રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

રાગી ના ઢોસા બનાવવાની રીત - ragi na dosa banavani rit - ragi dosa recipe in gujarati - રાગી ઢોસા બનાવવાની રીત
Image credit – Youtube/Ghana's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ના ઢોસા બનાવવાની રીત – ragi na dosa banavani rit શીખીશું, do subscribe Ghana’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , ઢોસા તો તમે ઘણી પ્રકારના દાળ ચોખા ના મિશ્રણ માંથી બનાવી ને ખાધા હસે પણ આજ આપણે એકદમ હેલ્થી ને ટેસ્ટી રાગી ઢોસા ની રીત લઈ આવ્યા છીએ જે ઝડપથી તૈયાર થઈ જાય છે ને ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ ragi dosa recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાગી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • રાગી નો લોટ ½ કપ
  • સોજી ¼ કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
  • હિંગ 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi dosa recipe in gujarati

રાગી ના ઢોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને રાગી નો લોટ  અને ચોખા નો લોટ લ્યો એમાં સાફ કરેલ સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, જીરું, ઝીણી સુધારેલી ડુંગળી, હિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવો તૈયાર મિશ્રણ ના ઘણું ઘટ્ટ હોય કે ન ઘણું પાતળું થાય એનું ખાસ ધ્યાન રાખવું જો મિશ્રણ ઘણું પાતળું થઈ જશે તો ઢોસો તવી પરથી નીકડસે નહિ ને જો ઢોસો જાડો બનશે તો ખાવા ની મજા નહિ આવે

Advertisement

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ ને બરોબર હલાવી એક થી બે કડછી મિશ્રણ ગરમ તવી પર નાખી ફેલાવી લ્યો અને  ઢોસા ને મિડીયમ તાપે ઢોસા ને બરોબર ચડાવો ઢોસો ચડવા આવે એટલે ઉપર ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો

ઢોસો ગોલ્ડન થાય એટલે તવી પરથી ઉતારી લ્યો અને ફરીથી મિશ્રણ ને બરોબર હલાવી ને મિશ્રણ તવી પર નાખો ને ઢોસા ને તેલ કે ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ દરેક વખતે મિશ્રણ બરોબર હલાવી ને ઢોસા બનાવી લ્યો ને ઢોસા તૈયાર કરી લ્યો તો તૈયાર છે રાગી ઢોસા.

રાગી ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghana’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati

મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement