મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo banavani rit

મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત - મિલ્ક પાવડર ના લાડવા બનાવવાની રીત - milk powder na ladoo banavani rit - milk powder na ladoo recipe in gujarati
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત – milk powder na ladoo banavani rit શીખીશું, do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe , આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ, ઝડપી અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે અને આ મીઠાઈ ને તમે પ્રસાદી રૂપે પણ ભગવાન ને ભોગ ધરાવી શકો છો તો ચાલો જાણીએ મિલ્ક પાવડર ના લાડવા બનાવવાની રીત – milk powder na ladoo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મિલ્ક પાવડર ના લાડુ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • સૂકા નારિયળ નું છીણ ½ કપ
  • બદામ ની કતરણ ¼ કપ
  • કાજુ ની કતરણ ¼ કપ
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • કેસર વાળુ દૂધ 1 -2 ચમચી
  • માવો 1 ચમચી

મિલ્ક પાવડર ના લાડવા ગાર્નિશ માટેની સામગ્રી

  • કેસર ના તાંતણા
  • પિસ્તા ની કતરણ
  • સૂકા ગુલાબ ની કતરણ

લાડુ નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી

  • મિલ્ક પાઉડર 1 કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ½ કપ
  • નવશેકું ફૂલ ક્રીમ દૂધ ½ -1 કપ
  • ઘી 2 ચમચી

મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo recipe in gujarati

સૌપ્રથમ આપણે લાડુ નું ઉપર નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ મિલ્ક પાવડર ના લાડવા નું સ્ટફિંગ બનાવવાની રીત ત્યારબાદ લાડુ બનાવતા શીખીસું

લાડુ નું ઉપર નું પડ બનાવવાની રીત

મિલ્ક પાવડર ના લાડુ બનાવવા સૌપ્રથમ એક નોન સ્ટીક કડાઈ માં મિલ્ક પાઉડર, પીસેલી ખાંડ, એલચી પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ  ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું ફૂલ ક્રીમ દૂધ થોડું થોડુ નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો

Advertisement

હવે નોન સ્ટીક કડાઈ ને ગેસ પર મૂકો અને ધીમા તાપે હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને કડાઈ ની કિનારી મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને ઘટ્ટ થવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ થવા દયો

મિલ્ક પાવડર ના લાડવા નું સ્ટફિંગ બનાવવાની રીત | milk powder na ladoo stuffing banavani rit

એક વાસણમાં સૂકા નારિયળ નું છીણ,બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, પીસેલી ખાંડ, કેસર વાળુ દૂધ અને જે મિશ્રણ તૈયાર કરેલ એમાંથી માવો એક ચમચી  નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો અને એમાંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એ સાઇઝ થી થોડા નાના લાડુ બનાવી લ્યો (અહી તમે ખાંડ ની જગ્યાએ ઝીણું સુધારેલ અંજીર કે ખજૂર પણ નાખી શકો છો )

લાડુ બનાવવાની રીત

મિલ્ક પાઉડર માંથી તૈયાર કરેલ મિશ્રણ માંથી લાડુ ની સાઇઝ નું મિશ્રણ લઈ ને વાટકા આકાર આપી એમાં સ્ટફિંગ લાડુ મૂકી બરોબર બંધ કરી ને ઘી વાળા હાથ થી ગોળ ગોળ ફેરવી લાડુ બનાવી લ્યો આમ બીજા મિલ્ક પાઉડર ના મિશ્રણ માંથી વાટકી આકાર બનાવી સ્ટફિંગ મૂકી બંધ કરી એક એક લાડુ ને તૈયાર કરી લ્યો

બધા લાડુ તૈયાર થઈ જાય એટલે એના પર કેસર ના તાંતણા, પિસ્તાની કતરણ અને સૂકા ગુલાબ ની કતરણ મૂકી ગાર્નિશ કરો ને ભગવાન ને ભોગ ધરાવી ને ખાઓ મિલ્ક પાઉડર માંથી લાડુ.

milk powder na ladoo banavani rit | મિલ્ક પાવડર ના લાડવા બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત | Satvik mix vej pulao banavani rit | Satvik mix vej pulao recipe in gujarati

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

લસૂની બાજરા કઢી બનાવવાની રીત | Lasuni bajra kadhi banavani rit | Lasuni bajra kadhi recipe in gujarati

મોમોઝ ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit | momos chutney recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement