અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati

અંબે દાલ બનાવવાની રીત - Ambe daal banavani rit - Ambe daal recipe in gujarati
Image credit – Youtube/Vanita's Corner
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે અંબે દાલ બનાવવાની રીત – Ambe daal banavani rit શીખીશું. આ અંબે દાલ એક મહારાષ્ટ્રીયન સલાડ છે જેને કેરીચી દાલ પણ કહેવાય છે, do subscribe Vanita’s Corner YouTube channel on YouTube If you like the recipe , અને ચૈત્ર મહિના ની શરૂઆત માં  બજારમાં મસ્ત ખાટી ખાટી કેરી આવવા લાગે એટલે આ વાનગી મહારાષ્ટ્ર માં ઘરે ઘરે બનતી હોય છે જે એક સાઈડ ડીસ કે ચટણી સલાડ જેમ ખવાય છે જે ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો જાણીએ Ambe daal recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

અંબે દાલ બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા દાળ 1 કપ
  • કાચી કેરી છીણેલી 1
  • લીલા મરચા સુધારેલા 2
  • લીલું નારિયળ છીણેલું  2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • મીઠા લીમડાના પાન 5-7

અંબે દાલ બનાવવાની રીત | Ambe daal recipe in gujarati

અંબે દાલ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો.

ચાર કલાક પછી પલાળેલી ચણા દાળ નું પાણી નિતારી લ્યો ને મિક્સર જાર માં પલાળેલી ચણા દાળ નાખો સાથે બે ત્રણ મરચા સુધારેલ નાખી દરદરી પીસી લ્યો.  (અહી તમે પીસવા માં નાનો ટુકડો આદુ પણ નાખી શકો છો)

Advertisement

હવે કાચી કેરી ને ધોઇ કોરી કરી છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે મોટી મોટી છીણી લ્યો હવે એક મોટા વાટકામાં અધ કચરી પીસેલી ચણાની દાળ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, છીણેલું તાજુ નારિયળ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. 

હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી તતડાવો ને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચણા કેરી ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો અંબે દાલ.

Ambe daal banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vanita’s Corner ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo banavani rit

બદામ મિલ્ક શેક બનાવવાની રીત | Badam milk shake banavani rit

દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત | dahi marcha banavani rit

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement