તરબૂચ ના ફાયદા | તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા | તરબૂચ ની વાનગીઓ

તરબૂચ ના ફાયદા - તરબૂચ ખાવાના ફાયદા અને નુકસાન - તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા - તરબૂચ ની વાનગી - Watermelon benefits in Gujarati - Tarbuch na fayda

આજ અમે આપણા સૌના પ્રિય ફળ તરબૂચ કે જેને કલિંગર કે કાણીગુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ તરબૂચ વિશે માહિતી જેમાં, તરબૂચ ખાવાના ફાયદા , તરબૂચના બીજ ના ફાયદા અને નુકશાન ,તરબૂચની છાલ ના ફાયદા અને નુકસાન , તરબૂચ ની વાનગી,તરબૂચ ના ફાયદા, Tarbuch na fayda, Watermelon benefits in Gujarati, Watermelons recipes in Gujarati, tarbuch ni vangi વિશે જણાવીશું.

તરબૂચ વિશે માહિતી

ગરમીની ની સિઝન આવી રહી છે. ગરમીના શરબત પીવાની સિઝન. ઠંડી ઠંડી વસ્તુઓ ખાવાની- પીવાની સિઝન. એવી જ એક વસ્તુ, એવું જ એક ફ્રુટ જે પાણીથી ભરપૂર હોય છે તે છે “તરબૂચ”.

તરબૂચ ગરમીમાં તરસ છીપાવવા માટે, હૃદય ને ઠંડક આપવા માટે, શરીરને તાજગી અને ઉર્જા આપવા માટેના બધા ગુણો થી ભરપૂર છે . તરબૂચનું ફળ જ નહિ તેની છાલ અને તેના બીજ પણ આયુર્વેદિક ગુણો થી ભરેલા છે.

તો ચાલો જણાવીએ તરબૂચના આવા અનેક ઘરગથ્થું ઉપચારો તેનું સેવન કરવાના ફાયદા અને નુકસાન. તેના બીજ ના ફાયદા અને તેની છાલ ના ફાયદા.

શા માટે તરબૂચ ખાવું જોઈએ?

તરબૂચ એ ઉનાળાની અસહ્ય ગરમીથી છુટકારો અપાવે છે. તાજા તરબૂચ ના ફળ ની અંદર 92% પાણી અને પોષકતત્વો થી ભરપૂર હોય છે.

મીઠા અને સ્વાદિષ્ટ તરબૂચ ની અંદર ખુબજ પ્રમાણમા લાઇકોપીન,એંટીઓક્સિડંટ અને એમીનો એડિસ ની સાથે vitamin A, vitamin B6 અને vitamin C હોય છે.

તરબૂચ ની ખાસિયત એ છે કે તે ફેટ ફ્રી અને હાઈડ્રેટિંગ છે. તે તમારી આંખો નું રક્ષણ કરે છે તમારા વાળને મજબૂત કરે છે.

Watermelon benefits in Gujarati | તરબૂચ ના ફાયદા

તરબૂચ ના ફાયદા તે ઠંડક આપે છે

Watermelon – તરબૂચ ની તાસીર ઠંડી હોય છે. તેથી તરબૂચનું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થઇ જાય છે. તરબૂચ નું જ્યુસ પીવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.

તરબૂચ ના ફાયદા તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

જો તમે ડાયેટ કરો છો તો તમારા ડાયેટ પ્લાન માં તરબૂચ ને ઉમેરી લો. ૧૦૦ ગ્રામ તરબૂચનું સેવન કરવાથી તમારા શરીર માં માત્ર ૩૦ ગ્રામ કેલેરી જ જાય છે.

તરબૂચ ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. જેથી વજન ઘટાડવામાં તરબૂચ ખુબ જ મદદ કરે છે.

તરબૂચ ખાવાના ફાયદા તે પોષક તત્વો થી ભરપૂર છે-

તરબૂચમાં વિટામીન B1, વિટામીનB5, વિટામીન B6 તથા વિટામીન C  પણ ભારૂર માત્રા માં મળી રહે છે. સાથે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ ભરપૂર માત્રા માં હોય છે.

એટલે જ કહેવાય છે કે તરબૂચ નું સેવન કરવાથી ટેસ્ટ ની સાથે સાથે પોષક તત્વો પણ મળી રહે છે.

તરબૂચ ખાવાના ફાયદા તે બ્લડ પ્રેશર ને નોર્મલ કરે છે

બ્લડ પ્રેશર ની સમસ્યા વાળી વ્યક્તિઓએ તરબૂચનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ ધમની અને નસો પર જે દબાણ થાય છે તેને ઓછું કરે છે.

તરબૂચ ખાવાના ફાયદા તે આંખો માટે ફાયદેમંદ છે

વિટામીન E જે તરબૂચમાં રહેલું છે તે આંખોને સ્વસ્થ રાખે છે. આંખોનું તેજ વધારે છે. આંખોને લગતી કોઈપણ સમસ્યા છે તો તરબૂચ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

તરબૂચ ના ફાયદા લૂ થી બચાવે છે

ગરમી ની સીઝન માં લૂ લાગી જવાની સમસ્યા સામાન્ય થઇ જાય છે. તેથી આયુર્વેદ ગરમીમાં તરબૂચ ખાવાની સલાહ આપે છે.

તરબૂચ માં પાણી ની માત્રા ખુબ જ હોય છે. તેથી જ તરબૂચ નું સેવન કરવાથી લૂ થી બચી સ્કાય છે.

તરબૂચ ના ફાયદા પાણી ની ઉણપ ને દૂર કરે છે

ઉનાળામાં ઘણી વખત બનતું હોય છે કે શરીર માં પાણી ની કમી થઇ ગઈ. ત્યારે તરબૂચનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

તરબૂચ ખાવાના ફાયદા પાચન સબંધિત સમસ્યાઓ દૂર કરે છે

જે વ્યક્તિઓ કબજીયાત અને એસીડીટી થી પરેશાન છે. તેઓએ ખાસ તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચમાં રહેલું ફાઈબર પાચન સબંધિત સમસ્યાઓમાંથી છુટકારો આપે છે. અને પેટ ને સાફ રાખે છે.

તરબૂચ ના બીજ ના ફાયદા

તરબૂચના બીજ માં રહેલા તત્વોના સેવન થી પાચન પ્રક્રિયામાં સુધારો આવે છે. પાચન તંત્ર મજબૂત બને છે.

Watermelon seed – તરબૂચના બીજ ને પીસીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી પીલીયા જેવી બીમારી થવાનો સંભવ ઘટી જાય છે.

તરબૂચના બીજની ચાય પીવાથી ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે, સાથે સાથે કીડની ની પથરી અને મૂત્ર રોગો મટી જાય છે.

યાદશક્તિ વધારવા માટે તેના બીજ નું નિયમિત સેવન કરતા રહેવું જોઈએ.

તરબૂચ ના બીજ ના ફાયદા અને ઘરેલું ઉપચાર

કોઈપણ પ્રકારના ચામડીના રોગમાં તરબૂચના બીજ ને પીસીને તેનો લેપ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

જુના માથાના દુખાવામાં તરબૂચના બીજ ને પીસીને માથામાં અથવા કપાળમાં લગાવવાથી ત્વરિત જ છુટકારો મળે છે.

તરબૂચ ના બીજ માં આયરન, પોટેશિયમ, અને વિટામિન્સ ભરપૂર માત્ર માં હોય છે. તેને ચાવીને ખાવથી આંખોનું તેજ વધે છે. ત્વચામાં ચમક આવે છે. વાળ મજબૂત બને છે.

તરબૂચના બીજ માં મેગ્નેશિયમ પણ મળી રહે છે, જે આપણી મેટાબોલીઝ્મ સીસ્ટમ ને સપોર્ટ કરે છે. તેનાથી તમારું વજન કન્ટ્રોલ માં રહે છે.

હૃદય માટે પણ તરબૂચના બીજ ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

તરબૂચ ના બીજ ના અમુક નુકસાનો

તરબૂચમાં મેગ્નેશિયમ અને પોટેશિય ની માત્રા ખુબ જ હોય છે. તેથી જ જો બીજ નું વધારે પડતું સેવન થઇ જાય તો નીચે મુજબ ના નુકસાન થઇ શકે છે.

  • ડાયેરિયા
  • પેટ માં મરોડ આવવી,પેટમાં ચૂંક આવવી,
  • જીવ મુંઝવો. વગેરે વગેરે..

તરબૂચ ની છાલ ના ફાયદા અને નુકસાન

આપણે હમેશા તરબૂચ નો લાલ ભાગ જ ખાતા હોઈએ છીએ, અને તેની છાલ ને ફેકી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમને ખ્યાલ છેકે આ છાલ એટલે કે તેની અંદરનો સફેદ ભાગ પણ અત્યંત ગુણકારી છે. શરીર માટે, ત્વચા માટે, હૃદય માટે વગેરે વગેરે. તો ચાલો જણાવીએ તરબૂચની છાલના આવા અનેક ફાયદાઓ.

તરબૂચની છાલ હૃદય માટે ખુબ જ ગુણકારી હોય છે. તે ધમનીઓમાં લોહીને સરળતા થી પહોચાડવાનું કામ કરે છે.

તરબૂચની છાલનું સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. તેમાં રહેલું ફાઈબર પેટ ને વધારે સમય સુધી ભરેલું રાખે છે.

જે વ્યક્તિઓને ઊંઘ નાં આવવાની સમસ્યા છે તેઓએ તરબૂચ અને તેની છાલ નું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણકે તેમાં રહેલું મેગ્નેશિયમ ઊંઘ ના આવવાની સમસ્યા માંથી છુટકારો અપાવે છે.

તરબૂચની છાલ નું સેવન કરવાથી થતા નુકસાનો

તરબૂચ ની છાલ નું વધારે પડતું સેવન કરવાથી ગેસ થઇ શકે છે,

જો વધુ માત્રામાં છાલ નું સેવન કરવામાં આવે તો ઝાડા થઇ શકે છે.

વધારે સેવન કરવાથી પેટ ભરેલું લાગતું હોવાથી પેટના રોગો થઇ શકે છે.

તરબૂચ ની વાનગી | Watermelons recipes in Gujarati | tarbuch ni vangi

 તરબૂચ ની કેન્ડી | Watermelon candy:

Watermelon Lollies - તરબૂચ ના ફાયદા
Watermelon Lollies

તાજા તરબૂચ(Watermelon) ની કેન્ડી તમને ઉનાળાનાં ગરમ દિવશો માં ઠંડક પૂરી પાડશે.સૌ પ્રથમ અડધું તરબૂચ(Watermelon) કાપી તેમાથી પલ્પ ની અંદર રહેલ બીજ બહાર કાઢી તે પલ્પ ને બ્લેંડર માં બ્લેન્ડ કરો.

બ્લેન્ડ થયેલ મિશ્રણ ને ¾ કેન્ડી મોલ્ડ ની અંદર ઉમેરી 1 સ્ટિક ઉમેરી રાત આખી જામવા ફ્રિજર ની અંદર મૂકો,

બીજા દિવસે 3 ફ્રેશ કિવિ ની છાલ ઉતારી અંદર રહેલ સફેદ પલ્પ કાઢી પ્યુરી બનાવો અને અમુક કિવિ ના ટુકડા કાપી તે પ્યુરી માં ઉમેરો.

આગલે દિવસે મૂકેલી કેન્ડી બહાર કાઢી તેમાં કિવિ પ્યુરી ઉમેરી આખી રાત ફિજર માં રહેવાદો. બીજા દિવસે તરબૂચ કેન્ડી નો આનદ લો.

તરબૂચ નું લેમોનાડે – tarbuch ni vangi :

આપણે સૌ જાણીએ છીએ કે લીંબુ એ ઉનાળા માં આપણે દરેક ઠંડા પીણાં ની અંદર ઉમેરી છીએ જેનું મુખ્ય કારણ કે લીંબુ એ સ્ફૂર્તિ ખુબજ જડપથી આપણે આપે છે

જો આપણે તેની અંદર તરબૂચ(Watermelon) ઉમેરીએ તો તે ખુબજ સ્વાદિષ્ટ બને છે,tarbuch ni vangi

Watermelon Lemonade - tarbuch ni vangi
Watermelon Lemonade

tarbuch ni vangi – તરબૂચ નું લેમોનાડે બનાવવા અડધા તરબૂચ(Watermelon) ને કાપી તેની અંદર રહેલ બીજ કાઢી તેને એક ચારણી ની મદદ થી તેને ગારી લો.

તેની અંદર લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરો. હવે કાચ ના ગ્લાસ ની અંદર બ્લેન્ડ કરેલ તરબૂચ(Watermelon) નું મિશ્રણ,બરફ અને ઉપર થી ચિલ્ડ સોડા ઉમેરો અને ફુદીના થી સજાવો.

તરબૂચ નું ફેટા ચીઝ સલાડ :

Watermelon and Feta Cheese Salad - તરબૂચ ના ફાયદા
Watermelon and Feta Cheese Salad

આ રેસીપી તમારા ગરમીના દિવસો માં એક પ્રેરણા દાયક સલાડ તરીકે આનંદ માણી શકો છો.

તે બનાવવા 200 ગ્રામ તરબૂચ(Watermelon) અને કાકડી ને નાના નાના કદ ના કાપી લો.

ઓલિવ,ફુદીના ના પાન ને એક બાઉલ માં ઉમેરી ઉપરથી 1 ચમચી ઓલિવઓઇલ ઉમેરી તેની ઉપર 100 ગ્રામ ફેટા ચીઝ તેના ઉપર ક્ષિણી ગારનીશ ક્રો અને 1 ચમચી બાળસમીક ગ્લાજે છાંટો તૈયાર છે તમારું તરબૂચ નું ફેટા ચીઝ સલાડ

તરબૂચ નું બેસિલ આઈસ ટી :

સામાન્ય રીતે આઈસ ટી એ ઉનાળાના દિવસોમાં દરેક વ્યક્તિ ની પ્રથમ પસંદ હોય છે અને તરબૂચ(Watermelon) પાન ઉનાળાના દિવસો મા દરેક ને પસંદ આવે છે.

tarbuch ni vangi - Watermelon Basil Ice Tea
Watermelon Basil Ice Tea

તરબૂચ નું બેસિલ આઈસ ટી બનાવવા 8 કપ પાણી ઉકાડી તેને એક બાઉલ માં ઉમેરી તેમાં8 ટી બેગ ઉમેરી 10 મિનિટ રાહ જુવો,

અને તેને કાઢી તેમાં ઈચ્છા મુજબ ખાંડ ઉમેરો અને તે પાણી ઠંડુ થાય એટલે તેને રેફ્રીજેટ કરો અને જ્યારે પીરસવા નો સમય થાય તેમાં સમારેલા તરબૂચ અને તુલશી ઉમેરી ગાર્નિશ કરી ઠંડુ પીરશો.

તરબૂચ નું સાલસા :

Watermelon Salsa
Watermelon Salsa

તરબૂચ નું સલાડ બનાવવું ખુબજ સરળ છે. 200 ગ્રામ તરબૂચ 1 નાનકડી ડુંગરી અને બારીક કોથમરી કાપો, અડધા લીંબુ નો રસ, 2 ચમચી ઓલિવ ઓઇલ ભેગું કરી તેની અંદર ક્રિશપી નાસતો ઉમેરો અને સર્વ કરો.

તરબૂચ અને તરબૂચના બીજ ને ને લઈને લોકો ને  મુંઝવતા પ્રશ્નો

શું તરબૂચ નું રોજ સેવન કરી શકાય?

જો યોગ્યમાત્રા મા રોજ તરબૂચ નું સેવન કરવામાં આવે તો તે કોઈજ આડ અસર કરતું નથી પરંતુ જો તમારા શરીર ની અંદર પોટેશિયમ અને લાઇકોપીન ની માત્રામાં વધારો થાય તો તમને તકલીફ થઇ શકે છે.

તરબૂચ નું સેવન ક્યારે નાં કરવું જોઈએ?

કલિંગર – તરબૂચ નું સેવન કરવું આમ તો ઉનાળામાં ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ રાતના સમયે તરબૂચ ખાવું જોઈએ નહિ.

તરબૂચનું સેવન કર્યા પછી કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ?

તરબૂચ નું સેવન કર્યા પછી કોઇપણ ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈ નહિ. જેમ જે દહીં અને છાસ સાથે તરબૂચ ખાવું જોઈએ નહિ.

શું તરબૂચ અને દૂધ નું એકસાથે સેવન કરી શકાય?

ના, તરબૂચ અને દૂધ ને એકસાથે ખાવું જોઈએ નહિ.

તરબૂચના બીજ ને બીજા ક્યાં નામ થી ઓળખવામાં આવે છે?

તરબૂચના બીજ ને “મગજ”, “મગજતરી” ના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તરબૂચના બીજ ને અંગ્રેજી માં શું કહેવાય છે?

કલિંગર – તરબૂચ ના બીજ ને ગુજરાતી મા “મગજ’ ને અંગ્રેજી માં “WATERMELON SEEDS ”  કહેવાય છે.

Tarbuch na fayda

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી, તરબૂચ ખાવાના ફાયદા અને નુકસાન, તરબૂચ ના બીજ અને છાલ ના ફાયદા, તરબૂચ ની વાનગી, Watermelon benefits in Gujarati, Tarbuch na fayda પસંદ આવી હશે

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | aambli na fayda

વરીયાળી ના ફાયદા | વરીયાળી ના નુકસાન | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરિયાળીના ઘરેલું ઉપચારો | Variyari na fayda

દૂધ પીવાના ફાયદા સમય મુજબ | ઘરેલું ઉપચાર મા દૂધ નો ઉપયોગ | ગાય ના દૂધ ના ફાયદા | દૂધ ના ફાયદા તેના પીવાના સમય મુજબ | Dudh na fayda

રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે