પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit

પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત - punjabi gravy banavani rit
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વેજ ગ્રેવી બનાવવાની રીત- punjabi gravy banavani rit શીખીએ. આ ગ્રેવી એક બર બનાવી લીધા બાદ એનો ઉપયોગ અલગ અલગ પંજાબી શક બનાવવા કરી શકસો ને એને ફ્રીજર માં મૂકી એક બે મહિના વાપરી પણ શકસો આ ગ્રેવી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

પંજાબી વેજ ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી | punjabi gravy banavani jaruri samgri

  • કાજુ  25-30
  • મગતરી ના બીજ ⅓ કપ
  • ડુંગરી 1 કિલો
  • ટમેટા 8-10
  • આદુ લસણ  100 ગ્રામ
  • લીલા મરચાં 5-6
  • ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
  • તેલ 2-3 મોટા ચમચા
  • તજ ટુકડા 1-2
  • તમાલપત્ર 2-3
  • એલચી 3-4
  • મોટી એલચી 1
  • લવિંગ 5-6
  • જીરું 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • કાજુ મગતરી ની પેસ્ટ
  • ડુંગરી ની પેસ્ટ
  • ટમેટા મરચાની પેસ્ટ
  • આદુ લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ

punjabi gravy recipe in gujarati

કાજુ મગતરી ના બીજની પેસ્ટ બનાવવાની રીત

કાજુ ને મગતરી ના બીજ ને પાણી નાખી એકાદ કલાક પલાળી રાખો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પલાળેલા કાજુ મગતરી ને 8-10 મિનિટ ગરમ કરો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો

kaju magtari – કાજુ મગતરી બરોબર ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લ્યો ને બે ત્રણ બરફના ટૂકડા નાખી પીસી ને સ્મુથ પીસ બનાવી લેવો( બરફ નાખવાથી મિક્સર જાર ગરમ નહિ થાય જેથી પેસ્ટ સ્મુથ ને સફેદ બનશે)

Advertisement

ડુંગળીની પેસ્ટ બનાવવાની રીત

હવે ગેસ પર કડાઈ ગરમ મુકો એમાં એક મોટો ચમચો તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે  એમાં સુધારેલી ડુંગરી નાખી ને ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકી લ્યો ને ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેલ નિતારી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

હવે મિક્સર જાર માં શેકેલી ડુંગરી લ્યો એમાં એક બે ટુકડા બરફ ના નાખી પીસી પેસ્ટ બનાવી લેવી(બરફ ના ટુકડા નાખવાથી પેસ્ટ  નાખવા થી પેસ્ટ સ્મુથ બનશે)

આદુ લસણ ની પેસ્ટ બનાવવાની રીત

મિક્સર જાર માં આદુના ટુકડા ને લસણ નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી

ટમેટાની પેસ્ટ બનાવવાની રીત

મિકસર જાર માં સુધારેલા ટમેટા ને લીલા મરચા નાખો ને પીસી ને પેસ્ટ તૈયાર કરી લેવી

પંજાબી ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit

ગેસ પર કડાઈ ગરમ મુકો એમાં મોટા ચમચા બે ત્રણ તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તજ ટુકડા, તમાલપત્ર, એલચી, મોટી એલચી, લવિંગ, જીરું નાખી મિક્સ કરો હવે એમાં આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરીને શેકો બને બરોબર શેકાઈ જાય ને કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને હવે ગેસ ચાલુ કરો ને એમાં ટમેટા પેસ્ટ નાખી મિક્સ કરો ને ટમેટા ચડી જાય એ માટે ઢાંકી  ને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો

હવે એમાં ડુંગરી ની પેસ્ટ નાખી ચાર પાંચ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ધાણા પાવડર, જીરું પાઉડર ને ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો છેલ્લે એમાં કાજુ ની પેસ્ટ નાખી મિક્સ કરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો

તૈયાર છે પંજાબી ગ્રેવી જેને તમે અલગ અલગ પંજાબી શાક બનાવવા માં વાપરી બનાવી પંજાબી શબ્જી.

punjabi gravy banavani rit Video

If you like the recipe do subscribe  Masala Kitchen YouTube channel on YouTube

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe in gujarati | masala puri banavani rit

મગદાળ નો હલવો બનાવવાની રીત | magdal no halvo banavani rit | magdal no halvo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement