ચીકુ ના ફાયદા | ચીકુ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા | ચીકુ ના બીજ ના ઉપયોગ

ચીકુ ના ફાયદા - ચીકુ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા - ચીકુ ના બીજ ના ઉપયોગ - chiku na fayda - sapodilla benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે ચીકુ વિશે માહિતી જણાવીશું જેમાં ચીકુ ના ફાયદા અથવા ચીકુ ખાવાના ફાયદા , ચીકુ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, ચીકુ ના બીજ ના ઉપયોગ , ચીકુ મા રહેલ પોષકતત્વો,ચીકુ ના નુકશાન, chiku na fayda, જણાવીશું

ચીકુ વિશે માહિતી

ચીકુ એક એવું ફળ છે જે દેખાવ માં તો બટેકા જેવું લાગે છે. સ્વાદ માં એકદમ મીઠું હોય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. ચીકુ માં વિટામીન અને મિનરલ્સ ખુબ જ હોય છે.

ચીકુનું ઝાડ મૂળ દક્ષિણ અમેરિકાના ટાપુ નું વતની છે. ત્યાં તેને ચીકોઝ પેટી ના નામ થી ઓળખવામાં આવે છે.

Advertisement

ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ચીકુ વધારે પ્રમાણ માં થાય છે. ચુકુનું ઝાડ મજબૂત અને ચીકાશ વાળું હોય છે. તેના ઝાડમાંથી દૂધ નીકળે છે. ચીકુનું ઝાડ વધવામાં ખુબ જ ધીમું હોય છે. તેને વાવ્યા પછી પાંચમાં વર્ષે તેમાં ફળ આવે છે.

ચીકુ આહાર તરીકે ખુબ જ ફાયદાકારક છે. ચીકુ ખાવાથી શરીર માં એક જાત ની તાજગી અને સ્ફૂર્તિ આવે છે. તેમાં શુગર નું પ્રમાણ ખુબ જ હોય છે જે લોહીમાં ભળી તાજગી આપે છે.

ચીકુ ખાવાથી આતરડા ની શક્તિ વધે છે અને તે મજબૂત બને છે. ચીકુના ઝાડમાંથી ‘ચીકાલ’ નામનો પદાર્થ નીકળે છે.

ચીકુના ઝાડ ની છાલમાંથી રસચીકાલ્નામનો પદાર્થ કાઢવામાં આવે છે અને તેમાંથી ‘ચ્યુઇન્ગ્મ’ બને છે અને તે નાની નાની વસ્તુઓ સાંધવા માટે વપરાય છે. ઉપરાંત ડેન્ટલ સર્જરી માં ‘ટ્રાન્સમિશન બેલ્ટ્સ’ બનાવવામાં તે વપરાય છે.

ચીકુ મા રહેલ પોષકતત્વો

ચીકુ ની અંદર નીચે મુજબ ના પોષકતત્વો રહેલા છે

૧૪% શર્કરા

૭૧% પાણી

૧.૫% પ્રોટીન

૧.૫% ચરબી

૫.૫% કાર્બોહાઈડ્રેટ

આ ઉપરાંત તેમાં વિટામીન-એ પણ સારા એવા પ્રમાણ માં મળી રહે છે.  ચીકુ માં ફોસ્ફરસ અને લોહતત્વ પણ મળી રહે છે અને થોડો ઘણો ક્ષાર નું પ્રમાણ પણ હોય છે.

ચીકુ ના ફાયદા | Chiku na fayda

કમજોરી દૂર કરવામાં ચીકુ ખુબ જ ફાયદેમંદ છે, તાવ આવી જવાને કારણે કમજોરી આવે છે, શરીર માં અમુક પોષકતત્વો ની ઉણપ ને કારણે કમજોરી આવી જતી હોય છે, ત્યારે દિવસ દરમિયાન ૧-૨ ચીકુ ખાવાથી ફાયદો થાય છે.

ચીકુમાં વિટામીન-એ ભરપૂર માત્ર માં હોય છે, જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે માટે મોટી ઉમર ના લોકો ને ખાસ ચીકુ નું સેવન કરવું જોઈએ. તેનાથી આંખોની રોશની વધે છે.

ખાવાપીવામાં અસંતુલન ને કારણે ઝાડા થઇ જાય છે ત્યારે એટલે કે ઝાડા માં ચીકુ ખાવાથી રાહત મળે છે.

ક્યારેક ક્યારેક  કોઈક ઘાવ અને ફોડલા ઓ સુકાતા નથી હોતા ત્યારે કાચા ચીકુને પીસીને તેના પર લગાવવાથી ફોડલાઓ પાકી જાય છે અને ફૂટી જાય છે.

ઘણી વખત તાવ આવી જવાને કારણે કમજોરી આવી જતી હોય છે અથવા તો તાવ ઉતરતો જ નાં હોય ત્યારે ચીકુ ની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ જલદી ફાયદો થાય છે.

ચીકુ નું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને દાંત પણ મજબૂત બને છે. કારણકે ચીકુમાં કેલ્શિયમ, આયરન, અને અનેક પ્રકાર ના મિનરલ્સ મળી રહે છે જે હાડકા ને મજબૂત બનાવામાં મદદ કરે છે.

ચીકુ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા

chiku – ચીકુ ખાવાથી કબજિયાત દૂર થાય છે કારણકે ચીકુમાં ફાઈબર સારી એવી માત્રામાં હોય છે. જે પેટમાં ગેસ થવા દેતો નથી અને કબજિયાત પણ થતી નથી.

ચીકુમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. જે શરદી અને ઉધરસ માં ખુબ જ ફાયદો કરે છે.

ચીકુ માં વજન ઓછું કરવાના પણ ગુણો હોય છે. ચીકુનું સેવન કરવાથી મેટાબોલીઝમ નિયંત્રિત રહે છે માટે ચીકુ ખાવાથી વજન નિયંત્રિત રહે છે અને ઘટાડી પણ શકાય છે.

ચીકુનું સેવન કરવાથી પેશાબ મા થતી બળતરા શાંત થાય છે

ચીકુ ને આખી રાત પલાળીને સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે.

ચીકુમાં મેગ્નેશિયમ હોવાથી તે લોહીનું પરિભ્રમણ ને ગતિશીલ બનાવે છે સાથે સાથે ચીકુમાં પોટેશિયમ, હોય છે જે બ્લડ શુગર ને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ચીકુને ઉકાળીને તે પાણી પીવાથી બ્લડ શુગર કન્ટ્રોલ માં રાખી શકાય છે.

૮ થી ૧૦ દિવસ સુધી લગાતાર ૩-૪ ચીકુ ખાવાથી શરીર માં લોહી ની ઉણપ દૂર થાય છે.

ચીકુનું સેવન કરવાથી મગજ ની થકાવટ દૂર થાય છે અને  મગજ શાંત રહે છે.

ચીકુનું સેવન કરવાથી વાળ ને મોશ્ચ્યુર મળે છે અને વાળ સિલ્કી થાય છે.

ચીકુ ના બીજ ના ઉપયોગ

ચીકુના બીજ નું તેલ પણ મળે છે. જેને લગાવવાથી વાળ મૂળ માંથી મજબૂત બને છે અને લાંબા પણ થાય છે.

ચીકુના બીજ ને પીસીને તેમાં કેસ્ટર ઓઈલ નાખીને વાળ ના મૂળ માં લગાવો પછી એક કલાક પછી ધોઈ લો,  આ પેક લગાવવાથી વાળ એકદમ સોફ્ટ બને છે અને મજબૂત પણ થાય છે.

ચીકુ ના નુકશાન

આમ તો ચીકુ એક એવું ફળ છે જેને ખાવાથી કોઈપણ નુકસાન થતું નથી, પરંતુ જો કાચા ચીકુ ખાવામાં આવે અથવા તો આપણી બીમારી ની જાણકારી ના હોય અને ખાવામાં આવે તો નુકસાનો થઇ શકે છે, એવા જ અમુક નુકસાનો નીચે જણાવ્યા છે.

ચીકુમાં લેટેક્સ અને ટેનિન ખુબ જ પ્રમાણ માં હોય છે માટે કાચા ચીકુ ખાવાથી આ બને તત્વો આપના મોઢા નો સ્વાદ કડવો કરી નાખે છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય તો પણ ચીકુ ખાવા નહિ, કારણકે ચીકુ ની તાસીર ગરમ હોય છે.

જે લોકો ને ચીકુ ની એલર્જી છે તેઓ ને ચીકુ ખાવાથી ગળા માં ખંજવાળ પણ આવી શકે છે.

ચીકુના પાંદડા ખાવાથી ડાયેરિયા અને ત્વચા પર ખંજવાળ આવી શકે છે એનું કારણ છે તેમાં રહેલું સેપોનીન તત્વ.

ચીકુ ને સંબંધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

ચીકુમાં કયા કયા વિટામિન્સ હોય છે?

ચીકુમાં વિટામીન-એ અને બી સારી એવી માત્રા માં મળી રહે છે.

ચીકુને અંગ્રેજી માં શું કહેવાય? | ચીકુ meaning in English

અંગ્રેજી મા ચીકુ ને sapodilla કહેવાય છે

ચીકુની તાસીર કેવી હોય છે?

ચીકુની તાસીર ગરમ હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

શરદી ની દવા | કફ ની દવા | કફ દૂર કરવાના ઉપાયો | sardi ni dava | kaf ni dava

સફરજન ખાવાના ફાયદા | સફરજન વિશે માહિતી | સફરજન ના ઘરેલું ઉપચાર

સક્કરટેટી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | સક્કરટેટી ની છાલ અને બીજ નો ઉપયોગ | sakar teti na fayda

તરબૂચ ના ફાયદા | તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા | તરબૂચ ની વાનગીઓ

ઊંટડીના દૂધ ના ફાયદા અને નુકશાન | ઊંટ ના દૂધ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી પીવાની રીત | garam pani na fayda | health benefits of drinking hot water in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement