સરગવાના પાન ના ફાયદા 

sargava na pan na fayda in Gujarati Drumstick leaves Benefits in Gujarati - સરગવાના પાન ના ફાયદા
Advertisement

આપણે સૌ જાણીએ છીએ કે સરગવાની શીંગોનો ઉપયોગ કરીએ તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી છે તો તમને આજે પણ જણાવી દઈએ કે તેવા જ ફાયદા સરગવાના ઝાડના પાંદડા પણ કરે છે તો ચાલો જાણીએ, સરગવાના પાન ના ફાયદા, Sargava Na Pan Na Fayda in Gujarati, Drumstick leaves Benefits in Gujarati.

Sargava Na Pan Na Fayda in Gujarati 

તમને જણાવીએ કે સરગવાની ઝાડના પાંદડા અસ્થમા એનિમિયા સંધિવા જાડાપણું જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે તો જાણીએ તેની અંદર રહેલા પોષક તત્વો વિશે વિસ્તૃત માહિતી – Drumstick leaves Benefits in Gujarati.

સરગવાના પાન ના ફાયદા 

સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ તેનું ઝાડ, સરગવાની શીંગો, સરગવાની શીંગો ના બીજ, સરગવાના ફુલ તેના દરેકના ઔષધીય ગુણો છે પરંતુ સરગવાના પાંદડા ની અંદર જે પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે બીજા કોઈ જ ઝાડનાં પાંદડાં હોતા નથી

Advertisement

સરગવા ના ઝાડ ના પાંદડા ની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમજ અમીનો એસિડ પણ હોય છે આ સિવાય બીજી વસ્તુ ની વાત કરીએ તો તેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન સી, વિટામિન એ, વિટામીન ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે તેમજ આ પાંદડાં હૃદયરોગ ડાયાબિટીસ અને સોજા ની સમસ્યા માં પણ મદદરૂપ થાય છે

પોષક તત્વો થી ભરપૂર છે સરગવાના પાંદડા

આપણે સૌ જાણીએ છીએ કે કેળા એ પોટેશિયમ મેળવવાનું ઉત્તમ સ્ત્રોત છે પરંતુ સરગવાના પાનની અંદર તેના કરતા સાત ઘણું પોટેશિયમ હોય છે દૂધમાં રહેલા પ્રોટીન કરતા બે ગણુ પ્રોટીન પાંદડામાં હોય છે

તેમજ વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી, વિટામિન b2, વિટામીન બી૩, વિટામિન બી 6 પણ તેની અંદર રહેલા છે આ સિવાય ખનીજ ની વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ વિટામિન એ, વિટામિન ઈ પણ રહેલ છે

સરગવાના પાંદડા ના એક કપ ની અંદર 0.24 ગ્રામ લોહતત્ત્વ, ૮મિલિગ્રામ ફોલેટ અને વિટામિન એ હોય છે જેથી તેનું સેવન કરવાથી તમને શરીરની અંદર આયર્નની અને હિમોગ્લોબીન કમી દૂર થાય છે.

એમિનો એસિડ થી ભરપુર છે

સરગવાના પાંદડા ની અંદર ૧૮ પ્રકારના એમીનો એસિડ મળી આવે છે તે દરેક આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું યોગદાન પૂરું પાડે છે – Sargava Na Pan Na Fayda in Gujarati.

ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

ઘણી બધી વ્યક્તિઓને high sugar ની સમસ્યા હોય છે જેને કારણે હૃદયની સમસ્યાઓ પણ થઇ શકે છે તો આ high sugar થી બચવા માટે અથવા તો તેને કંટ્રોલ કરવા માટે સરગવાના પાંદડા એક ઉત્તમ ઉપાય છે

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

આપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ, બદામ જે હાઈ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે તેવી જ રીતે સરગવાના પાંદડા નું સેવન કરો છો તમે તો હાઈ કોલેસ્ટ્રોલ ને પણ કન્ટ્રોલમાં લાવી શકાય છે – Drumstick leaves Benefits in Gujarati.

વજન ઓછું કરવા માટે ફાયદાકારક

સરગવા પાનની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર કલોરોજેનિક નામનો એક એન્ટીઓક્સીડન્ટ એસિડ હોય છે

જે પ્રાકૃતિક સ્વરૂપ એ આપણા શરીરની અંદર રહેલું ફેટ ઓછુ મદદરૂપ કરે છે તેમજ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે

સ્કિન તેમજ વાળ માટે ફાયદાકારક

સરગવાના પાંદડા ની અંદર વિટામિન એ હોય છે જે આપણી સ્કિનને સોફ્ટ રાખવામાં મદદ કરે છે તેમજ તેની અંદર રહેલો એમિનો એસિડ આપણા વાળ માટે જરૂરી છે જેના કારણે આપણા વાળ લાંબા અને ઘાટ્ટા થાય છે

આ સિવાય તે કેરોટીન પ્રોટીન નું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાય છે તેમજ તેની અંદર એન્ટિએજિંગ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો પણ સમાયેલા છે

આપણા હાડકા માટે ફાયદાકારક છે

સરગવાના પાંદડા એ કેલ્શિયમ અને ફોસ્ફરસ ના એક ઉત્તમ સ્ત્રોત છે જે આપણા હાડકા ના મજબૂતાઈ માટે જરૂરી છે તેમજ તે નુ સેવન કરવાથી શરીર માં સોજા પણ ઓછા થાય છે તેમજ સંધિવાના રોગમાં પણ ફાયદાકારક છે – sargava na pan na fayda in Gujarati.

સરગવાના પાંદડા નું કઈ રીતે તમે સેવન કરી શકો છો

  1. તમે ઈચ્છો તો સરગવાનાં પાંદડાનો સુકાવીને પાઉડર બનાવી શકો છો ત્યાર પછી ઠંડા અથવા ગરમ પાણી સાથે એક ચમચી પાવડર ઉમેરી તેનું સેવન કરી શકો છો
  2. હાલ બજારમાં સરગવાનાં પાંદડાંની કેપ્સ્યુલ પણ મળી રહી છે તે ખરીદી તેનું સેવન કરી શકો છો
  3. સરગવાના પાંદડા ના પાવડર ને તમે પ્રોટીન શેક, સ્મુધી અને સૂપ ની ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

પાપડી વાલોળ ના ફાયદા | વાલોળ પાપડી ના ફાયદા | papdi valor na fayda | valor papdi benefits in gujarati

મકાઈ ના ફાયદા | મકાઈ ખાવાના ફાયદા | makai na fayda | makai khavan afayda | corn benefits in gujarati

કૌચા ના ફાયદા | કૌચા નો ઉપયોગ | કૌચા બીજ નો ઉપયોગ | kaunch na fayda | kaunch no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement