એપલ સીડર વિનેગર ના ફાયદા | એપલ સીડર સરકો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

સફરજન નો સરકો ,એપલ સાઇડર વિનેગર ના ફાયદા - apple cider vinegar benefits in Gujarati - એપલ સીડર સરકો - એપલ સીડર વિનેગર ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે તમને એપલ સાઇડર વિનેગર કે જેને સફરજન નો સરકો પણ કહે છે સરકા ના ફાયદા, એપલ સીડર વિનેગર ના ફાયદા ,સફરજન નો સરકો ,એપલ સીડર સરકો ઉપયોગ કરવાની રીત, એપલ સાઇડર વિનેગર ના ફાયદા, Apple cider vinegar benefits in Gujarati, વિશે માહિતી આપીશું

એપલ સાઇડર વિનેગર ના ફાયદા

આપણે સફરજન ખાવાના ફાયદા થી વાકેફ જ છીએ, એમ કહેવામાં આવે છે કે દરરોજ એક સફરજન ખાઓ અને તમને ક્યારેય ડોક્ટર પાસે જવું નહિ પડે.

સફરજન ના અલગ ઉપયોગ અને તેના હેલ્થ ને લગતા ફાયદા વિષે આપણે જાણકારી છે જ પણ શું તમે એના સિરકા વિષે સાંભળ્યું છે? હા સફરજન નું વિનેગર, દુનિયા ના અનેક દેશોમાં સફરજન નો સરકો આજે દવા સ્વરૂપે વપરાય છે.

Advertisement

સફરજન એ કુદરત ની એક મહાન બક્ષિશ છે. સફરજન નો સિરકો અનેક રોગોમાં ફાયદો કરી આપી મોટા ભાગે રોગ કાયમ માટે મટાડી દે છે.

apple cider vinegar benefits – સફરજન ના સિરકા માં એસીટીક એસીડ ની માત્રા વધારે હોય છે તથા વિટામિન્સ અને પ્રોટીન્સ હોય છે જે શરીર ને અનેક રીતે લાભ પહોચાડે છે.

સફરજન ના સિરકા માં એવા ઘણા બધા ગુણ હોય છે જે આપણા શરીર માં પોષક તત્વો વધારવામાં મદદ કરે છે. સફરજન ના વિનેગર માં એન્ટી બેકટેરીયલ ગુણ પણ હોય છે.

સફરજન ના સિરકા નો ઉપયોગ અને સેવન કરતા પહેલા સાચી જાણકારી હોવી જરૂરી છે. કારણકે સફરજન ના વિનેગર ને પીવાય પણ છે અને ત્વચા પર લગાવાય પણ છે.

આ વિનેગર ને હમેશા પાણી સાથે મિલાવી ને જ પીવું જોઈએ કેમકે તેમાં એસીડ ની માત્રા ખુબ જ હોય છે.

ચાલો જણાવીએ સફરજન ના સિરકા ના અનેક ઉપયોગો,apple cider vinegar benefits in Gujarati

Apple cider vinegar benefits in Gujarati

એપલ સાઇડર વિનેગર વજન ઓછું કરવામાં મદદરૂપ.

સફરજન ના સિરકાનો સૌથી વધુ ઉપયોગ વજન ઘટાડવા માટે જ કરવામા આવે છે. આ વિનેગર શરીર ની વધારા ને કેલેરી બર્ન કરે છે અને બેલી ફેટ ને ઓછુ કરવામાં મદદ કરે છે. તેના માટે તમારે એક ગ્લાસ ગરમ પાણી માં એક થી બે ચમચી સફરજન નું વિનેગર નાખી ને સવારે ભૂખ્યા પેટે પીવું.

સફરજન નો સિરકો ડાયાબીટીસ માટે

જો તમે ડાયાબીટીસ થી પરેશાન છો તો,દરરોજ ખાધના અડધા કલાક પહેલા એક ગ્લાસ પાણી માં એક થી બે ચમચી સિરકો નાખી ને દિવસ માં બે ટાઇમ પીવો. રાત્રે સુતા પહેલા પીવું વધારે સારું માનવામાં આવે છે.

એપલ સીડર વિનેગર પેટ ફૂલી જવાની સમસ્યા માં

પેટ ને સંબંધિત સમસ્યાઓ માં સફરજન નું વિનેગર બહુજ ઉપયોગી થાય છે. એક ગ્લાસ પાણી માં એક ચમચી વિનેગર નાખી ને પીવાથી અપચા ની અને પેટ ફૂલવાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

એપલ સીડર વિનેગર ખીલ અને તેના ડાઘા દૂર કરે છે.

ખીલ ની સમસ્યા શરીર માં બેક્ટેરિયા નું પ્રમાણ વધી જવાથી અથવા પેટ ખરાબ હોવાથી થાય છે. આ બન્ને માં એપલ વિનેગર બહુ જ ઉપયોગી થાય છે. કારણ કે તેમાં એસીટીક એસીડ હોય છે જે બેક્ટેરિયા નો નાશ કરે છે.

૨ થી ૩ એમએલ જેટલું વિનેગર થોડાક પાણી માં ઉમેરી રૂ ની મદદ થી ખીલ પર લગાવી ને આખી રાત રહેવા દો. થોડાક દિવસ આ પ્રયોગ કરવાથી ખીલ અને તેના ડાઘા જલ્દી થી દૂર થઇ જશે.

સફરજન નો સરકો વાળ ને ચમકદાર અને હેલ્ધી બનાવે છે

જો તમે પણ ખરતા વાળ, રુક્ષ વાળ, અને ખોળા થી પરેશાન છો તો સિરકા નો આ પ્રયોગ અવશ્ય કરો. એક થી બે ગ્લાસ પાણી માં ૧૦ થી ૧૫ એમએલ એપલ સીડર વિનેગર મિલાવી ને પાતળું કરી ને વાળ માં લગાવી લો. પછી સાદા પાણી થી ધોઈ લો. અઠવાડિયા માં બે વખત આ પ્રયોગ કરી શકો છો.

એપલ સીડર વિનેગર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ.

એપલ સીડર વિનેગર હૃદયરોગ સંબધી સમસ્યા માં ખુબ જ કારગર નીવડે છે. તે લોહી ને પાતળું કરવામાં મદદ કરે છે. તમે દરરોજ જમ્યા ના એક કલાક પહેલા એક ગ્લાસ પાણી માં બે ચમચી વિનેગર નાખી ને દિવસ માં બે વખત પીવાનું રાખો. કોલેસ્ટ્રોલ ઘટાળવામાં મદદ મળશે.

સ્નાયુ ખસી જવા અથવા મચકોડાઈ જવા.

એક ભાગ સફરજન ના સરકા માં તેનાથી ત્રણ ગણો ભાગ ગરમ પાણી ઉમેરવું. મચકોડાયેલા ભાગ પર આ ગરમ પાણી ની ધાર કરી દિવસ માં ત્રણ વાર શેક કરવો. જલ્દીથી અને જરૂર થી ફાયદો થશે.

એપલ સીડર વિનેગર ના ફાયદા પગ ની કણી અથવા કપાસી અથવા હાડકું વધે ત્યારે

સફરજન ના સરકા મા ચોખ્ખું કપડું બોળી તે કપડું પગ ની કણી અથવા જે ભાગ માં હાડકું વધતું હોય તેની ઉપર મૂકી પાટો બાંધી ટેપ મારી આખી રાત રહેવા દેવું. મટે ત્યાં સુધી દરરોજ આ પ્રયોગ કરવો.

એપલ સીડર વિનેગર ના ફાયદા તે ફેફસાં માં કફ અથવા કફ ની ઉધરસ માટે ફાયદા કારક છે.

૧ થી ૨ ચમચી સફરજન ના સરકા માં તેટલું જ મધ નાખી ને દર ચાર કલાકે પીવાથી કફ ની ઉધરસ માં એક બે દિવસ માં જ ફાયદો થઇ જાય છે. એક લોટા જેવા વાસણ માં ઉકળતું પાણી નાખવું પછી તેમાં થોડી ચમચીઓ સફરજન નો સરકો નાખી ને તેની નાસ લેવી. જરૂર પડે તો દિવસ માં બે વાર આ પ્રયોગ કરવો.

એપલ સાઇડર વિનેગર ના ફાયદા તે  પેટ ના પડદા નો સોજો દુર કરવામાં મદદરૂપ થાય છે.

એક ચમચી ઓલીવ ઓઈલ માં પા ચમચી સફરજન નો સરકો અને એક કપ નવશેકું પાણી ભેગું કરી આ મિશ્રણ જે ભાગ પર સોજો હોય તે ભાગ પર હળવે હાથે ઉલટી દિશા માં મસાજ કરો. દિવસ માં બે થી ત્રણ વખત મસાજ કરી શકો છો.

એપલ સીડર વિનેગર આંતરડા ના સોજા માં પણ ફાયદાકારક છે:-

દરરોજ એક ગ્લાસ પાણી માં એક ચમચી સરકો નાખી ને પાતળું કરી ને પીવાથી આંતરડા માં જો ચાંદા પડી ગયા છે અને સોજો આવી ગયો છે તો તેને દૂર કરવામાં મદદ કરે છે.

એપલ સીડર સરકો નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી

સફરજન ના સરકામાં થોડુક જ પાણી નાખી તેમાં રૂં નું પૂમડું બોડી ને નાક માં ત્રણ થી ચાર ટીપા નાખવાથી નસકોરી ફૂટવાની સમસ્યા માંથી રાહત મળી જાય છે.

સાદા પાણી થી કોગળા કરી ને મોઢું સાફ કરવું અને પછી એક ગ્લાસ પાણી અ અડધો ગ્લાસ સફરજન નો સરકો નાખી ને મોમાં ભરી રાખવું અને પછી કોગળા કરી કાઢી નાખવું. મોઢા માંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

સફરજન ના સિરકા ની બે ચમચી એક વાટકી પાણી માં નાખી ને પી જવાથી મોઢા અને પેટ ની ગરબડ, પેટ નો ગેસ અથવા અજીર્ણ ની સમસ્યા માં તરત જ રાહત થાય છે.

પથરી ની સમસ્યા થી હેરાન વ્યક્તિઓએ દરરોજ એક ગ્લાસ પાણી માં એક ચમચી સરકો નાખી ને પીવાથી જરૂર થી ફાયદો થાય છે. પિત્તાશય ની પથરી પણ મટી જાય છે.

apple cider vinegar use in home remedies in Gujarati

કોઈ પણ ઝેરી જીવ જંતુ નો ડંખ લાગ્યો છે તો ડંખ વાળા ભાગ પર થોડા થોડા સમયે સફરજન નો સરકો લગાવવાથી દુખાવો અને ખંજવાળ બંધ થઇ જાય છે.

ઉનાળા માં સૂર્યની કિરણો થી ચામડી બળી જતી હોય છે ત્યારે આવા ભાગ પર પાતળું કપડું સફરજન ના સરકા માં બોળી ને વારંવાર લગાવવું. દાઝી ગયેલી અને કાળી પડેલી ત્વચા માં સુધાર આવશે.

શરીર પર ચરબીના થર જામી ગયા છે તો એક ચમચી ઓલીવ ઓઈલ માં પા ચમચી સફરજન નો સરકો અને એક કપ નવશેકું પાણી ભેગું કરો. આ મિશ્રણ થી જે ભાગ ઉપર જરૂર હોય ત્યાં મસાજ કરો. મસાજ હૃદય ની દિશામાં ઉપરની ગતિ તરફ કરો. દિવસ માં ત્રણ વખત આ મસાજ કરો.

ઝાડા, થાક લાગવો, મરડો થઇ જવો, જેવી સમસ્યા માં પણ સફરજન નો સરકો ફાયદેમંદ સાબિત થાય છે. દરરોજ એક ચમચી સરકા ને એક ગ્લાસ નવશેકા પાણી સાથે લેવાથી બધું મટી જાય છે.

સફરજન ના સરકા ને ઉપયોગ માં કઈ રીતે લેવો?

સફરજન ના સિરકા ની સેવન કરવાની સાચી રીત ખબર હોવી જોઈએ. નહીતર ફાયદો થવાને બદલે નુકસાન થઇ શકે છે. કારણ કે આ વિનેગર ને પી પણ શકાય છે અને ત્વચા પર લગાવી પણ શકાય છે માટે જયારે પણ તમે સફરજન ના વીનેગર પીવા માં લ્યો છો તો પાણી માં નાખી ને પાતળું કરી ને જ પીવું અને ત્વચા પર લાગવો છો તો પણ આમ જ કરવું.

કઈ રીતે પી શકાય એપલ સીડર વિનેગર? કેટલી માત્રા હોવી જોઈએ?

એપલ સીડર વિનેગર પીવા માટે:-

હમેશા એક ગ્લાસ પાણી માં એક થી બે ચમચી વિનેગર નાખી ને ખાવાના એક કલાક પહેલા અથવા એક કલાક પછી જ પીવું. એ તમે કયા રોગ ના ઈલાજ માં વાપરો છો એના ઉપર નિર્ભર છે.

એપલ સીડર સરકો ત્વચા અથવા વાળ માં લગાવવા માટે:-

ત્વચા અને વાળ માટે ઉપયોગ માંલેવા માટે સફરજન ના સિરકા અને પાણી નું પ્રમાણ ૧:૩ નું રાખવું. મતલબ કે એક ભાગ વિનેગર તો તેનું ત્રણ ભાગ પાણી મિલાવી ને જ ત્વચા અને વાળ માં લગાવવું જોઈએ.

એપલ સીડર વિનેગર થી થતા નુકસાન અને તેનો ઉપયોગ કરતા સમયે રાખવાની પરેજીઓ.

જો તમે સફરજન ના વિનેગર ને સાચી રીતે અને તમારા રોગ ના નિદાન કર્યા વગર ઉપયોગ કરો છો તો તમને નુકસાન થઇ શકે છે. ચાલો જણાવીએ એવા અમુક નુકસાન વિષે.

જો તમે સાંધા ના દુખાવા થી પરેશાન છો અથવા તમારા હાડકા નબળા છે તો તમારે એપલ સીડર વિનેગર નો સેવન કરવું જોઈએ નહિ.

ક્યારેય પણ કોઈપણ પ્રકાર ના ખાટા ફળ ના જ્યુસ સાથે એપલ સીડર વિનેગર નો સેવન કરવું નહિ. કારણ કે તેમાં પહેલે થી જ એસીટીક એસીડ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે.

ચાય અને કોફી પીધા પછી ક્યારેય એપલ સીડર વિનેગર નું સેવન કરવું નહિ. કારણ કે ચાય અને કોફી માં રહેલા કેફી દ્રવ્યો વિનેગર સાથે ભળી ને તમારી પાચનશક્તિ ને અસર કરી શકે છે.

જો તમે ચહેરા પર લગાવવામાં ઉપયોગ કરો છો તો હમેશા પાણી સાથે મિક્ષ કરી ને જ લગાવવું. કારણ કે તેમાં એસીડ નું પ્રમાણ ખુબ જ હોય છે, જો તમે સીધું જ વિનેગર ચહેરા પર લગાવશો તો ચામડી બળી જવાની શક્યતા રહે છે.

દાંત માટે ક્યારેય એપલ સીડર વિનેગર નો કરવો ઉપયોગ કરવો નહી.

જો તમે સફરજન ના સરકા માં પાણી મિલાવ્યા વગર જ સેવન કરો છો તો તેમાં રહેલું એસીટીક એસીડ તમારા દાંત અને પેઢા ને ખુબ જ નુકસાન પહોચાડી શકે છે.

એપલ સીડર વિનેગર ને લગતા કેટલાક મુજાવતા પ્રશ્નો

એપલ સીડર વિનેગર ને કેવી રીતે સ્ટોર કરવું?

એપલ સીડર વિનેગર ને ક્યારેય ફ્રીજ મા રાખવું નહી, ઠંડી અને ભેજવાળી જગ્યાએ સ્ટોર કરો જ્યાં તડકો આવતો હોય ત્યાં રાખવું નહી, બોટલ હમેશા હવા ચુસ્ત બંધ કરવી કારણ કે હવા જવાથી તેના સ્વાદમાં ફરક આવી જશે અને ઉપયોગ મા તમે લઇ શકશો નહી

શું એપલ સીડર વિનેગર વજન ઓછુ કરવામાં મદદ રૂપ થાય છે?

સફરજન ના સિરકા નો સૌથી વધુ ઉપયોગ વજન ઘટાડવા માટે જ કરવામા આવે છે

ક્યારે એપલ સીડર વિનેગર નું સેવન કરવું જોઈએ ?

ભોજન કરવાના એક કલાક પહેલા અથવા એક કલાક પછીજ પીવું

એપલ સાઈડર વિનેગર નો ઉપયોગ કેવી રીતે કરવો ?

ક્યારે પણ એપલ સીડર વિનેગર નું સીધું સેવન કરવું નહી, હમેશા તેને પાણી મા તેના દ્વારન ને માઈલ્ડ કરી નેજ ઉપયોગ કરવો, એક ગલાસ પાણી ની અંદર એક થી બે ચમચી વિનેગર ઉમેરી ભોજન ના એક કલાક પહેલા અથવા એક કલાક પછીજ સેવન કરવું

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી એપલ સીડર સરકો ની ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત ,સફરજન નો સરકો ,એપલ સાઇડર વિનેગર ના ફાયદા, apple cider vinegar benefits in Gujarati , એપલ સીડર સરકો , એપલ સીડર વિનેગર ના ફાયદા નો અભિપ્રાય અચૂક આપજો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ફક્ત ગરમ પાણી પી ને વજન ઘટવાની રીત

ધાણા અને ખાલી પેટે ધાણા નું પાણી પીવાના ફાયદા

અંજીર ના ફાયદા તેમજ ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત

જીરું ના ફાયદા તેમજ જીરું નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement