પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત - paneer ni jalebi recipe in gujarati - paneer ni jalebi banavani rit
Image credit – Youtube/MASALA CIRCLE
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  MASALA CIRCLE YouTube channel on YouTube આજે આપણે પનીર ની જલેબી બનાવવાની રીત શીખીશું. જલેબી તો આપણે બધાએ ખાધી જ હોય ને ફાફડા સાથે જલેબી ખૂબ ટેસ્ટી પણ લાગે છે પણ આજ આપણે જલેબી બનાવશું જે પનીર માંથી બનાવવામાં આવે છે તો ચાલો જોઈએ પનીર જલેબી બનાવવાની રીત – paneer ni jalebi banavani rit – paneer jalebi recipe in gujarati જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

જલેબી બનાવવાની સામગ્રી | paneer ni jalebi ingredients

  • પનીર 150 ગ્રામ
  • મેંદો 2-3 ચમચી / ઘઉંનો લોટ/ બેસન
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • કેસરી રંગ ચપટી
  • પાણી / દૂધ જરૂર મુજબ
  • ચાસણી માટેની સામગ્રી
  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • એલચી 2-3
  • કેસરી રંગ 1 ચપટી
  • લીંબુનો રસ બેત્રણ ટીપાં

ચાસણી બનાવવાની રીત

ગેસ પર એક તપેલીમાં ખાંડ ને પાણી નાખો ને ફૂલ તાપે હલાવતા થી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે નહિ ત્યાં સુધી હલાવવું નહીતો ખાંડ નીચે બેસી જસે ને બરી જસે જેનો સ્વાદ ખરાબ લાગશે ખાંડ ઓગળી જાય એટલે ચાસણીમાં ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે ઉકાળો

 ચાસણી ઉકળે એટલે એમાં એલચી ને કેસરી રંગ નાખી મિક્સ કરો ને જ્યાં સુંધી ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ને કોઈ તારની નથી કરવાની માત્ર થોડી ચિકાસ આવે ત્યાં સુધી જ ચડાવો છેલ્લે એક બે ટીપાં લીંબુ ના નાખી દયો જેથી ચાસણી જામે નહિ ને ગેસ બંધ કરી ચાસણીને એક બાજુ મૂકો.

Advertisement

પનીર ની જલેબી બનાવવાની રીત |paneer jalebi recipe in gujarati

પનીર તમે તૈયાર પણ લઈ શકો ને ઘરે પણ બનાવી શકો પનીર ઘરે બનાવવાની રીત  આ સાથે નીચે આપેલ છે

સૌ પ્રથમ મિક્સર જારમાં પનીર ના ટુકડા કરી નાખો એમાં ત્રણ ચાર ચમચી મેંદો નો લોટ લ્યો (અહી લોટ આપણે બાઇડીંગ માટે લઈએ છીએ)સાથે કોર્ન ફ્લોર લોટ નાખી મિક્સર ને એક બે વાર ફેરવી લ્યો હવે એમાં ત્રણ ચમચી દૂધ /પાણી ને કેસરી કલર નાખી ફરી મિક્સર ને બે ત્રણ વાર ફેરવી સમુથ પેસ્ટ બનાવો( જો જરૂર લાગે તો હજી એક બે ચમચી દૂધ નાખી ફરી ફેરવી લેવું)

પનીર નું મિશ્રણ આપણે ઘણું ઘટ્ટ કે સાવ પાતળું નથી રાખવાનું મિશ્રણ કોન કે થેલી માંથી આરામ થી નીકળી જાય એટલું સમૂથ બનાવવું તૈયાર મિશ્રણ ને કેક માટે ડેકોરેશન માટેના બેગ માં સ્ટાર નોજલ વાળી નોજાલ મૂકી એમાં પનીર નું મિશ્રણ નાખો(જો આવી બેગ ના હોય તો મીઠાની થેલી કે બીજી કોઈ થેલી માં મિશ્રણ ભરી લેવું ને એક બાજુ નાનો કટ મરી હોલ કરી લેવો)

હવે ગેસ પર એક ફ્લેટ કડાઈમાં ઘી કે તેલ ગરમ કરો મિડીયમ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરો ને એમાં ગોળ ગોળ ફેરવતા જઈ નાની નાની જલેબી બનાવો ને છેલ્લે જલેબી છૂટે નહિ એ માટે જલેબી ના મિશ્રણને અંદર ની બાજુ મૂકી કટ કરો

આમ જેટલી જલેબી નાખી શકો એટલે નાખો હવે એક બાજુ ચડી જઈ ગોલ્ડન થવા આવે એટલે ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન થાય એમ તરો બને બાજુ ગોલ્ડન થઈ જાય એટલે એને ભર કાઢી નવસેકી ચાસણીમાં નાખી બે મિનિટ ચાસણીમાં બોરી રાખો બે મિનિટ પછી ચાસણી માંથી કાઢી ચારણી કે જારા માં મૂકી વધારાની ચાસણી નિતારી લ્યો

મીઠાની થેલી થી ગોળ ગોળ ફેરવી નેં જલેબી બનાવવી ને તરવી

આમ બધી જલેબી થોડી થોડી કરી ને તરો ને ચાસણીમાં બે મિનિટ બોળી કાઢી નિતારી લેવી તૈયાર જલેબી પર પિસ્તા કાજુ ની કતરણ છાંટો ને ગરમ કે ઠડી મજા લ્યો પનીર જલેબી

આ જલેબી રબડી સાથે પણ માટે લાગે છે

પનીર બનાવવાની રીત

સૌ પ્રથમ એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરો દૂધ ગરમ થાય એટલે એમાં અડધો કપ દહી નાખી દૂધ ને ફાડી લ્યો ફાટેલા દૂધ ને મલમલ કપડાં  માં લઇ ઠંડુ પાણી નાખી નીચોવી પાણી અલગ કરી લ્યો ને અડધો કલાક લટકાવી મૂકો તો પનીર તૈયાર છે.

 paneer ni jalebi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MASALA CIRCLE ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati

પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement