અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત - Methi dana nu athanu banavani rit - methi dana nu athanu recipe in gujarati
Image credit – Youtube/Maa ki rasoi se
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત – Methi dana nu athanu banavani rit શીખીશું. મેથી એ ઘણી બીમારીઓ માં ઉપયોગી થાય છે, do subscribe Maa ki rasoi se YouTube channel on YouTube If you like the recipe , અને હાડકા , પેટ, ગેસ માટે ઘણી ઉપયોગી થાય છે આજ આપણે methi dana nu athanu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • અંકુરીત મેથી દાણા 125 ગ્રામ
  • રાઈ ના કુરિયા 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • સરસો નું તેલ / તેલ ¾ કપ
  • લસણ કટકા ¼ કપ (ઓપ્શનલ છે )
  • હિંગ ½ ચમચી
  • કલોંજી 1 ચમચી
  • મીઠું 2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીંબુનો રસ 3-4 ચમચી

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | methi dana nu athanu recipe in gujarati

 અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવા સૌ પ્રથમ મેથી દાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે પાણી થી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી આખી રાત પલાળવા મૂકો. આખી રાત મેથી ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને સાફ ને ભીનું કૃ નીચોવી રાખેલ કોટન ના કપડા માં પલાળેલી મેથી નાખી પોટલું બનાવી લ્યો ને તપેલી માં મૂકી ઢાંકી ને ગરમ જગ્યાએ મૂકો.

એક દિવસ ને એક રાત બાંધી ને ઢાંકી ને રાખશો તો મેથી અંકુરીત થઈ જશે. મેથી અંકુરીત થઈ જાય એટલે એને કપડા પર ફેલાવી ને પંખા નીચે મૂકો ને બે ત્રણ કલાક સૂકવી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં મેથી દાણા, વરિયાળી, રાઈ ના કુરિયા અને અજમો ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ને મિક્સર જાર માં પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ સુધારેલ નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, કલોંજી, મીઠું, સંચળ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં પીસી રાખેલ મસાલો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકું થવા દયો હવે અંકુરીત મેથી માં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું થવા મુકેલ તેલ નાખી મિક્સ કરી લ્યો.

આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કાંચ ની બરણી માં ભરી ને પાંચ સાત દિવસ તડકા માં મૂકી ને સવાર સાંજ હલાવી લેવું ને સાત દિવસ બાદ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જશે ને હવા ઉજાસ વાળી જગ્યાએ અથવા ફ્રીઝ માં મૂકી મજા લ્યો અંકુરીત મેથી દાણા નું અથાણું.

Methi dana nu athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maa ki rasoi se ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત | Tad gola milk shake banavani rit

ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit

અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement