ટામેટા ની પ્યુરી બનાવવાની રીત | Tameta ni Puree banavani rit | Tameta Puree recipe in gujarati

ટામેટા ની પ્યુરી - ટામેટા ની પ્યુરી બનાવવાની રીત - Tameta ni Puree banavani rit - Tameta Puree recipe in gujarati
Image credit – Youtube/CookingShooking
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ટામેટા ની પ્યુરી બનાવવાની રીત – Tameta ni Puree banavani rit શીખીશું, do subscribe YouTube channel on YouTube If you like the recipe , આ પ્યુરી ને એકવાર બનાવ્યા પછી તમે બે થી ત્રણ મહિના સુધી ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે આપણે ઘરે ગ્રેવી વરું શાક, પીઝા, પાસ્તા કે ટામેટા નું સૂપ બનાવું હોય ત્યારે આ પ્યુરી નો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Tameta Puree recipe in gujarati શીખીએ.

ટામેટા ની પ્યુરી બનાવવા જરૂરી સામગ્રી

  • ટામેટા ૧.૮ kg
  • બીટ ના ટુકડા ૨ ચમચી
  • ખાંડ ૩ ચમચી
  • મીઠું ૨ ચમચી
  • લીંબુ ના ફૂલ ૧ ચમચી

ટામેટા ની પ્યુરી બનાવવાની રીત | Tameta Puree recipe in gujarati

ટામેટા ની પ્યુરી બનાવવા માટે સૌથી પેહલા ટામેટા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ટિંડા વારા ભાગ પાસે થી ચાકુ ની મદદ થી કાપી લ્યો. અને ઉપર ના ભાગ તરફ સામ સામે ચોકડી માં કટ લગાવી લ્યો. આવી રીતે બધા ટામેટા તૈયાર કરી એક પ્લેટ માં રાખો.

હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ટામેટા નાખો. અને સાથે બીટ ના ટુકડા નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખી કુકર બંધ કરી દયો. હવે એક થી બે સિટી વાગે ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને કુકર ને ઠંડું થવા દયો.

Advertisement

હવે કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેને ખોલીને તેમાંથી ટામેટા ને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ટામેટા થોડા ઠંડા થાય એટલે તેને સરસ થી છોલી લ્યો.

ત્યારબાદ હવે તેને મિક્સર જાર માં નાખી. સરસ થી પીસી લ્યો. હવે એક તપેલી લ્યો. તેની ઉપર એક મોટી ગારણી રાખો. હવે તેમાં પીસેલા ટામેટા ની પ્યુરી નાખી. સરસ થી ગાળી લ્યો.

ત્યાર બાદ તપેલી ને ગેસ પર મૂકો. હવે તેમાં ખાંડ અને મીઠું નાખો. અને સરસ થી હલાવી લ્યો. હવે પ્યુરી ને વીસ થી બાવીસ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. વીસ થી બાવીસ મિનિટ પછી તેમાં લીંબુ ના ફૂલ નાખો. અને તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

હવે તૈયાર છે ટામેટા ની પ્યુરી. હવે ગેસ બંધ કરી તપેલી નીચે ઉતારી લ્યો. અને પ્યુરી ને ઠંડી થવા દયો. પ્યુરી ઠંડી થઇ જાય એટલે તેને કાંચ ની બરણી કે બોટલ માં ભરી ને ફ્રીઝ માં રાખી દયો.

હવે ક્યારેય પણ પીઝા, પાસ્તા કે સૂપ બનાવવું હોય ત્યારે આ ટામેટા ની પ્યુરી નો ઉપયોગ કરો.

Tameta Puree recipe notes

  • ટામેટા ની પ્યુરી બનાવવા માટે અડધા દેશી અને અડધા હાઈબ્રેડ ટામેટા લેવા.

Tameta ni Puree banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak banavani rit

બેસન પાપડી બનાવવાની રીત | Besan papdi banavani rit | Besan papdi recipe in gujarati

ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત | Farali moro chevdo banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement