નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy મગદાળ હલવો( Magdal no halvo ) જેની તમને થોડા કલાક પહેલા તૈયારી કરવી પડશે તો ચાલો જાણીએ વિસ્તૃત માં માહિતી, Magdal no Halvo recipe in Gujarati.
Magdal no Halvo recipe
મગદાળ હલવો બનવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- અડધો કપ ૬-૭ કલાક પલાળેલી મગ દાળ
- ૧ કપ ખાંડ
- ૧ કપ પાણી
- ૧ નાની ચમચી એલચી નો ભૂકો
- ૫-૬ તાંતણા કેસર
- ૧ કપ ઘી
- ૧ મોટી ચમચી બેસન
- ૧ મોટી ચમચી સોજી
- અડધો કપ કાજુ બદામ પિસ્તા ની કતરણ
Magdal no Halvo recipe in Gujarati
હલવો બનાવવા માટે પલાળેલી દાળ માંથી બધું પાણી કાઢી નાખી મીક્સચર જાર માં દર્દરી પીસી લ્યો, ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં ખાંડ માં પાણી નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો ત્યાર પછી તેમાં એલચી નો ભૂકો તેમજ કેસર નાખી પાતળી ચાસણી બનાવી ને તૈયાર કરી એક બાજુ મૂકો
હવે એક કડાઈ માં ઘી ગરમ મૂકો તેમાં સોજી ને બેસન નાખી સેકો શેકાઈ જાય એટલે તમાં પીસેલી મગદળ નાખી બરોબર હલાવતા રહો જ્યાં સુંધી દાળ નો રંગ લાલ ના થાય ત્યાં સુધી ધીમા તાપે સેકો દાળ શેકાઈ જાય એટલે તેમાં ચાસણી નાખી ફરી થી જ્યાં સુંધી ઘી છૂટું ના થાય ત્યાં સુધી સેકો ઘી છૂટું થાય એટલે તેમાં કાજુ પિસ્તા ને બદામ ની કતરણ નાખી ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે Magdal no Halvo recipe in Gujarati .
મગદાળ હલવો રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર નો હલવો એ પણ માવા વગર ખુબજ સરળતા થી
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે