને કંકોડા , કંકોળા, કંટોલા, નાની કારેલી, ઠીંગણી કારેલી જેવા વિવિધ નામો થી ઓળખીએ છીએ તેના વિશે માહિતી આપીશું જેમાં કંટોલા ના ફાયદા – કંકોડા ના ફાયદા, kantola na fayda, spiny gourd benefits in Gujarati

કંટોલા | કંકોળા | કંકોડા

ચોમાસાની ઋતુમાં મળતું એક નાની શાકભાજી જે દેખાવમાં કારેલા જેવી જ હોય છે પણ તેનો આકાર કરેલા કરતા નાનો હોય છે અને તેના ગુણો કારેલા થી તદ્દન અલગ, ચોમાસાની ઋતુમાં આપણે જાણતા અજાણતા ઘણી બીમારિયો નો ભોગ બનતા હોઈએ છીએ. ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે સીઝન ના શાકભાજી અને ફળ ખવા જોઈએ, આવી જ એક ચોમાસાની શાકભાજી છે કંટોલા. જેને આપણે કંકોડા , કંકોળા, કંટોલા, નાની કારેલી, ઠીંગણી કારેલી પણ કહેતા હોઈએ છીએ. કંટોલા પચવામાં હલકા અને સ્વાસ્થ્ય સબંધિત અનેક સમસ્યાઓના ઇલાઝ માટે દવાના સ્વરૂપમાં ઉપયોગ માં લેવામાં આવતી સબ્જી છે. તે ફાઈબર, ખનીજ, વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા અલગ અલગ પોષણ યુક્ત તત્વો થી ભરપૂર છે. કંટોલામાં કેલેરી નું પ્રમાણ ઓછું હોય છે. ૧૦૦ ગ્રામ કંટોલામાં માત્ર ૧૭ કેલેરી હોય છે

કંકોડા સ્વાદમાં કડવા, થોડુક મીઠાં અને ગરમ તાસીરના હોય છે. વાત્ત, પિત્ત અને કફ આ ત્રણેયમાં કંકોડા ખુબ જ ફાયદો કરે છે. તે પાચન શક્તિ વધારે છે, હૃદય માટે હિતકારી છે, લોહીના વિકારોને દૂર કરનાર છે.

કંટોલા ના ફાયદા અને ઘરેલું ઉપચાર

માથાના દુખાવામાં કંટોલા નો ઉપયોગ

આજકાલ માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. દરેક વ્યક્તિ માથાના દુખાવા થી પરેશાન રહેતી હોય છે, પછી ભલે એ વયસ્ક હોય કે નાનું બાળક. માથાના દુખાવામાં કંટોલા નો ઉપયોગ નીચે પ્રમાણે કરવાથી રાહત મળે છે.

૧-૨ ટીપાં કંટોલાના પાંદડાનો જ્યુસ કાઢીને નાકમાં નાખવાથી માથાના દુખાવાથી મુક્તિ મળે છે.

કંટોલાની છાલને ગાયના ઘીમાં પકવીને, ઘી ગાળીને તેના ૧-૨ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશીનો દુઃખાવો મટે છે.

કંટોલાની છાલને કાળા મરી અને લાલ ચંદન સાથે પીસીને તેમાં નારિયેળ તેલ નાખીને માથામાં લગાવવાથી સરદર્દ થી રાહત મળે છે.

કાન ના દુઃખાવા માં કંટોલા ના ફાયદા

કાન ના દર્દમાં કંટોલા નો ઉપયોગ આ રીતે કરો. જો કોઈપણ બીમારી પછી કાનના દુખાવા ની સમસ્યા રહી ગઈ છે તો કંટોલા ના મુળિયા ને ઘી માં પકવીને ગાળીને તેના ૧-૨ ટીપાં કાન માં નાખવાથી રાહત મળે છે.

દરેક પ્રકાર ની ઉધરસમાં કંટોલા નો ઉપયોગ

૨ ગ્રામ બાંઝ કંટોલા ના કંદ ચૂર્ણ માં ૪ નંગ કાળા મરીનો ભુક્કો મિલાવીને પાણી સાથે સેવન કરવાથી અને તેના ૧ કલાક પછી દૂધ પીવાથી કફ પાતળો થઇ ને નીકળી જશે ઉધરસમાં રાહત મળશે.

કંટોલાના મુળિયા ની ભસ્મ ૧૨૫ અને તેમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી આદુનો રસ મિલાવીને સેવન કરવાથી ઉધરસ માં ખુબ જ ઝલદી રાહત મળે છે.

કંટોલા ના ફાયદા પેટ સબંધિત સમસ્યાઓમાં

આહાર માં ગડબડ ને કારણે અથવા ખરાબ કે વાસી ખોરાક ખાઈ લેવાને કરને પેટમાં ઇન્ફેકશન થઇ ગયું છે અથવા તો પેટ ખરાબ થઇ ગયું છે તો કંટોલા ના મૂળ નું ૧-૨ ગ્રામ ચૂર્ણ નું સેવન કરવાથી અરુચિ તથા આતરડા માં થયેલ સંક્રમણ દૂર થઇ જાય છે.

હરસ અને મસા ના ઇલાઝ માં કંટોલા

મસાલેદાર અને તીખું ખાવાની આદત વારી વ્યક્તિઓને હરસ અને મસા ની બીમારી પરેશાન રહેતા હોય છે. કંટોલાના મુળિયા ને શેકીને તેને પીસીને તેમાંથી ૫૦૦ મિગ્રા ની માત્રામાં સેવન કરવાથી હરસ મસા માં રાહત મળે છે.

કમળા માં કંટોલા નો ઉપયોગ

કંટોલા ના મુળિયા ના રસ ના ૧ થી ૨ ટીપાં કાન માં નાખવાથી ફાયદો થાય છે.

બાંઝ કંટોલા ના મુળિયા નું ચૂર્ણ અને ગળા વેલ ના પાંદડા નો રસ આપવાથી ફાયદો થાય છે.

પથરીની સમસ્યા દૂર થાય છે

પથરીમાં કંટોલા ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.પથરીને નીકળવામાં કંટોલા ના ઔષધીય ગુણો ખુબ જ અસર કરે છે. ૫૦૦ મિગ્રા કંટોલા ના મુળિયા ના ચૂર્ણ ને દસ દિવસ સુધી દૂધ સાથે સેવન કરવાથી અચૂક ફાયદો થાય છે.

ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખે છે કંટોલા

અસંતુલિત જીવનશૈલીને કારણે અને અયોગ્ય આહર ને કારણે આજ-કાલ લગભગ વ્યક્તિઓ ડાયાબીટીશ ની સમસ્યા થી પીડિત છે. કંટોલા નો ઉપયોગ ડાયાબીટીશ માં કરવાથી શુગર કન્ટ્રોલ માં રાખી શકાય છે. કંટોલા ના મુળિયા ના ચૂર્ણ નું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીશ માં અવશ્ય ફાયદો મળે છે.

દાદર,ખુજલી માં કંટોલા નો ઉપયોગ

ચામડીના અનેક રોગો છે તેમનું એક છે દાદર અને ખુજલી. આ બન્ને માં કંટોલા સારો એવો ફાયદો કરે છે. કંટોલા ના પાંદડા ના જ્યુસમાં તેના ચાર ભાગ જેટલું તેલ મિલાવીને પકાવી લેવું. ઠંડુ પડે એટલે ગાળી દાદર અને ખુજલી વાળી જગ્યાએ લગાવવાથી રાહત મળે છે અને સમસ્ય જતા મટી પણ જાય છે.

તાવ માં કંટોલા નો કરો ઉપયોગ

સીઝન માં થતા ફેરફાર ને કારણે તાવ આવી જતો હોય છે.ત્યારે કંટોલા નો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. કંટ્રોલા ના મુળિયા ને પીસીને તેને આખા શરીરે લગાવવાથી તાવ માં રાહત મળે છે. તથા તેનું શાક બનાવીને ખાવાથી પણ લાભ થાય છે.

શરીરમાં સોજા દૂર કરવા કંટોલા

કંટોલા ના કંદના ચૂર્ણને ગરમ પાણીમાં મિલાવીને લેપ જેવું બનાવીને સોજા થઇ ગયા હોય તે ભાગ પર લગાવવાથી રાહત મળે છે,કંટોલા ના ફાયદા.

વધારે પસીના માં કંટોલા નો ઉપયોગ

જો તમે વધારે પસીનો વળવાની સમસ્યા થી પરેશાન છો તો કંટોલા નો આ નુસખો અવશ્ય કરો. કંટોલા ના ફળ ને સુકવીને તેને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડર ને નહાવાના પાણીમાં નાખીને આ પાણી થી સ્નાન કરવાનું રાખો. કુદરતી રીતે શરીર ની સફાઈ કરે છે અને વધારે પસીનો વળવાની સમસ્યા થી છુટકારો મળે છે.

કેવી રીતે કરવો કંટોલા નો ઉપયોગ

કંટોલા નો ઉપયોગ અનેક રીતે થઇ શકે છે. તેનું શાક બનાવીને ખાઈ શકાય છે.

તેના મુળિયા ની પેસ્ટ બનાવીને તાવ આવવા પર લગાવવાથી રાહત મળે છે.

તેનો પાવડર બનાવીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે, તેના સુકા મુળિયા ને ત્વચા ને મુલાયમ બનાવવા માટે પણ કરી શકાય છે.

તેનો જ્યુસ બનાવીને પી શકાય છે.

તેના બીજડા નો પાવડર બનાવીને ઉપયોગ કરી શકાય છે.

કંટોલા નો ઉપયોગ સબ્જી તરીકે કરી શકાય છે. તેના મુળિયા નો રસ સવારે ભુક્યા પેટે પણ કરી શકાય છે.

કેટલી માત્રા માં કરવો ઉપયોગ

જો તમે શાક બનાવીને ખાઓ છો તો એક નાની વાટકી ખાઈ શકાય.

દયાબીતીશમાં તેનો ૫૦મિલી રસ સવારે ભૂખ્યા પેટે લઇ શકાય.

કંટોલા ના નુકસાન | કંકોડા ના નુકશાન

કંટોલા શુગર ને ઘટાડવામાં મદદરૂપ થાય છે, માટે જો તમે લો શુગર ના દર્દી છો તો તમારે કંટોલા નું સેવન કરવું નહિ.

એલર્જી ની સમસ્યા વાળી વ્યક્તિઓએ તેનું સેવન કરવું નહિ.

વધારે માત્રામાં કંટોલા નું સેવન કરવાથી પેટમાં ગડબડી થઇ શકે છે.

કંટોલા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

કંટોલા ને અંગ્રેજી માં શું કહેવાય છે?

કંટોલા ને અંગ્રેજીમાં SPINY GOURD કહેવામાં આવે છે.

કંટોલા ની તાસીર કેવી હોય છે?

કંટોલા ની તાસીર ગરમ હોય છે.

કંટોલા માં કેલેરીની માત્રા કેટલી હોય છે?

૧૦૦ ગ્રામ કંટોલામાં માત્ર ૧૭ કેલેરી હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

મધ અને તજ ના ઉપયોગ થી મટાડો અનેક રોગો ને | Madh ane Taj no Upyog

ગવાર ના ફાયદા | ગુવાર ના નુકશાન | Guvar na fayda | Cluster beans benefits in Gujarati

એલોવેરા નો ઉપયોગ પેટ, પાચનતંત્ર અને આતરડા ના રોગોમાં કરવાની રીત | Aloe vera no Upyog pet pachnatantra ane aatrada na rog ma

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે