ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

ખાટી આંબલી ના ફાયદા - aambli na fayda - health benefits of tamarind in Gujarati - આમલી ના ફાયદા - આંબલી ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે તમને આંબલી ના ફાયદા, ખાટી આમલી નો ઉપયોગ, આમલી ના ફાયદા, આમલી વિશે માહિતી,  આમલી ના બીજ ના ફાયદા, aambli na fayda,  health benefits of tamarind in Gujarati, વિશે વિસ્તૃત મા માહિતી આપીશું

આમલી વિશે માહિતી

કોઈ પણ ગામડાના પાદરમાં લીલા, ઘટાદાર અને વિશાળ કદ ના આંબલીના ઝાડ જોવા મળે છે, આંબલી ના ફૂલ ધોળા, પીળા અને લાલ એમ મિક્ષ રંગના અજાયબ જેવી બનાવટ ના હોય છે.

આંબલીના ઝાડના બધા અંગો ઔષધી તરીકે વપરાય છે, પરંતુ આયુર્વેદ પ્રમાણે તેનો છાયો અને તેનો વાયુ પ્રસુતા માટે નુકસાનકારક માનવામાં આવે છે.

Advertisement

લગભગ દરેક ઘર માં આંબલીનો વપરાશ થતો હોય છે, દાળ-શાક નો સ્વાદ વધારવા માટે આંબલીનો જ ઉપયોગ કરવામાં આવે છે.

દરેક ચાટ આંબલીના મીઠા રસ વગર અધુરી લાગે છે, કોઈ પણ ચાટ આંબલી વગર ખાવાની મજા જ ના આવે, ખાટી આંબલી ના પાંદડા પણ ખાવામાં સરસ લાગે છે.

આંબલીના પાકા કાતરા નો સ્વાદ મીઠાશ પડતો ખાટોને તૂરો હોય છે, તેને ખાવાથી દાંત અંબાય જાય છે. તેના કાતરા પણ આંબલી ના નામ થી ઓળખાય છે.

ચલો આજે આંબલીના ફળ, તેની છાલ, અને તેના પાંદડા ના ઔષધીય ગુણ અને તેના ઘરગથ્થું ઉપાયો વિષે માહિતી મેળવીએ.

આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

આંબલીના પાંદડા સોજા ને મટાડે છે, તેના ફળ ની છાલ મૃદુ અને મુત્ર જનક છે. તેનો ઉપયોગ ક્ષારની માફક કેટલાક ઔષધોમાં થાય છે.

aambali –  આંબલી ના ગર્ભ ને પાણી માં ઘીડી, ગાળી, સાકર નાખીને પીવાથી લૂ ની ગરમી લાગી હોય તો તે મટી જાય છે.

આંબલીના ઝાડ ની છાલ ને બાળી, આઠગણા પાણી માં મેળવો, એક કલાક બાદ ઉપર ઉપર થી પાણી નીતારી લીધા બાદ ગાળી ને પીવાથી આમાશય ના પિત્ત ની ઉલટીઓ બંધ થઈ જાય છે.

ખાટી આમલી નો ઉપયોગ કરવાની રીત

પેટ માં વારે વારે ચૂક આવવાની સમસ્યા થી પરેશાન છો તો આંબલીના ઝાડ ની છાલ ને બાળીને તેની રાખ ગરમ પાણી સાથે પીવાથી મટે છે.

લીલી નારિયેળ ના પાણી માં આંબલીની કાતરીની છાલ અડધો તોલો મિક્ષ કરી ને સવાર સાંજ પાંચ દિવસ સુધી પીવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે.

એક તોલા જેટલા આંબલીના કુમળા પાન ને ચોખાના ઓસામણ માં વાટીને પીવડાવવા થી અતિસાર મટે છે.

આંબલીના ઝાડ ની છાલનું ત્રણ થી છ મસા જેટલું ચૂર્ણ દહીં સાથે સવાર સાંજ આપવાથી ત્રણ દિવસ માં બાળકોની રક્તસંગ્રહણી મટી જાય છે.

Aambli na fayda

શરીર પર ના કાળા, મરૂન, મસા થી પરેશાન છો તો કરો આ ઉપાય. આંબલીના ઝાડની છાલું બારીક ચૂર્ણ કરી દહીં સાથે સવાર-સાંજ લેવાથી મસા મટી જાય છે.

આંબલીના ફૂલોનું દહીં અને દાડમ ના દાણા નો રસ નાખી શાક બનાવી તેમાં ધાણા અને સુંઠ મેળવીને બપોરે ભોજન વખતે ખાવાથી ઉદરશૂળ મટી જાય છે.

આંબલીના ઝાડ ની છાલ ની એક તોલા જેટલી કાળી રાખ ચાર તોલા બકરીના મુત્ર માં મેળવીને પીવાથી પાંડુરોગ માં ફાયદો થાય છે.

ખાટી આંબલી ના ફાયદા

હળદરનું ચૂર્ણ અને આંબલીના કચુકાનું ચૂર્ણ થાડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ મટી જાય છે. આંબલી અને આવળનાં પાન સાથે વાતી તેનો લેપ મરડ, હાડકચર,કે બેઠામાર પર કરવાથી ફાયદો થાય છે.

આંબલીના ગર્ભનો લેપ કરવાથી એપેન્ડીક્સ ના સોજામાં રાહત થાય છે તથા તેના પાન ને સિંધા નમક સાથે વાટી ગરમ કરી સંધિવાના સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડાય છે.

health benefits of tamarind in Gujarati

સારી પાકેલી એક શેર આંબલી ને બે શેર પાણી માં ચાર દિવસ સુધી બોળી રાખી પછી ગાળી અને કલાઈ કરેલા વાસણ માં ઉકાળો,

અડધું પાણી બાકી રહે એટલે ઉતારી તેમાં બે શેર સાકર ની ચાસની મેળવી શરબત બનાવી બે થી પાંચ તોલા શરબત પીવાથી બંધકોશ અને પિત્તપ્રકોપ શાંત થાય છે.

આ શરબત રાત્રે પીવાથી કબજિયાત મટે છે અને સવારે પીવાથી પિત્ત પ્રકોપ મટે છે,benefits of tamarind in Gujarati.

Aambli na fayda – આમલી ના બીજ ના ફાયદા

આંબલી ના કચીકા શેકી તેના ફોતરા કાઢી તેની ભૂક્કી કરી તેમાં મધ અને તાજું ઘી મેળવીને ખાવાથી ઉધરસમાં લોહી પડતું હોય તો તે બંધ થઇ જાય છે.

Aambli na bij – આંબલીના દસ બાર કચૂકા ને પલાળી રાખીને તેના છોતળા કાઢી, તેનું બીજ દૂધ સાથે વાટીરોજ સવારે પીવાથી સોમરોગ મટે છે અને શરીર બળવાન બને છે.

આંબલીના કચુકાના બીજ અને આંબલી ના ફૂલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખુબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો તે નથી આવતી.

કઈ રીતે આંબલીને સ્ટોર કરી શકશો તે પણ જાણો.

બઝારમાં મળતી કાચી આંબલી ને તમે સ્ટોર કરી શકો છો. ઘરમાં સામાન્ય તાપમાન હોય એવી જગ્યા એ રાખો. ડાયરેક્ટ તાક્ડામાં રાખવી નહિ.

થોડા સમય માટે ઉપયોગ માં લેવા માટે તેના બીજ કાઢીને એક એર ટાઈટ ડબ્બામાં રાખી મુકો.

જો તમે આખા વરસ માટે સ્ટોર કરવા માંગો છો તો તેના બીજ કાઢીને તડકામાં સુકવી ને સ્ટોર કરી શકો છો.

આંબલી ના નુકસાન

આંબલી સ્વાદ માં ખુબ જ ખાટી હોય છે, તેમાં ટેનિન નામનું દ્રવ્ય હોય હ્હે. માટે તેનો ઉપયોગ કરતી વખતે અમુક વાતો ધ્યાન માં રાખવી જોઈએ. જે નુકસાન નાં કરે.

પાકેલી અને બઝાર માં મળતી આંબલી ને હમેશા પાણીમાં પલાળી અને ઉકાળીને જ ઉપયોગ લેવી.

આંબલી માં એસીટીક તત્વો હોય છે. જે દાંત ને નુકસાન પહોચાડી શકે છે. માટે પ્રમાણસર માત્રા માં આંબલી નું સેવન કરવું.

જો તમે એસ્પીરીન અને નોન સ્ટીરોઈડ અથવા એન્ટી એમ્ફ્લામેન્ટરી દવાઈઓ લ્યો છો તો તમારે આંબલી નું સેવન બિલકુલ કરવું નહિ.

ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આંબલી નો ઉપયોગ નહીવત માત્રા માં કરવો જોઈએ.

અમુક પ્રશ્નો આંબલી વિશે જે લોકો ને મૂંઝવે છે.

આંબલી ના બીજ – આંબલા ના કચિકા ના શું ફાયદા છે ?

તેનો ઉપયોગ ડાયાબીટીસ અને ગઠીયા વા મા ફાયદાકારક છે

આંબલી ના પાણી ના ફાયદા શું છે ?

આંબલી નું પાણી સ્થૂળતા જેવી અનેક સમસ્યા મા ફાયદાકારક છે

શું આંબલી સ્કીન માટે ફાયદાકારક છે ?

હા , આંબલી ની અંદર એન્ટી ઓક્સીડેન્ટ , ફ્લેવોનાઈડ અને વિટામીન એ, વિટામીન સી ખુબજ સારા પ્રમાણમાં હોય છે જે આપણી સ્કીન માટે ફાયદાકારક છે

આંબલી વાળ માટે ફાયદાકારક છે ?

હા, જો તમે ૧૦ થી ૧૫ ગ્રામ આંબલી પલાળી તેનો પલ્પ કાઢી ને તેને પીસી વાળ ના મૂળમાં લગાવી ઠથોડા સમય પછી સદાપાણી થી ધોઈ નાખવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે

વજન ઘટાડવામાં આંબલી ઉપયોગી છે ?

હા, જો યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તેની અંદર રહેલ હાઇડ્રોઓક્સાઈડ એસીડ આપણા શરીર મા રહેલી ચરબી ને બાળવામાં મદદરૂપ થાય છે અને આપણું વજન કંટ્રોલમાં રહે છે

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી , benefits of tamarind in Gujarati , aambli na fayda, આંબલી ના ફાયદા, ખાટી આમલી નો ઉપયોગ કરવાની રીત, આમલી ના બીજ ના ફાયદા વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવજો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદ ની દ્રષ્ટીએ ગળા – ગિલોય ના ફાયદા અને ગુણો – Giloy benefits in Gujarati

ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy

બ્રાઉન રાઈસ કે વાઈટ રાઈસ ક્યાં ભાત ખાવા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે?

એવોકાડો નું સેવન કરી મેળવો 10 સમસ્યા મા ફાયદા

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement