સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit recipe

સ્ટીમ દહીં વડા બનાવવાની રીત - Steamed dahi vada banavani rit - Steamed dahi vada recipe in gujarati - બાફી ને દહી વડા બનાવવાની રીત
Image credit – Youtube/Jayafoodvlogs
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સ્ટીમ દહીં વડા બનાવવાની રીત – Steamed dahi vada banavani rit શીખીશું. ઠંડા ઠંડા દહી વડા બધાને પસંદ આવતા હોય છે પણ ઘણી વખત આપણે તેલ માં તરેલ ખાવાનું ટાળતા હોઈએ છીએ, do subscribe Jayafoodvlogs YouTube channel on YouTube If you like the recipe , ત્યારે દહી વડા ખાવા તો હોય પણ વડા તરી ને બનાવવાના હોવાથી બનાવતા નથી તો આજ આપણે વડા ને તરી ને નહિ પણ બાફી ને બનાવશું જે એકદમ ટેસ્ટી ને સોફ્ટ બનશે તો ચાલો જાણીએ બાફી ને દહી વડા બનાવવાની રીત – Steamed dahi vada recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સ્ટીમ દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ દાળ 1 વાટકી
  • છાડિયા દાળ / ફોતરા વગરની મગ દાળ 1 વાટકી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણી 5-7 ( ઓપ્શનલ છે )
  • જીરું 1 ચમચી
  • આદુ નો ¼ ઇંચ ટુકડો
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ખાંડ વાળુ દહીં 500 ગ્રામ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • હિંગ ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • લીલી ચટણી
  • મીઠી ચટણી

સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada recipe in gujarati

સ્ટીમ દહીં વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ અડદ દાળ અને ફોતરા વગરની મગ દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો છ કલાક પછી દાળ ને ફરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી બરોબર પીસી લ્યો.

 પીસવા માટે જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી સ્મુથ પીસી લ્યો હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પંદર વીસ મિનિટ એક જ સાઈડ બરોબર હલાવતા રહો બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

હવે કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી વાટકી કે ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક થી દોઢ ચમચી નાખો ને ઈડલી સ્ટેન્ડ કે વાટકી ને કડાઈ માં મૂકી ઢાંકી ને બાર થી પંદર મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ પછી વડા ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો સ્ટેન્ડ કે વાટકા ને બહાર કાઢી લ્યો ને બીજા વડા બાફવા મૂકો આમ બધા વડા બાફી લ્યો.

હવે એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી ને એક કપ દહી નાખી મિક્સ કરી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ , લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બાફેલા વડા એમાં નાખી અડધો કલાક ફ્રીઝ માં તપેલા ને મૂકી દયો.

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં સાફ કરી ધોઈ રાખેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, જીરું, મીઠું , લસણ ની કણી (ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, લીંબુનો રસ , આદુ નાખી જરૂર મુજબ નું પાણી નાખી ચટણી તૈયાર કરી લ્યો યો તૈયાર છે લીલી ચટણી.

દહીં માં એક બે ચમચી ખાંડ નાખી બરોબર મિક્સ કરી સ્મુથ કરી ને તૈયાર કરી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો જેથી દહી પણ ઠંડુ થઈ જાય.

સ્ટીમ દહીં વડા સર્વ કરવાની રીત

વડા ને પાણી માંથી કાઢી હથેળી વચ્ચે મૂકી થોડા દબાવી લ્યો ને પ્લેટ માં મૂકો, ઉપર ખાંડ વાળુ દહી નાખો એના પર જરૂર મુજબ મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, સંચળ, લીલી ચટણી, મીઠી ચટણી નાખી ઠંડા ઠંડા સર્વ કરો સ્ટીમ દહીં વડા.

બાફી ને દહી વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jayafoodvlogs  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત | Gond Katira Pudding banavani rit

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત | Soji ane gulab sarbat ni barfi banavani rit

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement