ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત | Gond Katira Pudding banavani rit

ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત - Gond Katira Pudding banavani rit
Image credit – Youtube/Rita Arora Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત – Gond Katira Pudding banavani rit શીખીશું. આ ગોંદ કતીરા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક અને ગુણકારી હોય છે, do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube If you like the recipe , ને હાડકા ને મજબૂત બનાવવા માં ખુબ જ મદદ કરે છે ને પેટની ગરમી માટે પણ ઠંડક આપે છે એટલે આટલા ગુણકારી ગુંદ ને એક અલગ સ્વાદ માં બનાવવાની રીત શીખીશું.તો  ચાલો જાણીએ ગોંદ કતીરા પુડિંગ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગોંદ કતીરા પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • ગોંદ કતીરા 1 ચમચો
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • નવશેકું દૂધ ½ કપ
  • સાકર ¼ કપ +1-2 ચમચી
  • બ્રેડ સ્લાઈસ 4-5
  • બદામ ની કતરણ 5-6 ચમચી
  • પિસ્તા ની કતરણ 4-5 ચમચી
  • વેનીલા એસેન્સ ½  ચમચી
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત

ગોંદ કતીરા પુડિંગ બનાવવા સૌપ્રથમ ગોંદ કતીરા લ્યો એને સાફ કરી ને લેવો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી છ થી સાત કલાક પલળવા મૂકો. ( જો તમે ઝડપથી તૈયાર કરવા માંગતા હો તો ગોંદ કતીરા ને મિક્સર જાર માં પીસી ને પાણીમાં પલાળી મૂકશો તો અડધા થી એક કલાક માં પલળી જસે ).

હવે ગેસ પર એક કડાઈમાં માં બે ચમચી પાણી નાખો અને એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ ને મીડીયમ તાપે હલાવતા રહી ને દૂધ અડધું થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી સાકર નાખી મિક્સ કરી દૂધ પા ભાગ નું રહે ત્યાં સુંધી ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ.

Advertisement

દૂધ પા ભાગ નું રહે એટલે એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ને દુદન ને રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ફ્રીજર માં પંદર વીસ મિનિટ ઠંડુ થવા દયો રબડી ઠંડી થાય ત્યાં સુંધી માં ચાકુ થી બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ ને ઘી લાગવી બને બાજુ ગોલ્ડન થાય એટલી તવી પર શેકી લ્યો અને ત્યાર બાદ નીચે ઉતરી ને ઠંડી થવા દયો અને બીજા એક કપ માં અડધો કપ નવશેકું ગરમ દૂધ લ્યો એમાં એક ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

ત્યારબાદ ખાંડ વાળા દૂધ માં બ્રેડ ની શેકેલ સ્લાઈસ બોળી ને સર્વિંગ પ્લેટ માં મૂકો એના પર એક બે ચમચી ખાંડ વાળુ દૂધ નાખો એના પર ફ્રીજર માં મુકેલ રબડી ને એક લેયર બનાવી મૂકો એના પર ને એક સરખુ ફેલાવી લ્યો.

હવે પલાળેલા ગોંદ કતીરા માં એક થી સવા ચમચી પીસેલી સાકર નાખી મિક્સ કરી લ્યો ને એને પણ ઠંડી રબડી પર મૂકો ને એક સરખું નાખીને એક સરખું ફેલાવી લ્યો ને એના પર બદામ અને પિસ્તા ની કતરણ છાંટી લ્યો તો તૈયાર છે ગોંદ કતીરા પુડિંગ.

Gond Katira Pudding banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તરબૂચ સોરબેટ બનાવવાની રીત | તરબૂચ નો સ્લસ બનાવવાની રીત | Tarbuch no Slush banavani rit

દ્રાક્ષ નો જ્યુસ બનાવવાની રીત | Drax no juice banavani rit | Drax no juice recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત | Kulfi banavani rit | Kulfi recipe in gujarati

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી | dungri lasan vagar tametani chutney banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement