
ઊંઘ તમારા શારીરિક સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, ઊંઘ તમારા હૃદય અને રુધિરવાહિનીઓના ઉપચાર અને સુધારણામાં શામેલ છે. સતત ઊંઘની ઉણપ એ હૃદય રોગ, કિડની રોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને સ્ટ્રોકના વધતા જોખમો સાથે જોડાયેલી છે. આ ઉપરાંત સારી ગુણવત્તા વાળી ઊંઘ પણ શરીર માટે ખૂબ જરૂરી છે. તો આજે આપણે આવા જ Google Bedtime Tools ટૂલ્સ ની વાત કરશુ.
Google Bedtime Tools
સારી નીંદર મેળવવા Google Bedtime Tools શરૂ કરો
ઘેરું શાંત વાતાવરણ નીંદર માટે ખૂબ મહત્વ નું છે. Bedtime Tools માં Bedtime મોડ સાથે જ્યારે તમે સુતા હસો ત્યારે તમારો ફોન ડાર્ક અને શાંત થઈ જશે. Bedtime માટે do not disturb મોડ નો ઉપયોગ કરી કોલ્સ, મેસેજ અને નોટિફિકેશન ને બંધ રાખશે જે તમારી નીંદર માં ખલેલ પહોંચાળી શકે છે. ગ્રે શેડ ના કલર એટલે કે બ્લેક ઇન વ્હાઇટ સ્ક્રીન થી તમારું સ્ક્રીન પ્રત્યે આકર્ષણ ઘટશે.
Google Bedtime Tools ના Clock ના ઉપયોગ થી મેળવો એકધારી ઊંઘ
નિયમિત bedtime અને સુવા-જાગવા ના શેડ્યુલ (રજા ના દિવસો માં પણ) થી પણ તમારી ઊંઘ ની ગુણવત્તા સારી થાય છે. Bedtime Tools ની Clock app માં નવા bedtime ટેબ માં તમે રોજના સુવા અને ઉઠવાના સમય ને સેટ કરી શકો છો. તમને સમય પર સુવા માટે સ્ક્રીન ઉપર રિમાઇન્ડર પણ આવશે.

તમને શાંતિ થી સુવા માટે શાંતિપૂર્ણ સંગીત પણ બેકગ્રાઉન્ડ માં ચાલુ રાખી શકો છો. આ માટે Digital Wellbeing ઇન્સ્ટોલ કર્યા પછી એ એપ ને Bedtime Tools વડે જોડી શકો છો. અને જો તમે સુવાના સમય થી વધુ સમય સુધી ફોન વાપરો છો તો તમને બતાવશે કે તમે ક્યા એપ ઉપર કેટલો સમય પસાર કર્યો.
એટલીક વાર એલાર્મ ના કર્કશ અવાજ થી ઊઠવું એ બવ ચીડિયામણું થઈ જાય છે. તેથી સારી રીતે ઉઠવા માટે સનરાઇસ એલાર્મ એ મુખ્ય એલાર્મ ના 15 મિનિટ પહેલા સારા સિન્સ દેખાડે છે અને તમે તમારા મનપસંદ નું સંગીત એલાર્મ માટે મૂકી શકો છો, જે તેને વધુ ગમશે.
YouTube માં સેટ કરી શકો bedtime રિમાઇન્ડર

YouTube માં પહેલા થી જ તમે watch time જોઈ શકતા હતા, હોવી તેને પણ Bedtime Tools ના bedtime સાથે જોડી શકો છો. YouTube જોતી વખતે તમને રિમાઇન્ડર પણ આવશે. તમે એ પણ પસંદ કરી શકો છો કે, રિમાઇન્ડર વિડિઓ ચાલુ હોય ત્યારે આવે કે પૂરો થઈ જાય પછી આવે!! તમે snooz કરી વીડિયો જોઈ શકો છો તમને 10 મિનિટ પછી ફરીથી રિમાઇન્ડર આવશે.
Family Link વડે Google Bedtime Tools ના bedtime ના સમયે ઉપકરણો ને લિન્ક રાખો

Bedtime Tools ની અંદર Family link દ્વારા તમારા બાળકો માટે તેમની સ્ક્રીન ટાઇમ પ્રવૃત્તિ મેનેજ કરવા, એપ્લિકેશન ડાઉનલોડ્સ, ઇન-એપ પર્ચેસ અને તેમના ઉપકરણ માટે સૂવાનો સમય સહિત ડિજિટલ ગ્રાઉન્ડ નિયમો સેટ કરવામાં સહાય કરે છે. તમે તમારી મરજી પ્રમાણે દરરોજ નું bedtime સેટ કરી શકો છો અને વિકેન્ડ જેવા દિવસો માટે અલગ bedtime સેટ કરી શકો છો. એક વખત Bedtime Tools નું bedtime શરૂ થશે એટલે બાળક નો ફોન લોક થઈ જશે. જોકે તેમાં કોલ ની સુવિધા ચાલુ રહેશે, કોઈ ઇમરજન્સી માટે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
Mi Robot Vacuum Mop P સ્માર્ટ વેક્યુમ ક્લીનર જે જાળું અને ફટા બને કરે છે
Infinix એ Infinix Smart Hd 2021 મોબાઈલ 6000 થી ઓછી કીમત
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે