લીમડા ના પાન ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Limda na pan na fayda

limda na pan na fayda in Gujarati - લીમડા ના પાન ના ફાયદા - neem leaves benefits in Gujarati – લીમડા ના પાન ના ઔષધીય પ્રયોગો – લીમડા ના પાન નો ઉપયોગ
Advertisement

આપણા આયુર્વેદ ની અંદર લીમડાને વિવિધ બીમારીઓ અને  સમસ્યાઓ માટે એક ઉત્તમ ઇલાજ જણાવવામાં આવ્યો છે તેમાં લીંબોડી, લીમડાના પાન, લીમડા ના ફૂલ, લીમડાની છાલ, લીમડા ના લાકડા વગેરે નું સેવન કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે,આજે આપણે લીમડા ના પાન ના ફાયદા જોઈશું , Limda na pan na fayda in Gujarati, Neem leaves benefits in Gujarati.

Table of contents

લીમડા ના પાન ના ફાયદા | Limda na pan na fayda in Gujarati | Neem leaves benefits in Gujarati

આપના શાસ્ત્રો માં તો કેવાય છે કે જો ચૈત્ર માસ માં જો લીમડાના મોર(ફૂલ) ને રાત્રે પાણી માં પલાળી સવારે તેનું સેવન કરવામાં આવે તો બાર મહિના સુધી કોઈજ બીમારીઓ થતી નથી. 

આપણે સૌ જાણીએ છીએ કે લીમડો એ ડાયાબીટીસ ની અંદર ઉત્તમ ઇલાજ તરીકે માનવામાં આવે છે પરંતુ તમે સાયદ નહીં જાણતા હોવ કે લીમડાનો ઉપયોગ ચામડીને લગતી સમસ્યા ઉલટી, કફ, કમળો, અરાઈ ચામડી ની સમસ્યા અને દ્રષ્ટિ ની સમસ્યામાં પણ ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે

Advertisement

આજે અમે તમને આ લીમડાના પાનનું સેવન કરવાના કેટલાક ફાયદા થાય છે તેના વિશે જણાવીશું 

લીમડા ના પાન ના ફાયદા અને પાકેલા લીલાપાન ના ઔષધીય પ્રયોગો

પાકેલા લીલાપાન ગુણધર્મો

લીમડાના મોટા અને લીલા રંગ ના પાન પચ્યા પછી કડવા, આંખ માટે હિતકારી, બળતરા શાંત કરનાર, કૃમિ, કફ, અને પિત્તનો નાશ કરનાર છે. અરુચિ તથા કોઢ દૂર કરનાર છે.

લીમડા ના પાન ના ફાયદા ખરજવામાં

લીલા કે સુકા કોઈપણ ખરજવા પર લીમડાના પાન ની બારીક રાખ દરરોજ લગાવવી. જો ખરજવું લીલું હોય તો પાન વાટીને ખરજવા પર લગાવી પાટો બાંધી દેવો. આમ આ પ્રયોગ દરરોજ કરવાથી ખરજવું મટી જાય છે.

કોઈપણ પ્રકાર નું ગુમડું

લીમડાના પાન સાથે ચપટી હળદર, થોડુક મધ, ઘી, તલ અને જવનો લોટ લઇ પાણી સ્તાહે વાટીને તેની ધીમી આંચ પર પોટીશ બનાવી લેવી. તે ગાથ કે ગુમડા પર બાંધવાથી કે ૩-૬ કલાકે બદલતા રહેવાથી ગુમડું પાકતું નથી અને થયેલો સોજો મટી જાય છે.

લીમડાના પાન, દારુ હળદર અને જેઠીમધ નું ચૂર્ણ ઘી અને મધમાં નાખીને તેનો મલમ જેવું બનાવીને ઘા-જખમ પર લગાવવાથી ઘા જલ્દી રુઝાઈ જાય છે.

રક્તપિત્ત અને કોઢમાં લીમડા નો પ્રયોગ

લીમડાના પાન ના પાણી થી દર્દીએ દરરોજ નહાવું. પાન નો રસ પી જી તેના પર દૂધ પીવું. ૨-૩ મહિનામાં આ રોગ નાશ પામે છે.

લીમડા ના પાન ના ફાયદા હરસ અને મસા માં

લીમડાના ૨૦૦ ગ્રામ પાન ૭૫૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળી લો. સવારે તેને ખુબ જ પીસીને કપડા અથવા ગરણી ની મદદ થી ગાળી લો. પછી તેને ઉકાળી ઘટ્ટ માવો બનાવી લો. આ દવા દરરોજ સવારે ગાયના માખણ સાથે સેવન કરવી. એક કલાક પછી લીમડાના પાન ના રસ માં ગાયનું ઘી નાખી તે રસ ૩૦ થી ૫૦ ગ્રામ જેટલો સેવન કરવું. આ પ્રયોગ કરવાથી બધા જ પ્રકારના હરસ મટી જાય છે.

પેટના કીડા/કૃમિ

લીમડાના પાન વાતી તેમાં ચપટી હિંગ નાખીને દરરોજ સેવન કરવાથી કૃમિ મરી જાય છે અને નવા કીડા પેટમાં થતા નથી.

કમળો ના રોગ માં લીમડા નો ઉપયોગ

લીમડાના પાન ને પીસીને તેનો ૧૦ થી ૨૦ ગ્રામ રસ કાઢી તેમાં મધ ઉમેરી સવારે ૫ થી ૭ દિવસ સુધી દરરોજ પીવાથી કમળમાં લાભ થશે.

પિત્તાશય માંથી નીકળીને આતરડા માં જનારી પિત્તનળી ના માર્ગનો અવરોધ થવાથી કમળા નોરોગ થાય છે. તે માટે લીમડાના પાન નો રસ ૧૦૦ ગ્રામમાં ૨ ગ્રામ સુથનું ચૂર્ણ અને ૬ ગ્રામ મધ મિલાવી અને ત્રણ દિવસ સવારે પીવાથી લાભ થાય છે.

લીમડાના પાન, ગળોના પાન, અને હિમેજ ૬-૬ ગ્રામ લઇ તેને એક સાથે પીસીને તેમાં ૨૦૦ ગ્રામ પાણી નાખીને ઉકાળી ૫૦ ગ્રામ વધે ત્યારે ગાળી લ્યો. તેમાં ૧૦ ગ્રામ ગોળ મિલાવી સવાર સાંજ રોજ સેવન કરવાથી પાંડુ તથા  કમળના રોગમાં ફાયદો થાય છે.

લીમડાના પાન ના રસમાં સરખા ભાગે અરડુસીના પાન નો રસ અને મધ મિલાવીને દરરોજ સવારે સેવન કરવાથી કમળો મટે છે.

શીળસ માં કરો લીમડાનો ઉપયોગ

લીમડા ના પાન પીસીને ઘી અથવા આમળા સાથે ખાવાથી લાભ થાય છે. લીમડાની આંતરછાલનો ઉકાળો પીવાથી શીળસ માં લાભ થાય છે. તથા લીમડાના ગરમ પાણી થી દરરોજ સ્નાન કરવું.

મેલેરિયા તાવમાં લીમડો અકસીર દવા

લીમડાના પાન ૪૦ ગ્રામ, સુંઠ, મરી અને લીંડીપીપરનું ચૂર્ણ ૧૨ ગ્રામ, ત્રિફળા ૧૨ ગ્રામ, સિંધા નમક ૧૨ ગ્રામ, જવખાર અને સાજીખાર ૮ ગ્રામ, અને અજમો ૨૦ ગ્રામ લઇ તેનું ચૂર્ણ બનાવી દરરોજ સવાર સાંજ ૫ થી ૬ ગ્રામ જેટલું ચૂર્ણ ઉકાળેલા પાકા પાણી સાથે લેવાથી મેલેરિયા તાવ માં ઝડપ થી રાહત મળે છે.

ગાઉટ ના રોગમાં લીમડો

પરવળ ના પાન અને લીમડાના પાન બન્ને ને સાથે ઉકાળીને તેનો ઉકાળો બનાવી લો, તેમાં મધ નાખીને દરરોજ બે વખત પીવાથી ફાયદો થાય છે.

લીમડાના પાન કાંજી કે છાશમાં ઉકાળીને વાટીને ગાંઠ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

આંખના દર્દમાં લીમડો

લીમડાના પાન વાતી તેમાં થોડીક સુંઠ તથા સિંધા નમક નાખીને તેની નાની થેપલી બનાવવી. આ ઠેપ્લીને બંધ આંખો પર મુકવાથી આંખનો સોજો, દુખાવો, તથા ખુજલી મટે છે.

ઇન્ફ્લુએન્ઝા તાવમાં લીમડાનો પ્રયોગ

લીમડાના પાન, ગળો, તુલસીપત્ર, સફેદ તલના પાન તથા કાળા મરી ૬ ગ્રામ નાખી એ બધા ને જરૂર પુરતું પાણી કે મધ નાખીને પીસી લેવું. પછી તેની નાનીનાની ગોળીઓ બનાવી દર્દીને દર ૩-૩ કલાકે ગરમ પાણી સાથે આપવાથી તાવ માં ફાયદો થાય છે.

પાપણ લાલ થઇ જવી, કે પાપણ ના વાળ ખરવા

જો આંખોની પાપણ જાડી થઇ ગઈ હોય, પાપણ ની કિનારીમાં ખુજલી થતી હોય, પાપણ ના વાળ ખરી જતા હોય અને પાપણ લાલ થઇ ગઈ હોય તો લીમડાના પાન નો ઘાટો રસ દિવસમાં ચાર પાંચ વખત લગાવવાથી લાભ થાય છે.

લીમડા ના પાન ના ફાયદા નસકોરી ફૂટવા ની સમસ્યા મા

લીમડાના પાન સાથે ચપટી અજમો નાખી, પાણી સાથે વાટીને તેનો કાનપટ્ટી પર લેપ કરવાથી નાકમાંથી ફૂટતી નસકોરી બંધ થાય છે.

લીમડાના પાન અને છાલ ને સાથે વાટીને કપાળ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

એસીડીટી માં લીમડો

લીમડાના પાન તથા અરડુસીના પાનના ૨૦-૨૦ ગ્રામ રસમાં થોડી સાકર કે મધ ઉમેરી રોજ સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે.

લીમડાના પાન તથા આમળાનું ચૂર્ણ દરરોજ ઘી અને સાકર સાથે ખાવથી એસીટી, પિત્તની ઉલટી વગેરે મટી જાય છે.

લીમડા તથા કાળી ગ્રક્શના  ઉકાળામાં હરડે મિલાવીને દરરોજ પીવાથી પણ ફાયદો થાય છે.

લીમડાના પાનના બે ચમચી રસમાં ૫ ગ્રામ હરડે નાખીને દરરોજ પીવાથી અચૂક રાહત મળે છે.

કફજન્ય ઉલટી બંધ કરવા

લીમડાના ૨૦ ગ્રામ પાન ને સાફ કરી તેને સારી રીતે પીસી તેને ૧૦૦ ગ્રામ પાણીમાં ઘુટી ગાળીને ૨૦ ગ્રામ ની માત્રામાં દર્દીને આપવાથી ઉલટી બંધ થાય છે.

ડાયાબીટીશ માં લીમડો

લીમડાના પાનને વાટીને તેની ગોળી બનાવી થોડાક ઘીમાં તેને પકાવી લો. તે ગોળી બળી જાય ત્યારે તે ઘીને ગાળીને બોટલા ભરી લો. આ ઘી રોટલી પર લગાવી રોજ ખાવાથી ૭ દિવસમાં ડાયાબીટીશ માં ફાયદો થાય છે

લીમડાના પાન ના ૨૦ ગ્રામ રસમાં ૧૦ ગ્રામ મધ મિલાવી દરરોજ પીવાથી ડાયાબીટીશ મટી જાય છે.

પથરીમાં કરો લીમડાનો ઉપયોગ

લીમડાના પાનની ભસ્મ ૨ ગ્રામ ની માત્રામાં થોડા દિવસ સુધી નિયમિત રીતે પાણી સાથે પીવાથી પથરી ગળી જાય છે.

લીમડાના પાન ૧૦૦ ગ્રામ લઇ ૧ લીટર પાણીમાં ઉકાળો, ૨૫૦ ગ્રામ પાણી વધે એટલે ઉતારી તેમાંથી ૫૦ ગ્રામ દવામાં સુરોખાર નાખીને સવાર સાંજ પાથી પથરી નીકળી જશે. આ ઉકાળાની વરદ નો પથરીની જગ્યાએ બાફ લેવો.

આધાશીશી

લીમડાના સુકા પાન, કાળા મરી અને ચોખા સરખાભાગે લઈને બારીક ચૂર્ણ કરી સવારે સૂર્યોદય પહેલા, માથું જે તરફ દુખતું હોય, તે તરફના નાકમાં આ દવા ફૂકવાથી કે સુંઘવાથી જૂનામાં જુનો આધાશીશીનો રોગ જલ્દી મટી જાય છે.

સફેદ કોઢ/ સફેદ ડાઘ

૫ નંગ લીમડાના તાજા પાનઅને તાજું આમળું ૧ નંગ (લીલું ના મળે તો સુકું આમદો ૬ ગ્રામ) લઇ સવારે તાજા પાણી સાથે વાટીને સૂર્યોદય પહેલા ગાડીને પુવાથી ફાયદો થાય છે.

કેળાના ક્ષારમાં હળદર અને ગૌમૂત્ર મિલાવી તેનો સફેદ દાઢ પર લેપ કરવાથી લાભ થાય છે.

માસિક ધર્મ વખતની પીડામાં લીમડો

માસિકધર્મ વખતે થતી પીડામાં લીમડાના પાન પાણીમાં બાફવા તે પાણીની વરદ નભી નીચે પેડુ પર લેવી કે પછી પાણીમાં મીઠું નાખી, પાંદ બાફી તેને પેડુ પર ગરમ ગરમ બાંધવા. સાથે રોજ લીમડાના પાન ૭ નંગ તથા થોડું આદું પાણી સાથે વાટીને સવારે પીવું.

લીમડાની કોમળ પાન ના ઔષધીય પ્રયોગો| લીમડા ની કુંપળ ના ઔષધીય પ્રયોગો

આગળ આપને લીમડાના મોટા અને પાકેલા પણ લીલા રંગના તાજા પાનના ઉપયોગો જોયા હવે લીમડાના કુણા પાન કે કુંપળોના ખાસ ગુણધર્મો તથા આયુર્વેદિક પ્રયોગો વિષે જાણીશું.

લીમડા ની કુંપળ ના ગુણધર્મો

લીમડાના કુણા પાન ગુણમાં વાયુકર્તા, સંકોચક તથા અરુચિ, રક્તપિત્ત, નેત્રવિકાર અને કોઢ મટાડનાર છે.

મેલેરિયા

લીમડાની કુણી કુંપળો ૧૨ ગ્રામ લઈને તેમાં ૧ ગ્રામ ફૂલવેલ ફટકડી મિલાવી વાટીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. ૧ થી ૨ ગોળી ખાંડના શરબત સાથે લેવાથી બધા જ પ્રકારના તાવ ખાસ કરીને મેલેરિયા તાવમાં ખુબ જ લાભ થાય છે.

તાવમાં થતી બળતરા

લીમડાની કુણી કુંપળો વાટીને તેમાં લીંબુનો રસ નાખી શરીર પર તેનો લેપ કરવાથી તાવ થી થતી બળતરા દૂર થાય છે અને તાવ ઉતરે છે. હૃદય,પેટ તથા પગની પીંડી માં થતી બળતરામાં કુપ્દોના પાન ઠંડા પાણી સાથે વાટીને લેપ કરવાથી પીડા શાંત થાય છે.

પેટના વિકાર- મૂત્ર વિકાર

લીમડાની ૫-૬ કુંપળો વાટીને દરરોજ મધ સાથે સેવન કરવું. અથવા કુંપળો નો રસ ૧૦ ગ્રામ અને ૧૦ ગ્રામ મેળવી ૫ થી ૭ દિવસ સુધી દરરોજ પીવાથી અચૂક લાભ થાય છે.

પાકા ઝાડા

પાકેલા ઝાડા માં લીમડાની કુંપળો અને બાવળના પાન ૬-૬ ગ્રામ લઇ, વાટીને તેનો રસ કાઢીને તેમાં મધ ઉમેરીને સવાર સાંજ પીવાથી તાત્કાલિક લાભ થાય છે.

ખુજલી અને ખંજવાળ માં લીમડાનો ઉપયોગ

લીમડાના પાનના ઉકાળાથી દરરોજ નહાવાથી ફાયદો થાય છે.

લીમડાના કુણા પણ નો ૨૫ ગ્રામ રસ કાઢી, તેમાં ૧ ગ્રામ મરી નાખીને સવારે પીવાથી ફાયદો થાય છે.

લૂ લાગી જવી

ઉનાળાની ગરમીથી લાગેલી લૂ ના ઉપાય તરીકે ૮ થી ૧૦ લીમડાના કુણા પાન, પાકી આમલી ૫ ગ્રામ તથા થોડુક મીઠું ભેગું કરી વાટીને રોજ સવારે ખાવાથી ફાયદો થાય છે.

સોજા પર લીમડાનો ઉપયોગ

લીમડાના પણ, સાટોડીના પાન અને તાંદળજા ના પાન સરખા લઈને તેને વાટીને તેમાં થોડીક હળદર નાખીને ગરમ કરીને સોજા પર તેનો લેપ કરવાથી સોજા ઉતરી જાય છે.

શરદી-સળેખમ, કોલેરા, રક્તવિકાર વગેરેમાં લીમડો

૧૨ ગ્રામ લીમડાના પણ અને ૬ ગ્રામ કાળા મરી તેનું ચૂર્ણ બનાવી પછી તેની નાનીનાની ગોળીઓ બનાવીને છાયામાં સુકવીને બોટલમાં ભરી લેવી. રોજ ૨-૪ ગોળી સાવર સાંજ પાણી સાથે લેવાથી ઉપર્યુક્ત બધા જ દર્દ રોગ નાશ પામે છે.

કાન ના દુઃખાવામાં લીમડો

એક મુઠ્ઠી જેટલા લીમડાના પાનને ૫૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. પછી તેના પર કોઈપણ વાસણ ઢાંકીને એક બાજુએ થી થોડુક એવી રીતે ખોલો કે વરાળ ત્યાંથી બહાર નીકળે, તે નીકળતી ગરમ વરાળ ઉપર થોડે ઉંચે દુઃખતો કાન રાખી વરાળ લેવી. આમ કરવાથી કાન નો દુખાવો મટી જાય છે.

કાનમાં જખમ- ઘા

લીમડાના પાનના ૩ ગ્રામ રસમાં સરખા ભાગે રસ મિલાવી તેને જરાક ગરમ કરીને કાનમાં તેના ટીપાં નાખવા તેથી કાનમાં થયેલ જખમ કે ઘા રુઝાઈ જાય છે.

લીમડા ના પાન નું સેવન કરવાના અન્ય ફાયદા

ખાલી પેટે લીમડાના પાન immunity booster નું કામ કરે છે

લીમડા ની અંદર રહેલા ઉત્તમ ગુણો જેવા કે એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીમૈક્રોબીયલ ગુણો જો સવારે ખાલી પેટે તમે સેવન કરો છો તો આ તમામ ગુણો તમારી ઈમ્યૂન સિસ્ટમને સારી કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે તાવ અને હદય રોગને લગતી સમસ્યાઓ દૂર રાખવામાં મદદરૂપ થાય છે – Neem leaves benefits in Gujarati.

મોઢા અને જીવાણુઓ રહિત કરે છે

આપણા ગામડાઓમાં તો હજી એ જ પરંપરા છે કે સવારે ઊઠીને લીમડાનું દાતણ કરવું અને સાથે સાથે લીમડાના પાનનો પણ ચાવી તેના કડવા રસનું સેવન કરતા હોય છે આ લીમડાની ડાડી નું  જો આપણે દાતણ કરી અને ખાલી પેટે સેવન કરીએ છીએ તો તે મોઢાની સફાઈ કરવાની સાથે સાથે આપણા મોઢાની અંદર રહેલા જીવાણુઓ પણ દૂર કરે છે તેમજ આપણા પેઢાને અનેક રોગોથી બચાવી રાખે છે અને દાંત સફેદ કરે છે

ડાયાબીટીસ માટે ફાયદાકારક

આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસના ઉત્તમ ઇલાજ તરીકે દરેક વ્યક્તિ આપણને લીમડાનું સેવન કરવાનું કહે છે અને તે એનો કારગર ઈલાજ પણ છે જેથી આપણા આયુર્વેદ ની અંદર તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે જો તમે સવારે એક ચમચી લીમડાના રસ પાન નો રસ પીવો છો તો તમારું સુગર લેવલ કંટ્રોલ રહે છે તમે ઇચ્છો છો તો લીમડાના પાનના સુકાવી તેનો પાવડર બનાવી ફાકી તરીકે સવારે ખાલી પેટે પણ સેવન કરી શકો છો તે પણ એટલુજ જ ફાયદાકારક છે.

વાળ અને સ્કિન માટે ફાયદાકારક

ખાલી પેટે જો તમે લીમડાના પાનનું સેવન કરો છો તો તેની અંદર રહેલા  એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો લોહી શુદ્ધ કરવામાં ફાયદાકારક થાય છે અને તે આપણી સ્કિન ને વિવિધ રોગોથી બચાવે છે અને જો તમે લીમડાના પાનની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો છો અને તેના પાનને ચાવી ને સેવન કરો છો તો તો ચર આવવાની સમસ્યા પણ દૂર થાય છે

તેમજ તો તમે લીમડા પાન ને ગરમ પાણી મા ઉકાળી તે પાણી થી સ્નાન કરો છો તો ચામડી ના વિવિધ રોગો મટે છે નાના બાળકોને લીમડા ના પાણી થી સ્નાન કરાવો તો અરાઈ ની સમસ્યા પણ દુર થાય છે

કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે

લીમડાના પાનની અંદર આપણા શરીરને નુકશાન કારક એવા ફ્રી રેડિકલ્સ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે આપણા લોહી શુદ્ધિકરણ માં પણ ફાયદાકારક છે જો તમે ખાલી પેટે લીમડાનાં પાનનું સેવન કરો છો તો તે કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ તમને બચાવી રાખે છે – Limda na pan na fayda in Gujarati.

પાચનતંત્ર માટે ફાયદાકારક

તમને જણાવી દઈએ કે લીમડાના પાન ની તાસીર ઠંડી હોય છે તેમજ તે આપણા પેટ્ની અંદર એસીડીટી, છાતીમાં થતી બળતરા અને પાચનને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે તેમજ જો તમે સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો અપચાની સમસ્યા દૂર થાય છે અને પેટ સાફ આવે છે સાથે સાથે આપણા પાચનતંત્ર ની અંદર રહેલા હાનિકારક જીવાણુઓ સામે સાથે લડી અને આપણે વિવિધ બીમારીઓથી બચાવે છે તેમજ તે આપણા લીવર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

લીમડાના પાનનું સેવન કરવાથી થતા નુકસાન

ડાયાબિટીસના દર્દીએ યોગ્ય માત્રામાં લીમડાના પાનનો જ્યૂસ અથવા તો લીમડાનાં પાનનું સેવન કરવું જોઈએ ઘણીવાર અતિસય સેવન ના કારણે સુગર લેવલ ઘણું ઓછું થઈ જાય છે માટે લીમડાનાં પાનનું સેવન કરતા પહેલા તમારા ડૉકટરની અચૂક સલાહ લો

ગર્ભવતી મહિલાઓએ અથવા તો ગર્ભ ધારણ કરવા ઈચ્છતી મહિલાઓ હોય તેનું સેવન કરવું નહીં

ખૂબ જ વધુ પ્રમાણમાં લીમડાનાં પાનનું સેવન કરવામાં આવે તો તે આપણી કિડની અને લિવરને નુકશાન કરી શકે છે

લીમડા ના પણ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

લીમડાના પાન નું પાણી પીવાથી શું ફાયદા થાય છે?

લીમડાના પાન નું પાણી પીવાથી નેત્ર વિકાર, નસકોરી ફૂટવી, આંતરડા ના વિકાર, પેટની ખરાબી જેવા અનેક રોગો દૂર થાય છે.

લીમડા ની તાસીર કેવી હોય છે?

લીમડાની તાસીર ઠંડી હોય છે. તેથી જ તેના પાન નું સેવન ઉનાળામાં વિશેષ કરવાનું કહેવામાં આવ્યું છે.

લીમડાના પાન ને ચહેરા પર લગાવવાથી શું થાય છે?

લીમડાના પાનમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે. ત્વચા ને લગતી દરેક સમસ્યામાં તેનો ઉપયોગ ઉત્તમ પરિણામ આપે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

નાગરવેલના પાન ના ફાયદા | નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો | Nagarvel na pan na fayda | Nagarvel pan benefits in Gujarati

કપૂર ના ફાયદા અને નુકસાન | કપૂર નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | કપૂર કેવી રીતે બને | kapur na fayda | camphor benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement