સ્વાદિષ્ટ બાલુશાહી મીઠાઈ રેસીપી | Balushahi Recipe in Gujarati

Balushahi Recipe - Balushahi Recipe in Gujarati – બાલુશાહી - બાલુશાહી મીઠાઈ રેસીપી
Balushahi Recipe
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy બાલુશાહી , જે તમે કોઈ પણ તહેવાર માં ઘરે બનાવી શકો છો આ બાલુશાહી મીઠાઈ રેસીપી, Balushahi Recipe in Gujarati .

Balushahi Recipe

બાલુશાહી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧ કપ મેંદો
  • પા કપ ઘી
  • ૧ ચમચી પીસેલી ખાંડ
  • ૧ ચમચી બેકિંગ પાઉડર
  • પા કપ દહીં
  • જરૂર મુજબ પાણી
  • તેલ તરવા માટે
  • પિસ્તા કાજુ ની કતરણ
  • ૧ કપ ખાંડ
  • પા ચમચી એલચી નો ભૂકો

Balushahi Recipe in Gujarati

બાલુશાહી ( Balushahi ) બનાવવા સૌપ્રથમ એક વાસણ માં મેંદો ચમચી ખાંડ ચમચી બેકિંગ પાઉડર ઘી નાખી બરોબર મિક્સ કરો,

મિક્સ થઈ ગયા પછી તેમાં દહીં ને જરૂર મુજબ પાણી નાખી કડક લોટ બાંધી લ્યો લોટ બંધાઈ જાય એટલે તેને ૧૦-૧૫ મિનિટ એક સાઈડ મૂકી દયો.

Advertisement

હવે ગેસ પર બીજા વાસણમાં એક કપ ખાંડ લ્યો તેમાં અડધો કપ પાણી નાખી ધીમા તાપે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો,

ખાંડ બરોબર ઓગળે ત્યાર બાદ તેમાં એલચી નો ભૂકો ને ૫-૬ તાંતણા કેસર ના નાખી ૫-૭ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી ચાસણી ને એકબાજુ ઠંડી થવા મૂકી દયો

balushahi recipe તૈયાર કરવા બાંધેલા લોટ માંથી નાના નાના લુવા કરી તેને નરમ હાથે ગોળ કરી આગડી વડે વચ્ચે એક થોડું દબાવી ને ગેસ પર ધીમા તપે બને બાજુ ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાંસુધી તરી લ્યો,

બરોબર તરાઇ જાય એટલે તેને તેલ માંથી કાઢી ચાસણી માં નાખી બરોબર મિક્સ કરી ૪-૫ મીની ચાસણી માં રહેવા દયો,

ત્યાર બાદ તેને ચાસણી માંથી કાઢી લઈ પ્લેટ માં મૂકી તેના પર પિસ્તા ને કાજુ ની કતરણ થી સજાવી દયો ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે તેને ડબ્બા માં ભરી ૭-૮ દિવસ સુધી આંદન માણો.

બાલુશાહી મીઠાઈ રેસીપી

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટ્રેન્ડીંગ ટોર્ટિલા વ્રેપ બનાવવાની સરળ રીત

ઘેવર બનાવવાની રીત | ghevar recipe in Gujarati

માવા વગર ગાજર નો હલવો બનાવવાની રીત| ગાજર નો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit | gajar halwa recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement