નાસી ગોરેંગ બનાવવાની રીત | Nasi goreng banavani rit

નાસી ગોરેંગ - નાસી ગોરેંગ બનાવવાની રીત - Nasi goreng - Nasi goreng banavani rit - Nasi goreng recipe in gujarati
Image credit – Youtube/Rajshri Food
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નાસી ગોરેંગ બનાવવાની રીત –  Nasi goreng banavani rit શીખીશું, do subscribe Rajshri Food YouTube channel on YouTube If you like the recipe , નામ સાંભળી ને થોડી નવાઈ લાગતી હસે કે આ વારી કંઈ વાનગી છે. નાસી ગોરેંગ એક ઇન્ડોનેશિયન પ્લેટ છે. જેને આપણે  વેજ ફ્રાઈડ રાઈસ પણ કહી શકીએ છીએ. રાઈસ સાથે સોસ ને મિક્સ કરી ને બનાવવામાં આવે છે. બપોરે કે રાતે આપણે જમવામાં નાસી ગોરેંગ બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બનાવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Nasi goreng recipe in gujarati શીખીએ.

નાસી ગોરેંગ બનાવવા માટે સોસ તૈયાર કરવાની સામગ્રી

  • સોયા સોસ ૧ ચમચી
  • ચીલી સોસ ૧ ૧/૨ ચમચી
  • ટોમેટો કેચઅપ મેન્સ ૨ ચમચી
  • મશરૂમ સોસ ૧ ચમચી
  • મધ ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સેઝવાં સોસ ૧ ચમચી
  • મશરૂમ સોસ ૧ ચમચી
  • કેચઅપ ૧ ચમચી
  • ચીલી ગાર્લિક સોસ ૧ ચમચી
  • ખાંડ ૧ ચમચી
  • પાણી ૧/૪ કપ

નાસી ગોરેંગ બનાવવા માટે ની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • ૧ ડુંગળી ની સ્લાઈસ
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • ઝીણું સમારેલું લસણ  ૩
  • ઝીણી સુધારેલી કોબી ૧/૨ કપ
  • ઝીણી સુધારેલું ગાજર ૧
  • કોર્ન ૧/૨ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ૧/૨ કપ
  • ચડેલા બાસમતી ચોખા ૧/૨ બાઉલ
  • લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારેલા ૨ ચમચી

નાસી ગોરેંગ બનાવવાની રીત | Nasi goreng recipe in gujarati

નાસી ગોરેંગ બનાવવા સૌપ્રથમ આપણે તેનો સોસ બનાવતા શીખીશું નાસી ગોરેંગ બનાવવા માટેની રીત જાણીશું.

સોસ તૈયાર કરવાની રીત

સોસ તૈયાર કરવા માટે સૌથી પેહલા એક બાઉલ માં સોયા સોસ, ચીલી સોસ, કેચઅપ મેન્સ, સેઝવાન સોસ, મશરૂમ સોસ, કેચઅપ, ચીલી ગરલિક સોસ, મધ અને સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને પાણી નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો નાસી ગોરંગ બનાવવા માટે નો સોસ.

Advertisement

નાસી ગોરેંગ બનાવવા માટેની રીત

નાસી ગોરેંગ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ તેમજ ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી કોબી, ઝીણું સુધારેલું ગાજર, કોર્ન અને  ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં બનાવી ને તૈયાર રાખેલા બાસમતી ભાત તેમાં નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલો સોસ નાખો. હવે તેને સરસ થી હલ્કા હાથે મિક્સ કરી લ્યો. હવે તેમાં લીલી ડુંગળી ના ઝીણા સુધારેલા પાન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી સરસ થી ભાત ને હલાવી ને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે ઇન્ડોનેશિયન પ્લેટ નાસી ગોરેંગ. હવે તેને ખીરા ની સ્લાઈસ અને તળેલા સીંગદાણા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નાસી ગોરેંગ ખાવાનો આનંદ માણો.

Nasi goreng recipe in gujarati notes

નીચે થી ચપટી વાળી કઢાઇ લેવી જેથી સામગ્રી ને સરસ થી હલાવી શકાય.

 Nasi goreng banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી નો ચેવડો બનાવવાની રીત | Soji no chevdo banavani rit recipe in gujarati

જૈન વેજ કડાઈ બનાવવાની રીત | Jain veg kadai banavani rit | Jain veg kadai recipe in gujarati

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement