દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત - Dahi papdi chat banavani rit - Dahi papdi chat recipe in gujarati
Image credit – Youtube/Rasoi Ghar
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દહીં પાપડી ચાટ બનાવવાની રીત – Dahi papdi chat banavani rit શીખીશું, do subscribe Rasoi Ghar YouTube channel on YouTube If you like the recipe , ગરમી માં ગરમ ગરમ ખાવા ની ઈચ્છા ઓછી ને ઠંડુ ઠંડુ ખાવા ની ઈચ્છા થાય ને જો એ ઠંડુ વહેલું બનાવી ને તૈયાર કરી ને રાખી મૂકો ને જ્યારે ખાવા બેસો ત્યારે તૈયાર મળે એવી વાનગી તૈયાર કરીશું તો ચાલો જાણીએ Dahi papdi chat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં પાપડી ચાર્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • ઝીણી સોજી / રવો ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચાટ ગાર્નિશ માટેની સામગ્રી

  • દહીં માં ખાંડ નાખી મિક્સ કરેલ મીઠું દહીં જરૂર મુજબ
  • મીઠી આંબલી ની ચટણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • મીઠું

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat recipe in gujarati

સૌપ્રથમ આપણે પાપડી નો લોટ બાંધી ને પાપડી બનાવતા શીખીશું ત્યારબાદ દહીં પાપડી ચાટ બનાવીશું.

પાપડી નો લોટ બાંધી ને પાપડી બનાવવાની રીત

એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને નાખો સાથે ઝીણી સોજી / રવો, સ્વાદ મુજબ મીઠું અને તેલ બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને લોટ ને બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

Advertisement

દસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી બે ત્રણ લુવા બનાવી ને વણી ને પાતળી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને ગોળ કુકી કટર થી કટ કરી લ્યો આમ બધા લોટ ને વણી લ્યો ને કાંટા ચમચી થી કાણા કરી કટ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણેલી પાપડી ને નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો તરેલ પાપડી ને ઝારાથી કાઢી લ્યો ને ઠંડી કરવા મૂકો પાપડી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો

દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત

તૈયાર કરેલ પાપડી ને પ્લેટ માં મૂકો એના પર મીઠું દહી નાખો ઉપર લીલી ચટણી અને આંબલી ની ચટણી, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો અને મીઠું છાંટો  ( અહી તમે ઝીણી સેવ, દાડમ દાણા અથવા મસાલા સીંગ પણ છાંટી શકો છો ) ને મજા લ્યો પાપડી ચાર્ટ

Dahi papdi chat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બદામ મિલ્ક શેક બનાવવાની રીત | Badam milk shake banavani rit

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement