પૌવા નમકીન બનાવવાની રીત | Pauva namkeen banavani rit

પૌવા નમકીન - Pauva namkeen - પૌવા નમકીન બનાવવાની રીત - Pauva namkeen banavani rit - Pauva namkeen recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

આજે આપણે ઘરે ટેસ્ટી પૌવા નમકીન બનાવવાની રીત – Pauva namkeen banavani rit શીખીશું, do subscribe Nirmla Nehra YouTube channel on YouTube If you like the recipe , સવાર કે સાંજે હલકો ફૂલકો નાસ્તો કરવાનું મન થાય ત્યારે પૌંઆ નો ચેવડો ખાઈ શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ કુર કુરો અને ઓછા ખર્ચ માં બની ને તૈયાર થઈ જાય છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Pauva namkeen recipe in gujarati શીખીએ.

પૌવા નમકીન બનાવવા જરૂરી સામગ્રી

  • આખા ધાણા 2 ચમચી
  • પૌંઆ 400 ગ્રામ
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • સંચળ પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચાટ મસાલો 1 ચમચી
  • સીંગ દાણા 1 કપ
  • ફોલેલા દારિયા 1 કપ
  • સુખા નારિયલ ની સ્લાઈસ ½ કપ
  • કાજુ ½ કપ
  • કીસમીસ ½ કપ
  • 10-12 લીલાં મરચાં ના ટુકડા
  • લીમડા ના પાન 20-25
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી

પૌવા નમકીન બનાવવાની રીત | Pauva namkeen recipe in gujarati

પૌવા નમકીન બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને ચારણી થી ચાળી ને સાફ કરી લ્યો, ત્યાર બાદ ચેવડા માં નાખવા માટેનો મસાલો તૈયાર કરી લેશું.

મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી, જીરું, લાલ મરચું પાવડર, હળદર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

Advertisement

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. દરેક વસ્તુ ને ચારણી માં નાખી ને તળવી જેથી કાઢવામાં સરળતા રહે અને તેલ સરસ થી નીકળી જાય.

દારીયા ને  ચારણી માં નાખી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે નીરિયલ ની સ્લાઈસ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.

કાજુ ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ કીસમીસ ને તળી લ્યો. કીસમીસ ફૂલી જાય ત્યાં સુધી તળવી. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.

લીલાં મરચાં ના ટુકડા, અને લીમડા ના પાન ને પણ ચારણી ને ઉપર નીચે કરતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.

થોડા થોડા કરીને પૌંઆ ને પણ તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે બધી સામગ્રી તળાઈ ને રેડી થઈ ગઈ છે. હવે એક મોટા તપેલા માં બધી સામગ્રી નાખી દયો. હવે તેમાં પીસી ને રાખેલો મસાલો અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં સફેદ તલ ને તળી ને તેમાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો ચેવડો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને ક્યારેય પણ હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટી પૌંઆ નો ચેવડો ખાવાનો આનંદ માણો.

Pauva namkeen recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Pauva namkeen banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani recipe | ચોરાફરી બનાવવાની રીત

રાઘવદાસ લાડુ બનાવવાની રીત | Raghavdas ladoo banavani rit | Raghavdas ladoo recipe in gujarati

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement