લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak banavani rit

લીલા મરચાં નું શાક - લીલા મરચાં નું શાક બનાવવાની રીત - Lila marcha nu shaak banavani rit - Lila marcha nu shaak recipe in gujarati
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલા મરચાં નું શાક બનાવવાની રીત – Lila marcha nu shaak banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે મલાઈ, બેસન અને દહી વગર જ લીલા મરચાં નું શાક બનાવીશું. આ શાક ને આપણે પૂરી કે પરેઠા સાથે ખાઈ સકીએ છીએ. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવસે. અને તીખું પણ નથી લાગતું. તો ચાલો આજે આપણે Lila marcha nu shaak recipe in gujarati શીખીએ.

લીલા મરચાં નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલાં મરચાં 150 ગ્રામ
  • લસણ 5-6 કણી
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • ડુંગળી ના ટુકડા ½ કપ
  • જીરું ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તેલ 1-2  ચમચી
  • હિંગ 1ચપટી
  • રાઈ ½  ચમચી
  • હળદર ½  ચમચી
  • કાશ્મીરી લાલ મરચું ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર ½  ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ટામેટા ની પ્યુરી 4 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak recipe in gujarati

લીલાં મરચાં નું શાક બનાવવા માટે સૌથી પેહલા લીલા મરચા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેની વચ્ચે એક કટ લગાવી લ્યો.

હવે એક મિક્સર જાર માં લસણ, આદુ, ડુંગળી, જીરું અને વરિયાળી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તે પેસ્ટ ને એક વાટકા માં કાઢી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં મરચા નાખો. અને થોડું ચપટી એક મીઠું નાખો. હવે તેને સરસ થી તળી લ્યો. ત્યાર પછી તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ત્યારબાદ હવે તે જ તેલ માં રાઈ નાખો. હવે તેમાં એક ચપટી હિંગ નાખો. હવે તેમાં પીસી ને રાખેલી પેસ્ટ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા નો પાવડર, જીરા નો પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને સરસ થી હલાવી લ્યો.

હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને સરસ થી મિક્સ કરી લ્યો. અને ઢાંકી ને એક થી બે મિનિટ સુધી ચડવા દયો. હવે એક થી બે મિનિટ પછી જોસો તો મસાલા માંથી તેલ સરસ થી છૂટી થઈ ગયું હસે.

હવે તેમાં તરી ને રાખેલા લીલા મરચાં નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને બે મિનિટ સુધી ચડવા દયો. જેથી મસાલો સરસ થી મરચા સાથે ભળી જાય. હવે તેમાં કસૂરી મેથી નાખી અને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવ તૈયાર છે લીલા મરચા નું ટેસ્ટી શાક. હવે તેને રોટલી, પૂરી કે પરેઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમ લીલા મરચા નું શાક ખાવાનો આનંદ માણો.

Lila marcha nu shaak recipe in gujarati notes

  • કસૂરી મેથી ની જગ્યાએ તમે ફુદીના અને ધાણા ના સુખા પાંદડા ને કૂટી ને શાક માં નાખી શકો છો.

Lila marcha nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત | sargva na paan ni chutney banavani rit

ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત | Instant pauva uttapam banavani rit

સરગવાની સિંગ નું સૂપ બનાવવાની રીત | Sargvani sing nu soup banavani rit

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

ઘઉં ના લોટ ની ખારી બનાવવાની રીત | ghau na lot ni khari banavani rit | ghau na lot ni khari recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement