કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati

બટાકા વડા બનાવવાની રીત - Batata Vada Recipe in Gujarati - કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત – આલું વડા બનાવવાની રેસીપી રીત
Image – Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે અમે લાવ્યા છીએ કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત,આલુ વડા બનાવવાની રેસીપી, Batata Vada Recipe in Gujarati

Batata Vada Recipe in Gujarati

બટાકા વડા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ૬-૭ બાફેલા બટાકા
  • ૨ કપ બેસન
  • પા કપ ચોખા નો લોટ/ કોર્ન ફ્લોર
  • ૨-૩ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૨-૩ ચમચી દાડમ દાણા
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • પા કપ લીલા ધાણા સુધારેલા
  • ૧ ચમચી આખા ધાણા
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ચપટી હિંગ
  • ૨-૩ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધી ચમચી મરી પાવડર
  • ૫-૭ આખા મરી
  • પા ચમચી બેકિંગ સોડા
  • તરવા માટે તેલ

કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત 

બટાકા વડા બનાવવા સૌ પ્રથમ એક વાસણા બાફેલા બટાકા લ્યો તેમાં આખા મરી ને ધાણા ને અધધ કચરા કરી બટેકા માં નાખો,

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ,મરી પાવડર, હિંગ , સ્વાદ મુજબ મીઠું,આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, દાડમ દાણા (ઓપ્શન લ) નાખી બધું બરોબર મિક્સ કરી તેના ગોલ ગોલા બનાવી લઈ એક બાજુ મૂકો

Advertisement

હવે એક વાસણમાં બેસન,ચોખા નો લોટ/ કોર્ન ફ્લોર, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ ને પા ચમચી હળદર નાખી બધું બરોબર મિક્સ કરો,

ત્યાર બાદ તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ મિશ્રણ ને મીડીયમ ઘટ્ટ થાય ત્યાં સુધી પાણી નાખો(આશરે દોઢ કપ જેટલું પાણી જોઈએ) છેલ્લે તરવા પેલા બેસન ના ઘોળ માં બેકિંગ સોડા ને અડધી ચમચી લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરો ને ગરમ તેલ ની એક બે ચમચી નાખી મિક્સ કરી લ્યો

હવે બટાકા વડા તરવા ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો,

તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ને ગોલા ને બેસનના ઘોળ માં બોડી ને હાથ વડે કે ચમચી વડે કાઢી તેલ માં તરવા નાખતા જાઓ ને ફૂલ તાપે ઉપર થી ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તરી ને બધા વડા તરી લ્યો,

કાઠીયાવાડી બટાકા વડા ગરમા ગરમ લીલી ચટણી ને ટામેટા સોસ સાથે પીરસો બટાકા વડા.

તમને Batata Vada Recipe in Gujarati, કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત,આલુ વડા બનાવવાની રેસીપી કેવી લાગી અચૂક થી જણાવજો

બટાકા વડા બનાવવાની રેસીપી – Batata Vada Recipe in Gujarati

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

ક્રિસ્પી મેંદુ વડા ની રેસીપી – medu vada recipe in Gujarati

ફરાળી સ્ટફડ સાબુદાણા બોમ્બ બનાવવાની રીત

ફરાળી સિંધી બટાકા ટૂંક બનાવવાની રીત 

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement